અમેરિકાના અલાબામામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક રહેતી મહિલા સમર કેરોલ માત્ર પાંચ ફૂડ ખઈને જીવે છે. આ સિવાય તે બીજું કંઈ નથી ખઈ શકતી. 33 વર્ષની આ મહિલાને પાંચ ઓર્ગેનિક ફૂડ સિવાયના તમામ ફૂડ પ્રોડક્ટથી ગંભીર એલર્જી છે. જો તે પાંચ ફૂડ્સ સિવાય કંઈક ખાવાનો પ્રયાસ કરે છે તો તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે. તે ભીડભાડવાળી જગ્યાએ જઈ શકતી નથી અને મિત્રોની સાથે ખાવા માટે પણ નથી જઈ શકતી.
એલર્જી બની જીવલેણ
કેરોલ જો આ પાંચ વસ્તુઓ સિવાય બીજું કંઈ ખઈ લે છે તો તેને સામાન્ય એલર્જી થાય છે અને એનાફિલેક્સિસ એલર્જીમાં કન્વર્ટ થાય છે જે જીવલેણ પણ હોઈ શકે છે. એનાફાઈલેક્સિસ સ્કિન પર થતી એલર્જિક રિએક્શનની ગંભીર અવસ્થા છે. જે પણ વસ્તુથી એલર્જી હોય છે તેના સંપર્કમાં આવવાના થોડા સેકન્ડ્સથી 30 મિનિટની વચ્ચે જ વ્યક્તિ પર અસર થવા લાગે છે. તેથી તેની સારવાર તરત કરવી જરૂરી છે. એલર્જીથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જે વસ્તુઓથી એલર્જી થાય છે તેનાથી દૂર રહેવું.
શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ ગઈ હતી
સમર કેરોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, ઉનાળામાં મને આ સ્થિતિની શરૂઆત થઈ હતી. તેના પછી ધીમે ધીમે હું ઓર્ગેનિક ફૂડ પણ નહોતી ખાઈ શકતી. જો હું તે ફૂડ્સ ખાતી તો મને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ દુખાવો, સોજો, હાઈવ્સ, ચક્કર આવવા, બ્રેન ફોગ, હાર્ટ રેટ વધી જવા અને ઉબકા જેવી સમસ્યા થવા લાગતી હતી. એલર્જીની સાથે જ મને એમસીએડી (માસ્ટ સેલ એક્ટિવેશન સિન્ડ્રોમ)પણ થયો હતો. આ એક એવી સ્થિતિ હોય છે, જેમાં શરીર એટલા પ્રમાણમાં કેમિકલ રિલીઝ કરે છે જે શરીર માટે યોગ્ય નથી હોતું.
એલર્જીના કારણે કુપોષણનો ભોગ બની મહિલા
એમસીએડી એ અત્યંત એલર્જીક સ્થિતિ છે જેમાં, ખાવાની સાથે સાથે કેમિકલ, સ્મેલ, સિગારેટનો ધૂમાડો અને એટલે સુધી કેરસોઈનો ધુમાડો પણ શરીરને અસર કરે છે. હું એ સ્થિતિમાં પહોંચી ગઈ હતી જ્યાં મારું શરીર કુપોષણની સ્થિતિમાં પહોંચી ગયું હતું અને મારું વજન માત્ર 36 કિલોની આસપાસ થઈ ગયું હતું. મારા શરીરમાં એટલો દુખાવો થતો હતો કે હું મુશ્કેલથી 1 કલાક સૂઈ શકતી હતી. ડૉક્ટર્સે તો એટલે સુધી કહી દીધું હતું કે મારી જીંદગીના થોડા મહિના જ બચ્યા છે.
માત્ર 5 વસ્તુઓ ખાઈ શકે છે મહિલા
સમરે આગળ જણાવ્યું કે, મને એવી પાંચ વસ્તુઓ મળી છે, જેનાથી મને એલર્જી નથી થતી અને હું તેને ખાઈ શકું છું. તે વસ્તુઓ છે બ્લેક બીન્સ, ફ્રોઝન પાલક, ફ્રોઝન બ્લૂબેરીઝ, રોલ્ડ ઓટ્સ અને ચિકન, પરંતુ આ વસ્તુઓ પણ ખાસ બ્રાન્ડની હોવી જોઈએ. હું ગરમીમાં ટ્રાવેલ નથી કરી શકતી, મોલ જેવી ભીડવાળી જગ્યાએ નથી જઈ શકતી કે મિત્રોની સાથે પણ બહાર ખાવા માટે નથી જઈ શકતી.
આ વસ્તુઓથી એનાફિલેક્સિસ થઈ શકે છે
એનાફિલેક્સિસ ખાવાની અમુક વસ્તુઓથી ફેલાય છે, જેમ કે મગફળી, બદામ, અખરોટ, કાજુ, તલ, સેલફિશ, ફિશ, ઈંડા અને દૂધમાંથી બનેલા પદાર્થ. તે સિવાય તે ભમરી, માખીના ડંખ મારવાથી, નેચરલ રબર એટલે કે લેટેક્સ, પેનિસિલિન અથવા પછી અન્ય કોઈ ઈન્જેક્શનના કારણે પણ ફેલાઈ શકે છે.
એનાફિલેક્સિસના લક્ષણો
1- સ્કિન પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા સોજો.
2- ઉધરસ સિવાય શ્વાસ લેવામાં પણ તકલીફ થવી.
3- પેટમાં દુખાવો અને ઉલ્ટી.
4- ચક્કર આવવાની સાથે માથામાં દુખાવો.
5- શ્વાસ લેવામાં તકલીફ
6- ડાયરિયાની સાથે જીભ પર પણ સોજો આવવો.
6- શરીર પીળુ પડી જવું અને પલ્સ રેટ ઘટી જવા.
7- ખાવાનું ખાતી વખતે સમસ્યા થવી.
એનાફિલેક્સિસ એલર્જી રિએક્શનથી બચાવ
આ સમસ્યાથી બચવું થોડું મુશ્કેલ છે કારણે કે જ્યારે આ સમસ્યા થાય છે તો વ્યક્તિએ તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
1- તમારા રોજિંદા જીવનમાં નિયમિતપણે એક્સર્સાઈઝ કરવી
2- પૂરતી ઊંઘ લેવી.
3- ભરપૂર પાણી પીવું.
4- સામાન્ય એલર્જી થવા પર પણ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
8- ગળામાં સતત દુખાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.