• Home
  • Lifestyle
  • Health
  • To avoid corona, rinse with warm water morning and evening, take chewanprash and get 7 hours of sleep: Ministry of AYUSH

Q&A / કોરોનાથી બચવા માટે સવાર-સાંજ ગરમ પાણીથી કોગળા કરો, ચ્યવનપ્રાશનું સેવન કરો અને 7 કલાકની ઊંઘ લેવીઃ આયુષ મંત્રાલય

To avoid corona, rinse with warm water morning and evening, take chewanprash and get 7 hours of sleep: Ministry of AYUSH
X
To avoid corona, rinse with warm water morning and evening, take chewanprash and get 7 hours of sleep: Ministry of AYUSH

  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શરીરને આરામ મળે તે માટે ઓછામાં ઓછી 6-7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે
  • નાળિયેર અથવા તલનું તેલ અથવા દેશી ઘીના ટીપાં ચાર થી પાંચ વખત નાકમાં નાખવા

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 06:35 PM IST

આયુષ મંત્રાલયના સલાહાકાર ડો. મનોજ નેસારીના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી જરૂરી છે પરંતુ તે કોઈ દવા અથવા ખાદ્ય વસ્તુથી નથી વધતી. તેના માટે તમારે રૂટિનમાં સુધારો કરવો પડશે અને ખાવા-પીવાનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણો કોરોના સાથે જોડાયેલા સવાલ અને ડો. મનોજ નેસારીના જવાબ જે તેમણે આકાશવાણીને આપ્યા છે...

1) કોવિડ-19માં દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી રહી છે, તે કેવી રીતે જોવામાં આવે છે?
વાઈરસથી જેટલા લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 38.79 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. ક્યાંકને ક્યાંક ઈમ્યુનિટીના કારણે સંક્રમિતોને સાજા થવામાં મદદ મળી રહી છે. તો બીજી તરફ આયુષ મંત્રાલયે પણ અલગ અલગ રાજ્યોમાં કેટલાક પ્રયાસ કર્યા છે, તેથી તેનો પણ ફાયદો થઈ રહ્યો છે. 

2) ઈમ્યુનિટી માટે સૌથી જરૂરી વસ્તુ શું છે?
તે કોઈ દવા અથવા કોઈ પણ ખાદ્ય વસ્તુથી નથી વધતી. તેના માટે સંતુલિત આહાર જરૂરી છે. તમે જે પણ ખાવ તાજું ખાઓ. સમયસર ખોરાક લેવો જરૂરી છે. પોતાને સ્વસ્થ રાખવા માટે શરીરને આરામ આપો. પૂરતી ઊંઘ લો. ઓછામાં ઓછી 6-7 કલાકની ઊંઘ જરૂરી છે. 

3) આયુષ મંત્રાલયે સંક્રમણથી બચવા માટે લોકોને કઈ વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી છે?
ગરમ પાણી પીવું જોઈએ, બને ત્યાં સુધી ઠંડુ પાણી પીવાનું ટાળવું. ફ્રીજનું બરફવાળું પાણી ન પીવું. ત્રણ વનસ્પતિ ગિલોય, આમળા અને અશ્વગંધાનું સેવન કરો. તેની ગોળી પણ આવે છે. ગિલોય ધનવટી પણ લઈ શકો છો. આમળા માટે ચ્યવનપ્રાશનું સેવન કરો. હળદરવાળું દૂધ પણ ફાયદાકારક છે. ગરમ પાણીથી સવાર-સાંજ કોગળા કરવાથી ગળું સાફ રહે છે. તે ઉપરાંત સરસવ, નાળિયેર અથવા તલનું તેલ અથવા દેશી ઘીના થોડા ટીપાં નાકમાં નાખો. આ ઉપાયથી પોતાની જાતને સુરક્ષિત રાખી શકો છો. 

4) ઘરે ઉકાળો કેવી રીતે બનાવવો?
તુલસીના 4 પાંદડા, 1 લવિંગ, તજ, અને 5-10 ગ્રામ આદુ વાટીને ડોઢ કપ પાણીમાં નાખીને ઉકાળો. જ્યારે તે એક કપ જેટલું થઈ જાય ત્યારે તેમાં મધ નાખીને પી શકો છો. જો તમને ડાયાબિટીસની બીમારી છે તો તેમાં ખાંડ અથવા મધ ન નાખવું. આયુષ મંત્રાલયની વેબસાઇટ https://www.ayush.gov.in/ પરથી વધુ માહિતી મેળવી શકો છો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી