કોરોનાએ ન માત્ર શારીરિક રીતે, પરંતુ માનસિક અને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડ્યું છે. ILO (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન) અને ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક)નો રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં કોરોના આવ્યા બાદ 41 લાખ યુવાને નોકરી ગુમાવી દીધી છે તેમજ CMIE (સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી)ના જણાવ્યા પ્રમાણે, લગભગ 12.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. આ આંકડા માત્ર ઓગસ્ટ સુધીના છે. એનાથી તમે સમજી શકો છો કે બેરોજગારીની પરિસ્થિતિ શું છે.
વાત થઈ નોકરી ગુમાવવાની, હવે વાત કરીએ નોકરી મેળવવાની. અત્યારે કરોડો લોકો નવી નોકરીની શોધમાં છે, પરંતુ નવી નોકરી ક્યાં મળશે? કોને મળશે? એ કોઈને નથી ખબર.
રિપોર્ટ શું કહે છે?
વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો રિપોર્ટ દર્શાવે છે કે કોરોનાએ ભાવિ નોકરીઓ પણ વિકસાવી છે. Future of Jobs Report 2020ના અનુસાર, નવી નોકરી એવી જગ્યાઓ પર મળશે, જ્યાં નવા પ્રકારની સ્કિલ્સ અને વર્કર્સને પ્રોટેક્શનની જરૂર હશે. આગામી પાંચ વર્ષમાં દુનિયામાં લગભગ 9.7 કરોડ નવી નોકરીઓ મળશે, પરંતુ લગભગ 8.5 કરોડ લોકોની નોકરીઓ જશે.
જાણીએ કે ભવિષ્યની નોકરીઓ માટે કઈ સ્કિલ્સની જરૂરી પડશે અને 5 મહત્ત્વની વાત કઈ છે-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.