ગ્રીન કલર બીમારીને ભગાડશે:તમારાં વર્ષો જૂના દર્દને પણ દૂર કરે છે આ થેરાપી, સંશોધનમાં ખુલાસો થયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વના મોટાભાગનાં લોકો કોઈ ને કોઈ બીમારીથી પીડાય છે અને તકલીફ તો ત્યારે વધી જાય છે, જ્યારે કોઈ દુખાવો વર્ષો સુધી પરેશાન કરે. પીડા અને તેને લગતી સમસ્યાઓનાં કારણે આપણે આપણું કામ સરખી રીતે કરી શકતા નથી. જો વર્ષો જૂનો દુખાવો કોઈપણ થેરાપી કે સારવાર દ્વારા સરળતાથી દૂર થઈ શકે તો? અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ‘ગ્રીન લાઇટ થેરાપી’ દ્વારા વર્ષો જૂના દર્દને પણ ઓછું કે દૂર કરી શકાય છે. ચાલો આ થેરાપી વિશે વધુ માહિતી મેળવીએ.

સદીઓથી, લોકો દીર્ઘકાલીન પીડા સામે લડવા માટે ડ્રગ-ફ્રી, કુદરતી ઉપચાર તરફ વળ્યા છે. નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટિસ્ટિક્સના એક અહેવાલ મુજબ, 2007 સુધીમાં, 10 માંથી લગભગ 4 પુખ્ત વયના લોકોએ અમુક પ્રકારના વૈકલ્પિક ઉપચારનો ઉપયોગ કર્યો હતો.

રિસર્ચમાં સામે આવ્યું કે ગ્રીન કલરનાં કારણે લોકોમાં દર્દ અને ચિંતાનું પ્રમાણ ઘટી ગયું હતું
રિસર્ચમાં સામે આવ્યું કે ગ્રીન કલરનાં કારણે લોકોમાં દર્દ અને ચિંતાનું પ્રમાણ ઘટી ગયું હતું

શું છે ‘ગ્રીન લાઈટ થેરાપી’?
આજકાલ ‘ગ્રીન લાઇટ થેરાપી’ એકદમ લોકપ્રિય બની રહી છે. આ થેરાપીમાં દર્દી કે દર્દથી પીડાતી વ્યક્તિને ગ્રીન લાઇટવાળા રૂમમાં સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. વિશેષ વાત એ છે કે, આ થેરાપીની કોઈ આડઅસર સામે આવી નથી. જો તેના પ્રયોગની વાત કરીએ તો બે અઠવાડિયા સુધી લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને દરરોજ 4-4 કલાક માટે અલગ-અલગ કલર જેમ કે, લાલ, લીલા અને કાળા ચશ્મા પહેરવા માટે આપવામાં આવ્યા હતા. રિસર્ચમાં સામે આવ્યું કે ગ્રીન કલરનાં કારણે લોકોમાં દર્દ અને ચિંતાનું પ્રમાણ ઘટી ગયું હતું.

ગ્રીન લાઇટ આ રીતે કામ કરે છે
સંશોધકોએ ગ્રીન લાઇટનાં ફાયદા વિશે જણાવ્યું છે કે, તેમના મત મુજબ ગ્રીન લાઈટ તંત્રિકાઓનાં માધ્યમથી આંખોથી મગજ સુધી પહોંચે છે ને દર્દ ઘટાડે છે. આંખનો મેલનોપ્સિન એસિડ, જે પીડાને નિયંત્રિત કરવા માટે મગજને સંકેત મોકલે છે, તે આ કસરતમાં ટ્રીગર થાય છે ને દુખાવાને દૂર કરે છે.

ગ્રીન લાઈટ ઊંઘને પ્રોત્સાહન આપે છે
ગ્રીન લાઈટ ઊંઘને પ્રોત્સાહન આપે છે

ગ્રીન લાઇટ થેરાપી એ ઘણા કારણોસર ઉપયોગી છે:

  • તે બિન-આક્રમક છે કારણ કે, આ થેરાપીમાં દર્દીને કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવાની અથવા દવા લેવાની જરૂર હોતી નથી.
  • તેનો ઉપયોગ ઘરમાં બેસીને આરામથી કરી શકાય.
  • તે પ્રમાણમાં સસ્તી છે.
  • લાઇટ થેરાપીથી કોઈ પ્રતિકૂળ અસર થતી હોવાનું દર્શાવવામાં આવ્યું નથી.

સંશોધનકારોએ શોધી કાઢયું છે કે, ગ્રીન લાઈટ ઊંઘને પ્રોત્સાહન આપે છે જ્યારે આ ઊંઘને ખલેલ પહોંચાડે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં, ગ્રીન લાઇટથી ઉંદરોમાં 1 થી 3 મિનિટની વચ્ચે ઝડપી ઊંઘની શરૂઆત થઈ હતી.

ડૉ. રામી બર્સ્ટીને શોધી કાઢ્યું હતું કે, ગ્રીન લાઇટનો સ્પેશિયલ નેરો બેન્ડ (520nm +/-10) આંખો અને મગજમાં નાના વિદ્યુત સંકેતો ઉત્પન્ન કરીને આધાશીશીથી પીડાતા લોકોને મદદ કરી શકે છે. આ ચોક્કસ બેન્ડ તેમને તેમના રોજિંદા જીવનમાં પાછા ફરવામાં મદદ કરી શકે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તે બેન્ડની બહારની કોઈપણ લાઈટ ખરેખર અસરોને ઘટાડી શકે છે અથવા નકારી શકે છે.