• Gujarati News
  • Lifestyle
  • Health
  • This Will Not Only Increase Creativity, The Relationship Will Also Become Strong, Know The Special Benefits Of Daydreaming

ડે ડ્રીમિંગ:ક્રિએટિવિટી વધવાની સાથોસાથ રિલેશન પણ મજબૂત બનશે, જાણો દિવસે સપનાં જોવાના ફાયદાઓ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડે ડ્રીમિંગ નોર્મલ વાત છે, પરંતુ તેની આદત પડી જાય તો તમે બોડી અને મગજ પર નેગેટિવ અસર થઈ શકે છે

મોટાભાગના લોકો દિવસે સપના જોતા લોકોના વિચાર પર ઠેકડી ઉડાવે છે, પરંતુ જો તમે સાચે ડે-ડ્રીમિંગ કરો છો તેનો ફાયદો તમારા સ્વાસ્થ્યની સાથે રિલેશન પર પણ થશે. ઘણા રિસર્ચમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે ડે ડ્રીમિંગથી ક્રિએટિવિટીની સાથોસાથ પોઝિટિવ એટિટ્યૂડ પણ વધે છે. યુકેની શેફિલ્ડ યુનિવર્સીટીની સ્ટડી જણાવે છે કે, જ્યારે લોકો તેમના પાર્ટનર વિશે ડે ડ્રીમિંગ કરે છે ત્યારે તેઓ રિલેશનશિપમાં વધારે પ્રેમ અને હેપ્પીનેસ ફીલ કરે છે. જો તમે દિવસે કંટાળી ગયા છો તો ફ્રી ટાઈમમાં પાર્ટનર અને તમારા રિલેશન વિશે વિચારી શકો છો.

ડે ડ્રીમિંગ એટલે શું?
ડે ડ્રીમિંગનો અર્થ કોરી કલ્પનાપ જ નથી પણ કોઈ મીનિંગફુલ સબ્જેક્ટ પર વિચાર કરવામાં આવે તો ક્રિએટિવિટીમાં વધારો થઈ શકે છે. પોતાની ખુશી માટે વિચારતા લોકો હંમેશાં પોઝિટિવ રહી શકે છે. આ એક અસાઈનમેન્ટની જેમ હોય છે. તેમાં કોઈ વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા કે કોઈ કમ્પ્યુટર એપ્લિકેશનની જરૂર પડતી નથી.

ડે ડ્રીમિંગના ફાયદા
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિ જાગે છે એ પછીનો 47% સમય ડે ડ્રીમિંગમાં પસાર કરે છે. આજુબાજુની વસ્તુ પરથી ધ્યાન હટાવીને મગજને એક વેક્યુમમાં ભટકવા દે છે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચ પ્રમાણે, ડે ડ્રીમિંગ દરમિયાન વ્યક્તિના મગજના અંદરના ભાગમાં ડિફોલ્ટ નેટવર્ક વધારે એક્ટિવ થઈ જાય છે. તેને લીધે ઝડપથી વિચારવા અને પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાની ક્ષમતા વધે છે. જર્નલ ઓફ સાઈકોલોજિકલ સાયન્સના રિસર્ચ પ્રમાણે, દિવસે સપના જોતા લોકોની મેમરી સારી હોય છે અને કોન્સન્ટ્રેશન વધારે રહે છે. મલ્ટિટાસ્કિંગમાં સરળતા રહે છે.

લગ્ન પછી પાર્ટનર વિશે કરવામાં આવતા ડે ડ્રીમિંગના ફાયદાઓ:

  • ટેંશન કે પ્રોબ્લેમ વિશે વિચારવામાં ઓછો સમય જશે.
  • અધૂરા લક્ષ્યો વિશે ઓછું વિચારશો.
  • પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ મળશે.
  • મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક.
  • જ્યારે ડે ડ્રીમિંગમાં પ્રેમ અને આનંદની કલ્પના કરો છો, તો પાર્ટનરને વધારે અટ્રેક્ટિવ લાગશો.
  • રિલેશનશિપ મજબૂત બનશે.
  • સુકૂનની સાથે સ્ટ્રેસ ફ્રી રહેશો.

માઈન્ડ વન્ડરિંગ અને ડે ડ્રીમિંગ વચ્ચેનો ફર્ક
માઈન્ડ વન્ડરિંગ એટલે કે મન ભટકવું. રિયાલિટીથી બચવાની એક રીત છે. રિયાલિટી આપણે બદલી શકતા નથી. ડે ડ્રીમિંગમાં ક્રિએટિવ ઈમેજીનેશનનો ઉપયોગ કરીને તમારા પાર્ટનર કે પછી અન્ય વસ્તુઓ વિશે કલ્પના કરી શકો. તેનાથી મૂડ મિનિટોમાં બદલી શકો છો.

આ રીત તમને ડે ડ્રીમિંગમાં મદદ કરશે

  • રોમાન્ટિક ફિલ્મ જોતા-જોતા ડે ડ્રીમિંગ.
  • રિયલ લાઈફની લવ સ્ટોરી વાંચીને.
  • રોમાન્ટિક સોન્ગ કે નોવેલ વાંચતી વખતે.
  • કોઈ સ્પેશિયલ પ્રસંગ પહેલાં
  • કાલ્પનિક દુનિયામાં જીવવાથી નુકસાન

જયપુરમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયર સાયન્સ કન્સલ્ટન્ટ ડૉ. તુષાર કાંતે કહ્યું કે, ડે ડ્રીમિંગ, માઈન્ડ વન્ડરિંગ અને કલ્પના વચ્ચેનું અંતર જાણવું જરૂરી છે. ડે ડ્રીમિંગ નોર્મલ વાત છે, પરંતુ તેની આદત પડી જાય તો તમે બોડી અને મગજ પર નેગેટિવ અસર થઈ શકે છે. આને માલડેપ્ટિવ ડે ડ્રીમિંગ કહેવાય છે. આ ડે ડ્રીમિંગ ડિસઓર્ડરને એ સ્થિતિ છે જ્યાં તમે નોર્મલથી વધારે ડે ડ્રીમિંગ કરવા લાગો છો. કાલ્પનિક દુનિયામાં એટલું ખોવાઈ જાઓ છો કે કામ, પરિવાર, ઊંઘ અને રૂટિન પર નેગેટિવ અસર પડે છે. જે લોકો નેગેટિવ વસ્તુઓ વિશે વધારે વિચારે છે તેમણે ધ્યાન રાખવું જોઈએ. આ ડિસઓર્ડરની સારવાર થેરપી, ટૉક થેરપી વગેરે દ્વારા કરવામાં આવે છે. આ માટે કાઉન્સલિંગની જરૂર પણ પડે છે.

અન્ય સમાચારો પણ છે...