કાદવનો કમાલ:પીરિયડ્સનો દુખાવો, વધારે બ્લીડિંગ અને અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા ટ્રાય કરો ‘મડ થેરપી’

દીપ્તિ મિશ્રા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ માટીની પટ્ટી પેટ પર મૂકો
  • મડ થેરપી માટે માટી જમીનમાંથી ચારથી પાંચ ફૂટ નીચેથી કાઢવામાં આવે છે

હાલના સમયમાં લોકોનો શારીરિક શ્રમ ઓછો થઈ રહ્યો છે. આપણામાંથી મોટાભાગના લોકો કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસે છે, તેનાથી મગજને પરિશ્રમ થાય છે પણ શરીરને નહીં. તેને લીધે ઓછી ઉંમરમાં જ ઘણી બધી બીમારીઓ શરીરમાં ઘૂસી જાય છે. ભાગદોડ અને સ્ટ્રેસ ભરેલી જિંદગીમાં મહિલાઓને અનિયમિત પીરિયડ્સ કે પછી પીરિયડ્સનો દુખાવો સહન કરવો પડે છે. જો તમને પણ આ તકલીફ હોય તો મડ થેરપી તમારા માટે બેસ્ટ રહેશે.

નેચરોપેથી એટલે કે પ્રાકૃતિક ચિકિત્સામાં દવા વગર સારવાર કરવામાં આવે છે. તેમાં સારવાર માટે પંચ તત્ત્વો-આકાશ, જળ, અગ્નિ, વાયુ અને પૃથ્વીને આધાર માનવામાં આવે છે. નેચરોપેથી હેઠળ આઠ પ્રકારે સારવાર કરવામાં આવે છે, તેમાંની એક છે મડ થેરપી.

શું છે મડ થેરપી?
સરળ ભાષામાં શરીર પર માટીનો લેપ કે પછી માટીની પટ્ટીઓ બાંધીને સારવાર કરવામાં આવે તેને મડ થેરપી કહેવાય છે. તેના દ્વારા ઘણા બધા રોગોની સારવાર કરવામાં આવે છે. આ થેરપીમાં આખા શરીર પર કે અમુક ભાગ પર માટીનો લેપ કરવામાં આવે છે. સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ, સ્ટ્રેસ, કોઈ ઝેરી જંતુઓનો ડંખ કે પછી શરીરના કોઈ ભાગમાં દુખાવો થતો હોય તો આ દરેક બીમારીઓમાં મડ થેરપી અસરકારક છે.

મડ થેરપી કેવી રીતે કામ કરશે?
એટા જિલ્લા હોસ્પિટલનાં પ્રાકૃતિક ચિકિત્સકે એક્સપર્ટ અરવિંદ ધાકડે જણાવ્યું કે, મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સને લીધે યુટેરસ, હાથ-પગ, કમર અને બ્રેસ્ટમાં દુખાવો થાય છે. તેને લીધે ભૂખ ઓછી લાગવી, થાક લાગવો, વજન વધવું અને કબજિયાત જેવી તકલીફો થાય છે. આ બધા પ્રોબ્લેમમાં મડ થેરપી ઘણી અસરકારક છે. પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ માટીની પટ્ટી પેટ પર મૂકો. જેને પીરિયડ્સમાં બ્લીડિંગ વધારે થાય છે. તે મહિલાઓએ પેટના નીચેના ભાગમાં ભીની માટીની પટ્ટી મૂકવી જોઈએ. તેનાથી રાહત મળશે. આ ઉપરાંત અનિયમિત પીરિયડ્સ માટે મડ બાથ થેરપી લેવી.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, મડ થેરપી માટે ખાસ પ્રકારની એકદમ ચોખ્ખી માટીનો ઉપયોગ કરવામાં આવે છે, આ માટી જમીનમાં ચારથી પાંચ ફૂટ નીચેથી કાઢવામાં આવે છે. મડ થેરપીમાં માટીની પટ્ટીઓ શરીર પર મૂકવામાં આવે છે અથવા તો માટીથી સ્નાન કરવાંમાં આવે છે.

ચેતાવણી: મડ થેરપી એક્સપર્ટની હાજરીમાં જ લેવી જોઈએ.