• Home
  • Lifestyle
  • Health
  • Tomatoes reduce risk of prostate cancer by 20% in men, saving DNA protection with cell deformation

રિસર્ચ / ટામેટાં પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 20% ઓછું કરે છે, DNA પ્રોટેક્ટ કરવાની સાથે સેલ ડેમેજ થતા બચાવે છે

Tomatoes reduce risk of prostate cancer by 20% in men, saving DNA protection with cell deformation

Divyabhaskar.com

Jul 11, 2019, 12:08 PM IST

હેલ્થ ડેસ્કઃ પુરુષોને થતાં કેન્સરમાં પ્રોસ્ટેટ કેન્સર મુખ્ય છે. પુરુષોમાં રહેલા અખરોટ આકારની ગ્રંથિ શુક્રાણુઓ સંબંધિત પ્રવાહી પદાર્થ પેદા કરે છે. પ્રોસ્ટેટ કેન્સરનું સ્ટેજ વધારે હોય અથવા આ કેન્સરથી પીડિતા દર્દીની પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે સારવાર દરમિયાન ઘણીવાર આ ગ્રંથિ કાઢી નાખવી પડે છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ટામેટાંના સેવનથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું કરી શકાય છે.


બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સોશિયલ એન્ડ કમ્યુનિટી મેડિસિને આશરે 20 હજાર પુરુષોની લાઇફસ્ટાઇલ પર પ્રોસ્ટેટ કેન્સર સંબંધિત અભ્યાસ કર્યો. મેડિકલ જર્નલ કેન્સર એપિડેમોલોજી, બાયોમેકર્સન એન્ડ પ્રિવેન્શનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, જે પુરુષ દર અઠવાડિયે એક નિયમિત સંખ્યામાં ટામેટાંનું સેવન કરે તો પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 20% ઓછું થઈ જાય છે.


અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે પુરુષોએ કાચાં, પાકાં અથવા જૂસ તરીકે ટામેટાં ખાધાં હોય તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ એ લોકોની સરખામણીએ ઓછું જોવા મળ્યું, જેનાં ડાયટમાં ટામેટાંનો સમાવેશ નહોતો.


સંશોધકોના જણાવ્યા અનુસાર, ટામેટાંમાં કેન્સર સામે લડનાર લાઇકોપિન તત્ત્વ જોવા મળે છે, જે DNA પ્રોટેક્ટ કરવાની સાથે જ સેલ ડેમેજ થતા બચાવે છે. તેથી દરરોજ નિયમિત પ્રમાણમાં ટામેટાં ખાવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવી શકાય છે.

X
Tomatoes reduce risk of prostate cancer by 20% in men, saving DNA protection with cell deformation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી