તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • To Keep The Heart, Mind And Metabolism Healthy In Growing Age, It Is Necessary To Walk 4 Days A Week For 15 Minutes After Cardio Or Dinner.

એક્સર્સાઈઝ કરો સ્વસ્થ રહો:વધતી ઉંમરે હૃદય, મગજ અને પાચન શક્તિ સ્ટ્રોન્ગ કરવા આ એક્સર્સાઈઝ કરો, હાડકાં મજબૂત થવાની સાથે ઘણા ફાયદા મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

45 વર્ષની ઉંમર પછી આપણાં શરીરમાં ઘણા બધા પરિવર્તનની શરૂઆત થાય છે. સૌથી વધારે અસર ચામડી, સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતા પર પડે છે. આ ઉંમર પછી વાળ પાતળા બનવા, દાંત ખરાબ થવાં, હાડકાં નબળાં પડવાં, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપ, હૃદય નબળું પડવું અને મેટાબોલિઝ્મ ધીમું પડવું જેવી સમસ્યા વધવા લાગે છે. મહિલાઓમાં તેને મેનોપોઝ કહેવામાં આવે છે.

શરીરમાં થનારા આ નેગેટિવ ફેરફારોને પૌષ્ટિક ડાયટ અને એક્સર્સાઈઝની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. અમદાવાદના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. મિલિંદ પ્રકાશકર પાસેથી જાણો આ ઉંમરે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

45 વર્ષની ઉંમર બાદ 4 મોટા ફેરફાર અને તેનાથી બચવાની રીત
કદ: લંબાઈ 1થી 3 ઈંચ સુધી ઓછી થઈ જાય છે
45 વર્ષની ઉંમર પછી કોશિકાઓ ઝડપથી નબળી પડવા લાગે છે. હાડકાંની ઘનતા ઘટવા લાગે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થવા લાગે છે. આ ઉંમરે લંબાઈ દર વર્ષે આશરે 1 સેન્ટિમીટર ઓછી થતી જાય છે.

શું કરવું: અઠવાડિયાંમાં 4 દિવસ 30 મિનિટ વેટ એક્સર્સાઈઝ કરો
વેટ, રઝિસ્ટન્સ એક્સર્સાઈઝ હાડકાં માટે બેસ્ટ છે. તે ગ્રેવિટી વિરુદ્ધ કામ કરવા માટે મજબૂર કરે છે અને હાડકાં મજબૂત કરે છે.

હૃદય: 400ml સુધી બ્લડ પમ્પ થાય છે
ધબકારાં 60 બીટ પ્રતિ મિનિટથી ઓછા થાય છે. દરેક દાયકા પછી લોહી પમ્પ કરવાની ક્ષમતા 5થી 10% ઓછી થઈ જાય છે. 25ની ઉંમરમાં હૃદય 2.4 લિટર બ્લડ પમ્પ કરે છે જ્યારે 45ની ઉંમરમાં આ સંખ્યા ઘટી 2 લિટરની થઈ જાય છે.

શું કરવું: મેક્સિમમ હાર્ટ રેટના80% રેટ સાથે 30 મિનિટ કાર્ડિયો
220માંથી તમારી હાલની ઉંમર બાદ કરતાં મેક્સિમમ હાર્ટ રેટ જાણી શકાય છે. આ આંકડાના 80% હાર્ટ રેટ સાથે 4 દિવસ 30 મિનિટ કાર્ડિયો કરો.

મેટાબોલિઝ્મ: શરીરની ક્રિયા પ્રભાવિત થાય છે
આરામ કરવાની અવસ્થામાં બર્ન થતી કેલરીને RMR (રેસ્ટ મેટાબોલિક રેટ) કહેવાય છે. કાર્ય કરતાં સમયે બર્ન થતી કેલરને Net કેલરી કહેવાય છે. વધતી ઉંમરે આ ક્રિયાઓ દરમિયાન બર્ન થતી કેલરીમાં 30%નો ઘટાડો આવે છે.

શું કરવું: ડિનર કર્યા પછી 15 મિનિટ વૉક કરો
તમે ભલે વધારે એક્સર્સાઈઝ કરી પરસેવો ન પાડતાં હો પરંતુ ડિનર કર્યા પછી 15 મિનિટ વૉક જરૂર કરવું જોઈએ. તેનાથી મેટાબોલિઝ્મ સુધરે છે.

મગજ: વજન 5% સુધી ઘટવા લાગે છે
40 વર્ષની ઉંમર પછી મગજનું વજન દર દાયકામાં આશરે 5% સુધી ઘટવા લાગે છે. ન્યુરોન્સ વચ્ચેનું કનેક્શન ઘટે છે. બ્લડ ફ્લો ઓછો થાય છે. નવા નામ યાદ કરવામાં તકલીફ પડે છે.

શું કરવું: પાંચેય ઈન્દ્રિયોનો ઉપયોગ કરો
સારી યાદશક્તિ માટે આંખ, નાક, કાન, જીભ અને ચામડીનો ઉપયોગ કરવો જોઈએ. તે આપણી ભાવના સાથે જોડાયેલી હોય છે.

અન્ય સમાચારો પણ છે...