ફાઇબ્રોઇડ્સ શું છે?:40 વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે અથવા તો એક જ બાળક થાય ત્યારે આ સમસ્યા થાય છે, લાઇફસ્ટાઇલ પણ કારણ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમારું પેટ પણ પ્રેગ્નન્ટ મહિલા જેવું દેખાઈ છે? પિરિયડ્સમાં અસહ્યનીય દુખાવો થાય છે? વારંવાર પેશાબ જવું પડે છે? જો આ બધા જ સવાલનો જવાબ હા હોય તો ચેતી જજો માતા બનવાની ખુશી છીનવાઈ શકે છે.

આ પ્રકારનાં લક્ષણો ગર્ભાશયના રોગના હોઈ શકે છે, જેને તબીબી ભાષામાં 'ફાઇબ્રોઇડ્સ' કહેવામાં આવે છે. આ રોગમાં ગર્ભાશયની અંદર કે બહાર ગાંઠ બને છે જેને ટ્યુમર કહેવામાં આવે છે. જેના કારણે સ્ત્રીના પિરિયડ્સને અસર થઈ શકે છે, તે એનિમિયા (લોહીની અછત)નો શિકાર પણ બની શકે છે અને વંધ્યત્વ સુધી ભોગવવું પડી શકે છે.

મશહૂર સિતારવાદક અનુષ્કા શર્માને ફાઇબ્રોઇડ્સ હોવાને કારણે ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હતું. તેમના ગર્ભાશયમાં 13 ટ્યુમર હતી. આ કારણે જ 6 મહિનાની પ્રેગ્નન્સી હોય તેવું લાગતું હતું. ફાઇબ્રોઇડ્સથી વ્યંધત્વની સાથે-સાથે જીવનું પણ જોખમ થઇ શકે છે. આ પથ્થર જેવી ગાંઠ શરીરનાં બાકીનાં અંગને પણ પ્રભાવિત કરી શકે છે, આખરે કેમ ગર્ભાશયમાં થાય છે ફાઇબ્રોઇડ્સ?

હોર્મોન્સના લોચાથી બની શકે છે ગર્ભાશયમાં ગાંઠ
ફાઇબ્રોઇડ્સને Uterine Fibroids, Fibromas, Myomas, Leiomyomas, Uterine Myomasના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ટ્યુમરનું કેન્સર નથી તો કેન્સરની જેમ ફેલાય છે. પરંતુ સ્ત્રી માટે બહુ જ તકલીફદાયક હોય છે.

અમેરિકા ઓફિસ ઓન વિમેન્સ હેલ્થ મુજબ, વિશ્વભરની 80% સ્ત્રીઓને 50 વર્ષની ઉંમર સુધીમાં ફાઇબ્રોઇડ્સ હોય છે. પરંતુ ઘણી સ્ત્રીઓને તેનાં લક્ષણો દેખાતાં નથી. તેઓને આખી જિંદગી પણ ખબર નથી હોતી.

ફાઇબ્રોઇડ્સ કેમ થાય છે, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ પાછળ હોર્મોન્સને જવાબદાર ગણવામાં આવે છે. મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ હોય છે. પિરિયડ્સ દરમિયાન આ હોર્મોન્સ ગર્ભાશયના અસ્તર એટલે કે ગર્ભાશયની દીવાલોને પુનર્જીવિત કરે છે અને ફાઇબ્રોઇડ્સના ઉદભવનું કારણ બને છે.

મેનોપોઝ બાદ દૂર થઇ જાય છે સમસ્યા
નોઈડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ ડૉ. મીરા પાઠક જણાવે છે કે, ફાઇબ્રોઇડ્સએ ગર્ભાશયમાં બનેલો ગઠ્ઠો છે, જેનું કદ સફરજનના બીજ જેટલું નાનું અથવા દ્રાક્ષ જેટલું મોટું હોઈ શકે છે. ફાઇબ્રોઇડ્સની સારવાર ગાંઠના કદ અને સ્થિતિની તપાસ કર્યા પછી જ શરૂ થાય છે. જો કદ નાનું હોય અને કોઈ સમસ્યા નથી, તો પછી સારવારની જરૂર નથી. જો ગાંઠનું કદ નાનું હોય અને કોઈ સમસ્યા હોય તો તેને દવાઓથી કંટ્રોલ કરવામાં આવે છે. પરંતુ ફાઇબ્રોઇડ્સનું કદ મોટું હોય અને અન્ય અવયવોને તકલીફ થાય તો સર્જરી દ્વારા ફાઇબ્રોઇડ્સ દૂર કરવામાં આવે છે.

મેનોપોઝ પછી, જેમ જેમ ગર્ભાશય સંકોચાય છે તેમ, ફાઈબ્રોઈડ્સ સંકોચાઈ શકે છે અથવા અદૃશ્ય થઈ શકે છે.

