ટોમેટો ફીવર:બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ટોમેટો ફલૂ, આ રહ્યા લક્ષણો અને બચવાના ઉપાયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ વધુ એક બીમારીએ ભરડો લીધો છે. કેરળ- બેંગ્લોરમાં દુર્લભ વાઇરલ બીમારી ટોમેટો ફીવરના કેસ વધી રહ્યા છે. ટોમેટો ફીવરને ટોમેટો ફલૂ પણ કહેવાય છે. આ બીમારી પાંચ વર્ષ કે તેની નાની ઉંમરનાં બાળકોમાં જોવા મળી રહી છે. આ બીમારીમાં બાળકોમાં શરીર પર લાલ ટમેટાં જેવાં નિશાન થઇ જાય છે. પીડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજિસ્ટ ડો. મેજર સુધાંશુ તિવારી, ટોમેટો ફીવર બીમારીનાં લક્ષણો અને કેવી રીતે બચી શકાય તે વિશે માહિતી આપી છે.

ટોમેટો ફીવર એક વાઇરલ ફીવર છે. ટોમેટો ફીવર એટલે કહેવામાં આવે છે, જેમાં વાઇરલ ફીવરની સાથે-સાથે હાથ અને પગમાં લાલ ચકામાં થઇ જાય છે. આ બીમારીનાં લક્ષણો વિશે વાત કરવામાં આવે તો, ડિહાઇડ્રેશન, સાંધામાં દુખાવો, થાક, ઊલ્ટી થવી, નાકમાંથી પાણી નીકળવું એ આ રોગનાં લક્ષણો છે.

ટોમેટો ફીવર ચેપી રોગ છે અને તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
ટોમેટો ફીવર ચેપી રોગ છે અને તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

ટોમેટો ફીવરથી ચેપ ફેલાય છે
આ રોગમાં તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ઘરમાં કોઈને ટોમેટો ફીવર થાય, તો ઘરનાં બીજાં બાળકોને દર્દીઓથી દૂર રાખવા જોઈએ. ખાવા-પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બેદરકારીને કારણે મૃત્યુ પણ થઇ શકે છે.

ક્યાં કારણે ફેલાઈ રહ્યો છે રોગ, તે જાણી શકાયું નથી
આ રોગ ક્યાં કારણે ફેલાય રહ્યો છે તે જાણી શકાયું નથી. પરંતુ ટોમેટો ફીવરનાં લક્ષણો વિશે ખબર પડી છે. તેથી આ બીમારીના લક્ષણો જોવા મળે તો બાળકોને લઈને તુરંત જ ડોક્ટર પાસે જાઓ.

ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવી બીમારી છે
ટોમેટો ફીવરમાં પણ ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવાં જ લક્ષણો જેવા કે, ખૂબ તાવ, આંચકી, સાંધામાં દુખાવો, વહેતું નાક, માથું ભારે જોવા મળે છે. 2007માં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની વધુ અસર જોવા મળી હતી.

આ છે બીમારીનાં લક્ષણો
આ છે બીમારીનાં લક્ષણો

આ છે લક્ષણો

  • ખૂબ તાવ આવે છે, શરીર ગરમ થવા લાગે છે.
  • ચહેરા પર લાલ ફોલ્લીઓ અથવા ચામઠાઓ દેખાય છે.
  • આ ફોલ્લીઓ સમારેલા ટામેટાં જેટલી મોટી જોવા મળે છે.
  • તાવ સાથે લાલ ફોલ્લીઓ પણ બહાર આવે છે.
  • શરીરમાં તીવ્ર દુખાવો અને ખેંચાણ શરૂ થાય છે.
  • સાંધામાં સોજો આવી જાય છે.
  • શરીરમાં પાણીની ઉણપને કારણે સાંધાઓમાં સોજો આવવા લાગે છે. ડીહાઇડ્રેશનને કારણે મોઢું સુકાઈ જાય છે. મોઢાની અંદર બળતરા થાય છે. હાથ, કમર અને ઘૂંટણનો રંગ બદલાવા લાગે છે.

કેવી રીતે કરી શકાય છે ઈલાજ?
ઘણા દર્દીઓને ગૂમડાંમાં પણ પરુ આવે છે અને જો સ્થિતિ ગંભીર હોય તો તેમાં કીડા પણ પણ થઇ શકે છે. ટોમેટો ફીવરના દર્દીઓએ પુષ્કળ પાણી પીવું જોઈએ. હૂંફાળા પાણીથી સ્નાન કરવું અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.દર્દીને તેના શરીર કે ચહેરા પર ખંજવાળ ન આવે તેનું ધ્યાન રાખો.