તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Traffic Noise Also Increases The Risk Of Heart Attack, The Risk Of Heart Attack And Stroke Increases By 35% When Noise Increases By 5 Decibels

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું રિસર્ચ:ટ્રાફિકનો ઘોંઘાટ હૃદય માટે જોખમી, ઘોંઘાટનું લેવલ 5 ડેસિબલ પણ વધે તો હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ 35% વધી જાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્ટડી યુરોપિયન હાર્ટ જર્નલમાં પબ્લિશ થઈ છે
  • 5 વર્ષ સુધી 500 લોકો પર સ્ટડી થઈ

ધ્વનિ પ્રદૂષણથી હૃદયનું સ્વાસ્થ્ય બગડે છે. વધારે ઘોંઘાટ હૃદય માટે તકલીફો વધારે છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, વધારે સમય સુધી ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે રહેવાથી હ્રદય રોગનું જોખમ વધી જાય છે.

500 લોકો પર 5 વર્ષ સુધી સ્ટડી થઈ
ટ્રાફિક અને પ્લેનથી થતા ઘોંઘાટની અસર જાણવા માટે રસ્તા અને એરપોર્ટના કિનારે રહેતા લોકો પર 5 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં ટોટલ 500 લોકો સામેલ હતા. સંશોધકોએ સ્ટડી પછી તારવ્યું કે, એવરેજ 24 કલાકમાં લેવલ 5 ડેસિબલ વધે તો પણ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ 35% વધી જાય છે.

વધારે ઘોંઘાટમાં રહેવાથી ધમનીઓમાં સોજા આવી જાય છે
વધારે ઘોંઘાટમાં રહેવાથી ધમનીઓમાં સોજા આવી જાય છે

આવું શા કારણે થાય છે, તે સમજીએ
રિસર્ચમાં સામેલ લોકો પર ઘોંઘાટની અસર જાણવા માટે તેમના બ્રેનનું સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટમાં ખબર પડી કે, ઘોંઘાટ વધવાથી તેમના બ્રેનમાં સ્ટ્રેસ, ડર અને ગભરામણને કંટ્રોલ કરવા જે ભાગ જવાબદાર હોય છે તેની પર અસર થાય છે.

જ્યારે સ્ટ્રેસ અને ગભરામણ વધે છે તો શરીર તેનાથી લડવા માટે એડ્રિનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. સ્ટ્રેસ અને ગભરામણની સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે, પાચન ક્ષમતા ઓછી થાય છે. શરીરમાં ફેટ અને સુગરનું સર્ક્યુલેશન ઝડપી બને છે. તેની સીધી અસર હાર્ટ પર પડે છે.

નવા રિસર્ચ પ્રમાણે, વધારે ઘોંઘાટમાં રહેવાથી ધમનીઓમાં સોજા આવી જાય છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે. ધ્વનિ પ્રદૂષણની અસર ઊંઘ પર પણ પડે છે. રાતે પ્લેનના ઘોંઘાટને લીધે મેટાબોલિઝમ પર ખરાબ અસર થાય છે.

ધ્વનિનું સ્તર કેટલું હોવું જોઈએ?
ધ્વનિ એટલે કે સાઉન્ડને ડેસિબલમાં માપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનાં જણાવ્યા પ્રમાણે, 55 ડેસિબલથી વધારે સાઉન્ડ ઘોંઘાટ પેદા કરે છે અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કાર અને ટ્રકનો આશરે 70થી 90 ડેસિબલ ઘોંઘાટ હોય છે. સાયરન અને પ્લેનથી 120 ડેસિબલ કે તેનાથી વધારે ધ્વનિ પ્રદૂષણ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો