જાદુ કી જપ્પી:દિવ્યાંગ બાળકોની સારવાર માટે ‘પ્લાન્ટ થેરપી’ અસરકારક, ગાર્ડનિંગથી ગમે તેટલો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે

નિશા સિંહા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમ્પ્યુટર રૂમમાં છોડ રાખવામાં આવે તો બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે

સ્ટડી જણાવે છે કે, વનસ્પતિ સાથે સમય પસાર કરવાથી સીધી અસર બોડી પર થાય છે. આ વિષય પર કરેલા સર્વેમાં ખબર પડી કે, ગાર્ડનિંગ કરવાથી ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે.

પ્લાન્ટ થેરપીનો આઈડિયા હિટ રહ્યો
હૉર્ટિકલ્ચર થેરપીની મદદથી દિવ્યાંગ બાળકોનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. કેરળ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી સાયન્સની પોરફેસર બીલા જોકેએ આ કામનો ઇનિશિએટિવ લીધો. આ ભારતમાં શરૂ કરેલો અનોખો પ્રયોગ છે. પ્રોફેસર બીલાએ કહ્યું કે, હૉર્ટિકલ્ચર થેરપીમાં વ્યક્તિ અને વનસ્પતિ વચ્ચેનું કનેક્શન પર ફોકસ કરવામાં આવ્યું. દિવ્યાંગ બાળકોની પ્રોબ્લેમ્સ સમજ્યા પછી વૃક્ષોની મદદથી સારવાર કરવામાં આવી. આ સ્પીચ થેરપી, ઈમોશનલ ડેવલપમેન્ટ અને કોગ્નેટિવ બિહેવિયરને સુધારવામાં મદદ કરે છે. ઓટિઝ્મથી પીડિત, અટેંશન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી સિન્ડ્રોમથી પીડિત બાળકોની સારવાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. વૃક્ષને ભેટીને સ્પોન્ઝથી પાણી આપી, વૃક્ષારોપણ કરીને આવી ઘણી સમસ્યાઓને સુધારી શકાય છે.

પ્લાન્ટ થેરપીનો રેગ્યુલર ડોઝ ડિપ્રેશન દૂર કરશે
ઇંગ્લેન્ડના ડૉક્ટરની સ્ટડી પ્રમાણે, વૃક્ષોની નજીક રહેવાથી મગજની બીમારીઓ દૂર થશે. ઉત્તર યુરોપમાં ગ્રીન કેર ફાર્મ્સ ખૂબ પોપ્યુલર છે. નોર્વે અને નેઘરલેન્ડ્સમાં આવા ફાર્મ્સની સંખ્યા ઘણી વધારે છે. તેનાથી લર્નિંગ ડિસેબિલિટી, મેન્ટલ હેલ્થના દર્દીઓને ફાયદો થયો છે. ઇંગ્લેન્ડની યુનિવર્સીટી એસેક્સે નેશનલ કેર ફાર્મ્સ નેટવર્કની સ્થાપના કરી હતી. આ હેઠળ 180 ફાર્મ્સ લગાવવામાં આવ્યા. આશરે 3 હજાર પેશન્ટ્સ એક વીક સુધી આવ્યા પછી 40 દર્દીઓ પર પોઝિટિવ અસર થઈ.

વનસ્પતિની સેવાથી મળશે મીઠા ફળ​​​​​​​
જાપાનની સ્ટડી પ્રમાણે, વૃક્ષોની સેવા કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. લોકો કારણ વગર ગુસ્સો નહીં કરે અને ડર ઓછો થઈ જશે. એટલું જ નહીં બ્લડ પ્રેશર અને હાર્ટબીટ્સ પણ કન્ટ્રોલમાં રહેશે. આ દેશમાં થયેલી બીજી સ્ટડી પ્રમાણેમ કોન્ક્રીટની દીવાલોમાં રહેવાને બદલે ગ્રીનરી જોવાથી ફિઝિયોલોજિકલ બેનિફિટ્સ થાય છે.

કેદીઓ પર પણ છોડનો જાદુ કામ કરે છે
​​​​​​​એન્વાયરમેન્ટલ સાઇકોલોજિસ્ટ રોઝર યુનિક માને છે કે, વનસ્પતિની નજીક રહેવા અને તેમને અનુભવ કરવાની પોઝિટિવ અસર દર્દીઓના મૂડ પર દેખાઈ. આ દર્દીઓ પ્લાન્ટ થેરપીને લીધે દવાઓથી દૂર રહ્યા. તેઓ જલ્દી રિકવર થઈને ઘરે પણ જઈ શક્યા. મિશિગનના કેદીઓ પર થયેલી સ્ટડીમાં ખુલાસો થયો કે, જેવા કેદીઓને સેલમાંથી ગામ દેખાતું હતું તેમને મેડિકલ સર્વિસની ઓછી જરૂર પડી.

વર્કપ્લેસ પર ગ્રીનરી રાખો​​​​​​​
અન્ય એક સ્ટડીએ દાવો કર્યો છે કે, કમ્પ્યુટર રૂમમાં છોડ રાખવામાં આવે તો બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. કામ કરનારી વ્યક્તિનું પર્ફોમન્સ પણ સારું થાય છે. ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાથી રૂમની અંદર હવામાં હાજર ઝેરીલા તત્ત્વો પણ નાશ પામે છે. ડ્રેસીના જેવા પ્લાન્ટ્સ સારા એર ફિલ્ટરનું કામ કરે છે.