ફાઈબ્રોઈડ્સ પાછળ અનેક કારણ હોઈ શકે છે, આવો ગ્રાફિક્સ જોઈએ

100 પૈકી 60 ફાઈબ્રોઈડ્સથી કોઈ સમસ્યા નથી થતી
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂમા સાત્વિકના જણાવ્યા અનુસાર, 100માંથી 60 ફાઈબ્રોઈડ્સથી કોઈ સમસ્યા નથી થતી. આ રોગ ફાઈબ્રોઈડ્સના સ્થાન, સંખ્યા અને કદના આધારે શરૂ થાય છે.

ગર્ભાશયના ત્રણ લેયર હોય છે. અંદરના લેયરને એન્ડોમેટ્રીયમ કહેવામાં આવે છે, વચ્ચેના લેયરને માયોમેટ્રીયમ કહેવામાં આવે છે, અને બહારના લેયરને પેરીમેટ્રીયમ કહેવામાં આવે છે.

જો ગર્ભાશયની અંદર ગાંઠને બહાર અડતી, અડધી અંદર અને અડધી બહાર હોય ત્યારે દુખાવો વધારે થાય છે. જેના કારણે મહિલાને બ્લીડિંગ પણ થાય છે. ગાંઠ મધ્યમ લેવલની બહારની બાજુએ હોય તો તેને નુકસાન થતું નથી.

પરંતુ જો પ્રોલેપ્સ્ડ ફાઇબ્રોઇડ્સ 5-6 સે.મી.ના હોય, તો તે માંસની જેમ અટકી જાય છે અને દબાણ બનાવે છે. તેના કારણે પેટમાં દુખાવો થાય છે અને મૂત્રાશય પર પણ અસર થાય છે, જેના કારણે વારંવાર પેશાબનું દબાણ અનુભવાય છે.

જ્યારે આ સાઈઝ 10cm સુધીની હોય છે ત્યારે પેટ ફુલાયેલું દેખાય છે, જો કોઈ મહિલામાં તેનું કદ 25 સેમી હોય, તો તેનું પેટ ગર્ભવતી સ્ત્રી જેવું દેખાવા લાગે છે, પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓમાં માત્ર 7 સેમી સુધીની ફાઇબ્રોઇડ્સ જોવા મળે છે.

પ્રેગ્નન્સીમાં થઇ શકે છે સમસ્યા
ક્યારેક ફાઇબ્રોઇડ્સ વંધ્યત્વનું કારણ બને છે. ડો. મીરા વધુમાં જણાવે છે કે, જો કોઈ મહિલાને ફાઇબ્રોઇડ્સ હોય તો જ્યારે પણ તેની પ્રેગ્નન્સી શરૂ થાય છે ત્યારે આ ગાંઠથી સમસ્યા થાય છે. આ ગર્ભાવસ્થા ટકી શકતું નથી ને કસુવાવડ તરફ દોરી જાય છે.

જો આ ગાંઠ ફેલોપિયન ટ્યૂબમાં અટવાઇ જાય તો પણ ફર્ટાઈલ એગને ગર્ભાશય સુધી પહોંચવા દેશે નહીં.

સામાન્ય રીતે પણ પ્રેગ્નન્સીમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનું લેવલ વધી જાય છે, જેના કારણે ફાઇબ્રોઇડ્સનો આકાર વધવા લાગે છે, જેનાથી મિસકેરેજનું જોખમ વધી જાય છે અને જો આવું ન થાય તો મહિલાઓને પ્રી-મેચ્યોર લેબર પેન થવા લાગે છે, સિઝેરિયન ડિલિવરીપણ કરાવી પડી શકે છે.

તો ડો. રુમાના જણાવ્યા અનુસાર, ગર્ભાશયની સાઇઝ 7 સેમી છે અને જો એક કરતાં વધુ ગાંઠ હોય તો તેનું વજન ગર્ભાશયને અસર કરે છે. જેના કારણે વંધ્યત્વની સમસ્યા થાય છે. આ ગર્ભાશયમાં ગર્ભ માટે જગ્યા બનાવતું નથી.

ફાઇબ્રોઇડ્સથી આ વસ્તુથી દૂર રહેવું જોઈએ, આવો ગ્રાફિક્સ જોઈએ...

40ની ઉંમરે પ્રેગ્નન્સી ન થાય અથવા તો 1 બાળક ફાઇબ્રોઇડ્સની આશંકા વધે છે.

