ડિપ્રેશન અને સ્ટ્રેસને લીધે લાઇફસ્ટાઈલમાં બદલાઈ ગઈ છે. ઘણીવાર લોકો તેમનો ખરાબ ભૂતકાળ ભૂલી શકતા નથી અને તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે. આ ડિપ્રેશન ક્યારેક તેમને આત્મહત્યા સુધી ખેંચી જાય છે. આ તકલીફ દરેક ઉંમરના લોકોમાં દેખાય છે. તેમની સારવાર માટે એક્સપ્રેસિવ આર્ટ થેરપી એકદમ બેસ્ટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતમાં રેપ વિક્ટિમ અને મેન્ટ્રલ ટ્રોમાની સારવાર પણ આર્ટ થેરપીથી કરવામાં આવી રહી છે.
દેશમાં 2.7% લોકો ડિપ્રેશનનો શિકાર
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ (NIMHANS)ના એક સર્વે પ્રમાણે, દેશમાં કુલ 2.7% લોકો કોઈને કોઈ કારણોસર ડિપ્રેશનનો શિકાર છે. 5.2% લોકો કોઈને કોઈ તકલીફથી પીડિત છે. 12 રાજ્યોમાં કરેલા સર્વે પ્રમાણે, ભારતમાં 15 કરોડ લોકો મેન્ટલ પ્રોબ્લેમથી પીડિત છે અને તેમને તાત્કાલિક ડૉક્ટરની જરૂર છે. 10 જરૂરિયાતમંદ લોકોમાંથી માત્ર 1ને જ ડૉક્ટરની સારવાર મળે છે.
આર્ટ થેરપીથી દિલની વાત કહેવી સરળ
જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશન કે પછી સ્ટ્રેસમાં હોય છે ત્યારે તે બોલવાની સ્થિતિમાં હોતો નથી. તે પોતાની વાત સારી રીતે કોઈને કહી શકતો નથી. તેની ભાવનાને આર્ટથી વ્યક્ત કરી શકાય છે. આ થેરપીમાં પેન્ટિંગ, સ્કેચિંગ, કોલાઝ મેકિંગ, કલરિંગ અને મૂર્તિ કલા સામેલ છે. મેન્ટલ ટ્રોમા સહન કરી રહેલા લોકોએ અને રેપ વિક્ટિમની સારવાર માટે આ ઈલાજ અસરકારક છે.
ક્રિએટિવ રીતે સારવાર
દિલ્હીની સાઇકિયાટ્રિસ્ટ આકૃતિ સિંહે કહ્યું, આર્ટના માધ્યમથી પોતાને વ્યક્ત કરવાની રીત વર્ષોથી ચાલી આવી છે, પરંતુ માનસિક રોગ માટે આર્ટ થેરપી વધારે અસરદાર છે. રિસર્ચમાં ખબર પડી કે, માનસિક સ્ટ્રેસ અનુભવતા લોકોને આર્ટ થેરપીથી આરામ મળે છે. આર્ટ થેરપી દરેક ઉંમરના લોકો માટે છે, તેનાથી પેશન્ટ 70થી 80% સ્વસ્થ થઈ જાય છે.
ફ્રી રાઇટિંગ થેરપીથી સારવાર
આર્ટ ઈન માઈન્ડ એકેડમી, જોધપુરના અર્થ થેરપિસ્ટ નકુલ સચદેવાએ કહ્યું, જે થઇ ગયું, તે તમે બદલી શકતા નથી, પરંતુ નોર્મલ લાઈફ જીવવા પ્રયત્નો તો કરી શકો છો. દરેક ઉંમરના લોકો માટે એક્સપ્રેસ આર્ટ થેરપી ફાયદાકારક છે. ફિઝિકલ ટ્રોમા, રેપ ઓટિઝ્મ અને ડિસેબિલિટીમાંથી પસાર થતા લોકોને ડાન્સ થેરપી આપવામાં આવે છે. આ ઉપરાંત બ્રેકઅપમાંથી પસાર થયેલા યુવાનોને ફ્રી રાઇટિંગ થેરપી આપવામાં આવે છે.
લગ્ન પછી રોજ મેરિટલ રેપની શિકાર થઈ
હૈદરાબાદની એક્સપ્રેસ આર્ટ થેરપિસ્ટ સુનૈના સિંહે કહ્યું, એક મહિલા અમારી પાસે આવી હતી, તેના બે સંતાન હતા. તે ખાઈ શકતી નહોતી કે કોઈ સાથે સરખી રીતે વાત કરી શકતી નથી. એક વર્ષ સુધી સતત અમારી સંસ્થામાં આવતી પણ તેની સાથે થયેલા અત્યાચાર વિશે કોઈને કહી શકતી નહોતી.
વધુમાં સુનૈનાએ કહ્યું, એક વર્ષ પછી ડાન્સ ક્લાસ દરમિયાન તે 4 કલાક સુધી ડાન્સ કરતી હતી. તે સમયે તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે થાકીને બેસી ગઈ અને પછી જણાવ્યું, મારા લગ્ન નાની ઉંમરે કરી દીધા હતા. લગ્ન પહેલાં ગરીબીને લીધે હું ખેતરમાં કામ કરવા જતી હતી. ઘણીવાર મારો રેપ થયો. હું આ વાત ડરને લીધે કોઈ કહેતી નથી. લગ્ન થયા ત્યારે ખુશી હતી કે તે નર્કની જિંદગીમાંથી આઝાદી મળશે, પણ સાસરે મારો પતિ પણ રોજ મારું રેપ કરતો હતો. આ કારણે હું મેન્ટલ ટ્રોમામાં જતી રહી. હાલ તેની સારવાર ચાલુ છે અને એક NGOમાં હેન્ડીક્રાફ્ટ બનાવવનું કામ કરીને બાળકોની દેખભાળ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.