બ્રેસ્ટ કેર:યોગનાં આ આસનથી બ્રેસ્ટ થશે શેપમાં, તો કેન્સર સામે ઝઝૂમી રહેલી મહિલાઓની ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગ અને આસાન કરીને મહિલાઓ બ્રેસ્ટની દેખભાળ કરી શકે છો. યોગથી કેન્સરપીડિત મહિલાઓને રાહત મળે છે. ઘણાં રિસર્ચમાં પૃષ્ટિ પણ કરવામાં આવી છે કે, બ્રેસ્ટ કેન્સર યોગથી મટી નથી શકતું પરંતુ સર્જરી પહેલાં અને પછી, કીમોથેરાપી અને રેડિએશન દરમિયાન યોગ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આસાન, પ્રાણાયામ અને મેડિટેશન કેન્સર પીડિત મહિલાઓને નવું જીવન આપે છે. યોગ વિશેષજ્ઞ અનિતા કુમારી જણાવે છે કે, યોગથી બ્રેસ્ટનું કેવી રીતે ધ્યાન રાખી શકાય.

તાડાસન
તાડાસન

તાડાસન : માંસપેશીઓ મજબૂત બને છે

દરરોજ તાડાસન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે, તો દરરોજ તાડાસનથી બ્રેસ્ટની સાઈઝ પણ ઠીક થાય છે.

આસાનની રીત : બંને પગના અંગૂઠાને એકસાથે અથવા 10 સેમીનું અંતર રાખીને સીધા ઊભા રહો. તમારા હાથને માથા તરફ કરો. હાથ બાજુમાં રાખો. શરીરને સ્થિર કરો અને શરીરના આખા વજનને બંને પગ પર રાખો. બંને હાથ, ખભા અને છાતીને ઉપરની તરફ ખેંચો. શ્વાસ લેતી વખતે થોડીક સેકન્ડ માટે આ મુદ્રામાં રહો. તે પછી ધીમે ધીમે સ્થિતિમાં પાછા આવો.

હસ્ત ઉત્તાનાસન હાથ, પગ અને ઉપલા ધડને સંપૂર્ણ રીતે ખેંચે છે. તેના અભ્યાસથી શરીર યોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે.
હસ્ત ઉત્તાનાસન હાથ, પગ અને ઉપલા ધડને સંપૂર્ણ રીતે ખેંચે છે. તેના અભ્યાસથી શરીર યોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે.

હસ્ત ઉત્તાનાસન : બ્લડ સર્ક્યુલેશન બરાબર કરે છે

હસ્ત ઉત્તાનાસન દરરોજ કરવા જોઈએ. આ યોગાસનથી છાતીમાં તણાવ થાય છે, જેના કારણે માંસપેશીઓ મજબૂત બને છે અને ધમનીઓમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે.

આસાનની રીત : ઊંડો શ્વાસ લો અને બંને હાથ ખેંચીને ઉપરની તરફ લઇ જાઓ. બંને હાથ વચ્ચેનું અંતર ખભાની પહોળાઈ જેટલું જ હોવું જોઈએ. શરીરના ઉપરનાં ભાગ અને માથું પાછળની તરફ કરો. થોડો વળાંક બનાવો. ધ્યાન રાખો કે હાથ ઉંચા કરતી વખતે અને ધડને પાછળની તરફ ફેરવતી વખતે એકબીજામાં સમાનતા હોવી જોઈએ.

ગોમુખાસન કરવું સરળ છે. તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવા અને તમારા શરીરને સુંદર બનાવવા માટે ઉપયોગી છે.
ગોમુખાસન કરવું સરળ છે. તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવા અને તમારા શરીરને સુંદર બનાવવા માટે ઉપયોગી છે.

