માતાની હૂંફ એટલે બાળકોનું સુરક્ષા કવચ:માતાનું દૂધ બાળકોને ઠંડીથી બચાવશે, શિયાળામાં બાળકો માટે આ હીટર અને એર પ્યોરિફાયર વાપરવું

નિશા સિંહા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ડાયરેક્ટ વુલન ડ્રેસ ના પહેરાવવા જોઈએ
  • સ્વેટર પહેરાવા કરતાં બે-ત્રણ નોર્મલ ડ્રેસ પહેરાવો

ધીમે-ધીમે ઠંડી વધવા લાગી છે અને નાના બાળકો માટે માતાની ચિંતા પણ. આવનારા સમયમાં હજુ ઠંડી વધી શકે છે. તેવામાં નવજાત બાળકોનું રક્ષણ જરૂરી છે.

ઠંડીના દિવસોમાં નવજાત શિશુનું નાક બ્લોક થઈ જાય છે. ઠંડીને લીધે નાકની અંદર મ્યૂકોસા ડ્રાય થઈ જાય છે અને તેને લીધે વારંવાર નાક બ્લોક થઈ જાય છે. બાળક છીંક ખાય છે અને શ્વાસ લેતી વખતે પણ અવાજ આવે છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. ફેફસાંમાં ઈંફ્કેશનની શક્યતા પણ વધી જાય છે.

ઠંડીની સીઝનથી માતાને બીક લાગે છે?
નવજાત બાળકોમાં તીવ્ર ઠંડીની ખરાબ અસર થાય છે. મોટા લોકોના શરીરમાં ફેટ હોવાને લીધે તાપમાનની વધારે અસર થતી નથી, પરંતુ ન્યૂ બોર્ન બેબીમાં આવું થતું નથી. તેમની બોડીમાં ઘણી ઓછી માત્રામાં ફેટ હોય છે. આ જ કારણે શરીરનું તાપમાન બહારના તાપમાનને અનુકૂળ રહેતું નથી અને તેનાથી ઠંડી લાગવાની શક્યતા વધી જાય છે. ઠંડીની અસર બાળકોના ગ્રોથ પર પણ પડે છે. તેમનું વજન ઓછું વધતું નથી અને બોડીનું શુગર લેવલ પણ ઓછું થઈ જાય છે.

બાળકોને કાતિલ ઠંડીથી કેવી રીતે બચાવશો?
નવી દિલ્હી સ્થિત રોઝવૉક હેલ્થકેરના નિયોનેટોલોજી કન્સલ્ટન્ટ ડૉ. સુવર્ણાએ કહ્યું કે, શિયાળામાં બાળકોને ઘરનું બહાર ના લઇ જવા. ઘરના દરવાજા અને અબરીઓ બંધ રાખવી. નવજાતને ઠંડીથી બચાવવાનો ઉપાય છે કે શિશુ માતાનાં સંપર્કમાં રહે. તેનાથી બાળક ઠંડુ નહીં પડે અને તેનું શરીર ગરમ જ રહેશે. બાળકના શરીરને ગરમ રાખવા માટે બ્રેસ્ટ મિલ્ક પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બહારથી દૂધ ના આપવું જોઈએ. બાળકને મોટી સાઈઝના સ્વેટર પહેરાવા કરતાં સારું રહેશે કે તેને બે-ત્રણ નોર્મલ ડ્રેસ પહેરાવો. બાળકોને ડાયરેક્ટ વુલન ડ્રેસ ના પહેરાવો. માથા પર ટોપી અને હાથ-પગમાં મોજા પહેરાવો.

કયું હીટર અને એર પ્યોરિફાયર વાપરવું?
નવજાત શિશુના રૂમમાં હ્યુમિડિટી ફાયર હીટરનો ઉપયોગ કરવો જોઈએ. જે રૂમમાં ઓક્સિજન લવલ ઓછું કરે તેવા હીટરનો ઉપયોગ ના કરવો જોઈએ. સૌથી બેસ્ટ છે ઓઇલ ફિલ્ડ હીટર. ઓઝોન જનરેટર અને આયોનાઇઝ્ડ હીટર બાળકોને નુકસાન પહોંચાડે છે. તે રૂમમાં ભેજ શોષી લે છે. ઓક્સિજનનું લેયર ઓછું થાય તો તે બાળક માટે નુકસાનકારક છે. હાલના ટાઈમમાં બાળકને એર પોલ્યુશનની બચાવવા માટે એર પ્યોરિફાયરનો ઉપયોગ કરી શકાય છે. ટ્રો હેપા ફિલ્ટરનું એર પ્યોરિફાયર સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ ઉપરાંત એક્ટિવેટર કાર્બન ફિલ્ટરવાળા એર પ્યોરિફાયરનો ઉપયોગ પણ કરી શકાય છે.

માતા માટે આટલી વાત ખૂબ જરૂરી
માતાએ પ્રોટીનથી ભરપૂર ભોજન કરવું જોઈએ અને પૂરતી માત્રામાં પાણી પીવું. તેનાથી બ્રેસ્ટ ફીડમાં કોઈ તકલીફ થતી નથી. બાળક ભૂખ્યું પણ નહીં રહે. માતાએ પોતાનું શરીર ગરમ રાખવું. ગુરુગ્રામમાં ક્લાઉડનાઈન હોસ્પિટલની સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. રિતુ સેઠીએ કહ્યું, માતાએ હંમેશાં બાળકનું શરીર ચેક કરતા રહેવું જોઈએ. બાળકનું શરીર ઠંડું ના હોવું જોઈએ. જો બાળક એકદમ શાંત પડી ગયું હોય તો માતાએ તરત જ અલર્ટ થઈ જવું. બાળક દૂધ પીવાનું ઓછું કરી દે તો પણ સાવચેત રહેવું. ઠંડીમાં માતા સૂતા-સૂતા બાળકોને ફીડ કરાવે છે પણ તેનાથી શિશુને નુકસાન થાય છે. ઘણીવાર ઇમર્જન્સી આવે છે, જ્યારે સૂતા-સૂતા બાળકને ડોડોહ પીવડાવવાથી તે ફૂડ પાઇપની જગ્યાએ વિન્ડ પાઇપમાં જતું રહે છે.

આટલી વાતોનું ધ્યાન રાખો

  • ​​​​​​​ઠંડીમાં તેલ લગાડવાથી સ્કિન પર લેયર બની જાય છે. તેનાથી શરીરની ગરમી બહાર નીકળતી નથી, શરીર ગરમ રહે છે, પરંતુ બાળકને ઘસી-ઘસીને માલિશ ના કરવી. તેનાથી બાળકોના કૂમળા હાડકાને ઇજા પહોંચે છે. હળવા હાથે તેલ લગાવવું.
  • ફેનવાળું હીટર અને ઇન્ફ્રારેડ હીટર ના વાપરવું
  • બાળકના બેડથી હીટર દૂર રાખવું.