ઘણા લોકો હોય છે જે સવાર-સવારમાં બ્રશ કરવાનું ભૂલી જાય છે. જેના કારણે આખો દિવસ કંઈક અલગ-અલગ જ લાગે છે, તો ઘણીવાર બ્રશ ન કરવાને કારણે મોઢામાંથી દુર્ગંધની પણ સમસ્યા થાય છે. દાંતના ડોક્ટર કવિતા દાસ કહે છે કે, જો તમે સ્વસ્થ રહેવા માગતા હોય તો ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું પણ બેહદ જરૂરી છે. જેમાં પણ ખાસ કરીને દાંતનું ધ્યાન રાખવાથી ગંભીર બીમારીઓ થવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે. આ સાથે જ દાંત અને પેઢા પણ મજબૂત થાય છે. આપણી આજુબાજુ અથવા તો આપણે જ 'ઓરલ હેલ્થ' ને પ્રાધાન્ય નથી આપતા.
એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 10 પૈકી એક વ્યક્તિને જ બ્રશ કરવાની સાચી રીત ખબર હતી. બ્રિટનમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 2000 લોકો પૈકી અડધાથી વધુ લોકોને બ્રશની સાચી રીત ખબર ન હતી.
જો બરાબર બ્રશ કરવામાં ન આવે તો ગંભીર બીમારીનું રહે છે જોખમ
ઘણા લોકો ગણતરીની સેકન્ડમાં બ્રશ કરી લેતા હોય છે. તે સમય જતા ગંભીર બીમારીનું રૂપ લે છે. જે લોકો બરાબર બ્રશ નથી કરતા તે લોકોને ડિમેંશિયા થવાની શક્યતા રહે છે. બ્રશ ન કરવાને કારણે દાંતમાં સડો અને દાંત ખરાબ પણ થઇ શકે છે. ડિમેંશિયાની બીમારીને કારણે મગજમાં સોજો અને દાંતમાં ઇન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે. દાંત ન સડે તે માટે દરરોજ એક વાર તો બ્રશ અચૂક કરો.
જો તમે ઓરલ હેલ્થનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખતા તો હાર્ટની બીમારી અથવા ડાયાબિટીસની બીમારી થઇ શકે છે. આપણા પૈકી ઘણા ઓછા લોકોને ખબર હશે કે હાર્ટ હેલ્થ અને ઓરલ હેલ્થ એકબીજાના પૂરક છે. જે લોકોને દાંત અને પેઢાના રોગો હોય છે તેમ હાર્ટ એટેકની થવાનું જોખમ વધારે હોય છે. આ રોગથી બચવા માટે તમારે તમારા દાંતનું ચેકઅપ કરાવું જોઈએ. આ સિવાય જો પેઢામાં ક્રેમ્પિંગ, દુખાવા જેવી સમસ્યા હોય તો જેમ બને તેમ જલ્દી જ હાર્ટનું ચેકઅપ કરાવો.
બ્રશ કરવાની આ છે સાચી રીત
ઘણા લોકો એવું માનતા હોય છે કે, બ્રશ કરવાનો અર્થ એ છે કે જમવાનું જે દાંત પર ચોટેલું હોય છે, તેને દૂર કરવા અને તાજગી માત્ર કરે છે. પરંતુ જો તમે પણ આવું વિચારતા હોય તો ખોટું છે. દાંતમાંથી બેક્ટેરિયા દૂર કરવા વધુ જરૂરી છે. દિવસમાં બે વાર બ્રશ કરવા માટે ઓછામાં ઓછી બે મિનિટનો સમય કાઢો. અભ્યાસ મુજબ માત્ર 25 ટકા લોકો જ યોગ્ય અને પદ્ધતિસર લાંબા સમય સુધી દાંત સાફ કરે છે.
બ્રશ કરો છો તો ફક્ત દાંત જ નહીં પરંતુ પેઢા પણ સાફ કરો. જો બરાબર પેઢા સાફ કરવામાં આવે તો મોઢામાં બેક્ટેરિયાની સમસ્યા નથી થતી. ડો.કવિતાના જણાવ્યા અનુસાર, કેટલાક બેક્ટેરિયા માત્ર પાણીથી દૂર થતા નથી. તેને ખરેખર મેન્યુઅલી સાફ કરવાની જરૂર છે, તેથી યોગ્ય રીતે બ્રશ કરવું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બ્રશ બદલવાની અને રાખવાની સાચી રીત
યાદ રાખો કે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 1 મહિના પછી તેમનું બ્રશ બદલી દેવું જોઈએ. આ સિવાય ભીના બ્રશને જેમાં રાખો તેમાં પણ બેક્ટેરિયા એકઠા થવા લાગે. બ્રશ અને બ્રશ હોલ્ડરને અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં નાખી અને થોડો સમય રહેવાદેવું જોઈએ. જેથી તેમાં બેક્ટેરિયા એકઠા ન થાય. આ સિવાય બ્રશ હોલ્ડરને એવી જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો જ્યાં સૂર્યપ્રકાશ આવે.
આયુર્વેદિક વસ્તુઓથી બ્રશ કરવાના ફાયદા પૌરાણિક સમયથી દાંત સાફ કરવા માટે લીમડો, શીશમ, કેરી અને પીપળાની ડાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની કડવાશ માત્ર મોઢાની ગંધ જ દૂર નથી કરતી, પરંતુ દાંત અને પેઢાને પણ મજબૂત બનાવે છે. કડવી ઓષધિઓ મોંમાંથી બેક્ટેરિયાને બહાર કાઢે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.