ગોમુખાસન : જાંઘ અને ખભાના સ્નાયુઓ મજબૂત છે

બ્રેસ્ટને સુડોળ બનાવવા માટે ગોમુખાસન ખૂબ જ ફાયદાકારક છે. બ્રેસ્ટને સુડોળ બનાવવા માટે ગોમુખાસન ખૂબ જ ફાયદાકારક છે. શાળા અને કોલેજ જતી છોકરીઓએ આ યોગાભ્યાસ અવશ્ય કરવો. આ આસન બ્રેસ્ટની વૃદ્ધિ અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આસાન કરવાની રીત : આ આસાન કરવા માટે જમીન પર બેસી જાઓ. પગને ખુલ્લા રાખો. આસાનને ઘૂંટણની મુદ્રાથી શરૂ કરો. ઘૂંટણને ધીરે-ધીરે ઉઠાવો અને પછી તમારી ડાબી હીલને તમારા જમણા હિપની નજીક લાવવાનો પ્રયાસ કરો. એ જ રીતે તમારા જમણા ઘૂંટણને તમારા ડાબા હિપ પાસે લાવવાનો પ્રયાસ કરો. તમારી ક્ષમતા અનુસાર આ મુદ્રામાં બેસો.

યસ્તિકાસન ગર્ભવતી મહિલાઓ માટે બેસ્ટ છે.
યસ્તિકાસન ગર્ભવતી મહિલાઓ માટે બેસ્ટ છે.

યસ્તિકાસન : બ્રેસ્ટ થાય છે શેપમાં

આ આસન કરવાથી બધી સમસ્યા દૂર થાય છે. બ્રેસ્ટની સારી રીતે દેખભાળ થાય છે. ત્યારે દરરોજ બ્રેસ્ટ માટે યસ્તિકાસન જરૂરી છે.

આસાન કરવાની રીત : પેટનાં બળે સુઈ જાઓ. શ્વાસ લેતાં સમયે બંને હાથને માથાની ઉપર લાવો અને જમીન પર ટેકો આપી દો. આ પછી પગના અંગૂઠા વડે શરીરના નીચેના ભાગને ખેંચો. શરીરના ઉપરના ભાગને હાથ વડે સ્ટ્રેચ પોઝીશનમાં પાંચથી છ સેકન્ડ સુધી પકડી રાખો અને શ્વાસ બહાર કાઢતી વખતે મૂળ સ્થિતિમાં પાછા આવો.

ચક્રાસનથી બ્રેસ્ટ વિસ્તારની નજીકનો ખેંચાણ ત્યાંના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
ચક્રાસનથી બ્રેસ્ટ વિસ્તારની નજીકનો ખેંચાણ ત્યાંના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

ચક્રાસન : બ્રેસ્ટની સાઈઝ ઓછી કરવામાં મળે છે મદદ

ચક્રાસનથી બ્રેસ્ટની સાઈઝને ઓછી કરી શકાય છે. રેગ્યુલર આ આસન કરવાથી બ્રેસ્ટની બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

આસાન કરવાની રીત : આ આસન કરવા માટે સૌથી પહેલા તમારી પીઠ પર સૂઈ જાઓ. ઘૂંટણને વાંકા રાખીને અને પગની ઘૂંટીને છાતી સુધી સ્પર્શ કરીને, પગને થોડે દૂર રાખો. હાથ ઉંચો કરો અને કોણીઓ વાળો. હથેળીઓને ખભાની ઉપર માથાની નજીક જમીન પર રાખો અને શ્વાસ લેતી વખતે ધીમે ધીમે ધડને ઊંચી કરો અને પીઠને વાળો. ધીમેધીમે માથું નીચે અટકાવી દો. ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. શરીરને નીચે કરો અને પહેલાની સ્થિતિમાં પાછા આવો.

જેમને પીઠનો દુખાવો રહેતો હોય તેમને ભુજંગાસન ખૂબ જ રાહત આપે છે. પેટની ચરબી પણ ઓછી થાય છે, સાથે-સાથે બ્રેસ્ટ શેપમાં પણ ફેરફાર જોવા મળે છે.
જેમને પીઠનો દુખાવો રહેતો હોય તેમને ભુજંગાસન ખૂબ જ રાહત આપે છે. પેટની ચરબી પણ ઓછી થાય છે, સાથે-સાથે બ્રેસ્ટ શેપમાં પણ ફેરફાર જોવા મળે છે.

પ્રાણયામ પણ છે ફાયદાકારક

બ્રેસ્ટ કેર માટે પ્રાણાયામ પણ ફાયદાકારક છે. કપાલભાતિ, ભ્રસ્તીકા અને વક્ષ શ્વસનનો નિયમિત અભ્યાસ કરો.