હેલ્થ ટિપ્સ:મહિલાઓની 5 બીમારીનો ઈલાજ આયુર્વેદથી કરો, સ્થૂળતા, પિરિયડ્સ અને વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા દૂર થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઈફસ્ટાઈલને કારણે નાની ઉંમરની છોકરીઓમાં માસિકની સમસ્યા અને પરીણિત મહિલાઓમાં સેક્સની સમસ્યાઓ થાય છે. આજે મહિલાઓની જિંદગી સાથે જોડાયેલી પાંચ સમસ્યાનો આયુર્વેદિકથી કેવી રીતે ઉપચાર કરી શકાય તે વિશે જણાવીશું.

ઘણી વાર મહિલાઓમાં શારીરિક સંબંધમાં આવતી સમસ્યાઓ પરેશાનીનું કારણ બની જાય છે. જેના કારણે ક્યારેક-કયારેક ફેમિલી પ્લાનિંગમાં પણ તકલીફ પડે છે. જો મહિલાઓને લાગે છે કે તેના પતિને કારણે ગર્ભધારણ કરવામાં સમસ્યા થઇ રહી છે તો પાર્ટનરના જમવામાં ગુંદરનો ઉપયોગ કરી શકે છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક તકલીફો શરૂ થઇ જાય છે ત્યારે શારીરિક સંબંધ દરમિયાન તકલીફ થાય છે. રાત્રે ત્રણથી ચાર ચમચી ગુંદરને એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે સાકર સાથે લેવાથી ફાયદો થાય છે. ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવેલું ગુલકંદ ખાવાથી સ્ત્રી અને પુરૂષની પ્રજનન ક્ષમતામાં પણ સુધારો થાય છે.

નવી બંનેની માતાને બ્રેસ્ટફીડિંગની સમસ્યા હોય છે. બાળકના યોગ્ય વિકાસ માટે દૂધ જરૂરી છે, પરંતુ માતાના શરીરમાં દૂધનું ઓછું બનવું અથવા દૂધની ઉણપ હોવાને કારણે બાળકના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. દૂધની અછતને કારણે ઘણી વખત બાળકને દૂધના પાવડરમાંથી બનાવેલું દૂધ આપવું પડે છે, જેના કારણે ચેપની સમસ્યા થાય છે. ખોરાકમાં ડ્રમસ્ટિક એટલે કે સરગવાના પાન, કાળીજીરી, શતાવરીનો પાવડર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્તનપાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

મહિલાઓના સ્વાસ્થ્ય અને સુંદરતાનો સૌથી મોટો દુશ્મન સ્થૂળતા છે. સ્થૂળતા તેમની શારીરિક સુંદરતામાં ગ્રહણ લગાવે છે. આ સાથે જ સ્થૂળતા સાથે જોડાયેલી બીજી બીમારી PCOD, ગર્ભાવસ્થા, સ્તન કેન્સર જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. કેટલાક ખૂબ જ સરળ આયુર્વેદિક ઉપાયો સ્થૂળતા દૂર કરવામાં મદદ કરશે. દોઢ લિટર પાણીમાં 2 ચમચી ધાણા, જીરું અને અજમાના દોઢ લીટર પાણીમાં ઉકાળો. સામાન્ય તાપમાન પર આવ્યા પછી તેને હૂંફાળું પીવો.

18 થી 35 વર્ષની વયની સ્ત્રીઓમાં વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા થાય છે. ઓવ્યુલેશન કે બ્રેસ્ટ ફીડિંગના દિવસોમાં અથવા તો સેક્સની ઉત્તેજના અનુભવતી વખતે વ્હાઇટ ડિસ્ચાર્જ વધુ જોવા મળે છે, પરંતુ જ્યારે તે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા વધુ હોય અથવા કોઈ પ્રકારનો ફેરફાર હોય તો સાવધાન થઈ જવું જોઈએ. આ તકલીફ બેક્ટેરિયલ અથવા ફંગલ ઈન્ફેક્શનને કારણે હોઈ શકે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે તે સફેદ, રાખોડી અને પીળો રંગ દેખાવા લાગે છે. ફૂગ અથવા યીસ્ટના ઇન્ફેક્શનમાં તેનો રંગ સફેદ હોય છે, તે ચીકણું અને જાડું હોય છે. બાળકના જન્મ પછી ગુલાબી રંગનો સ્રાવ હોય છે જ્યારે ટ્રાઇકોમોનાસ વજાઇનલિસમાં દુર્ગંધ સાથે લીલો-પીળો સ્રાવ થાય છે.

પિરિયડ્સ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ મહિલાઓના જીવનનો એક ભાગ છે. ઓછું, વધુ કે અનિયમિત પીરિયડ્સ આવવું ક્યારેક સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બની જાય છે. કેટલીક આયુર્વેદિક ટિપ્સ અપનાવીને આવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ ઉપાયો અપનાવતા પહેલા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.