ડો.રુમા સાત્વિક ફાઇબ્રોઇડ્સ થવાનું સૌથી મોટું કારણ આનુવંશિક હોવાનું માને છે. આ સિવાય ઉંમર પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુમાં કહે છે કે 100માંથી માત્ર 20 સ્ત્રીઓમાં ફાઇબ્રોઇડ્સનાં લક્ષણો જોવા મળે છે. તેઓ ઉંમર સાથે વધે છે અને કેસ પણ ત્યારે જ સામે આવે છે. આ ગાંઠ 20-30 વર્ષની વયની 6માંથી 1 સ્ત્રીમાં જોવા મળે છે, પરંતુ 40 વર્ષથી વધુ ઉંમરની દર 3માંથી 1 સ્ત્રીમાં ફાઇબ્રોઇડ્સ જોવા મળે છે.

જે મહિલાઓ 40 કે તેથી વધુ ઉંમરની છે અને હજુ સુધી ગર્ભધારણ થયો નથી અથવા જે મહિલાઓને માત્ર એક જ બાળક થયું છે તેમને ફાઇબ્રોઇડ્સની શક્યતા વધુ છે. જે મહિલાઓને 30 વર્ષ પહેલાં 2 કે તેથી વધુ બાળકો થયાં હોય તેમાં ફાઇબ્રોઇડ્સ ઓછા જોવા મળે છે.

જે મહિલાની માતા અને બહેનને ફાઇબ્રોઇડ્સની સમસ્યા હોય છે તે મહિલાઓને ફાઇબ્રોઇડ્સ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તેથી ફાઇબ્રોઇડ્સની સમસ્યાને જિનેટિક કહેવામાં આવે છે.

મહિલાની ઉંમર અને પ્રેગ્નન્સી જોઈને સર્જરીનો નિર્ણય કરવામાં આવે
ડો.રુમા કહે છે કે, ફાઇબ્રોઇડ્સ દૂર કરવાની સર્જરી મહિલાની સ્થિતિ પર નિર્ભર કરે છે. સર્જરી પહેલાં સ્ત્રીની ઉંમર ફાઈબ્રોઇડ્સનું કદ, લક્ષણો અને સ્ત્રી બાળકને જન્મ આપવા માંગે છે કે નહીં તે બધું ધ્યાનમાં લેવામાં આવે છે. 'કન્ઝર્વેટિવ સર્જરી' બાળક ઈચ્છતી સ્ત્રીઓમાં ગાંઠનું કદ અને સ્થાન જોઈને કરવામાં આવે છે. આ સર્જરીમાં માત્ર ફાઇબ્રોઇડ્સ દૂર કરવામાં આવે છે.

જો સ્ત્રી 40 વર્ષથી વધુની હોય, તેને બાળક ન જોઈતું હોય અને માત્ર એક જ ફાઈબ્રોઇડ્સ હોય, તો તેની ગર્ભાશયની ધમનીનું એમ્બોલાઇઝેશન થાય છે. જેમાં ફાઇબ્રોઇડ્સ તરફ જતી રક્તવાહિની બ્લોક થઈ જાય છે. આ પ્રક્રિયામાં નસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ જેમને બહુવિધ ફાઈબ્રોઇડ્સ હોય તેમને આ સારવાર આપી શકાતી નથી.

જો સ્ત્રીની ઉંમર 45 કે 50 વર્ષથી વધુ હોય, તેને બાળકો થયાં હોય, દવાઓ કામ ન કરતી હોય તો હિસ્ટરેકટમી એટલે કે ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. કોઈપણ રીતે ફાઈબ્રોઇડ્સ વધુ સારી અને અસરકારક સારવાર આજકાલ ઉપલબ્ધ છે.

ખરાબ લાઈફસ્ટાઈલ પણ જવાબદાર
મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હીના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનુરાધા કપૂરના જણાવ્યા અનુસાર, ફાઇબ્રોઇડ્સનું કારણ ખરાબ ડાયટ, સ્ટ્રેસ, હાઈ બ્લડપ્રેશર, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂ અને વિટામિન ડીની ઊણપને કારણે પણ થઈ શકે છે.

ગ્રાફિક્સથી જાણીએ ફાઇબ્રોઇડ્સ હોય તો લાઇફસ્ટાઇલ બદલી નાખો

ફાઇબ્રોઇડ્સથી લોહીની ઊણપ થઇ શકે
ફાઇબ્રોઇડ્સથી પિરિયડ્સને સીધી અસર થાય છે. જેના કારણે મહિલાઓને પિરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે .કેટલાકને 7 દિવસથી વધુ સમય માટે પિરિયડ્સ હોય છે. આ કારણે તેમના લોહીમાં લાલ રક્તકણોની ઊણપ જોવા મળે છે, જેના કારણે મહિલા એનિમિયાનો શિકાર બની શકે છે. લોહીના અભાવે તેઓ થાકી જાય છે અને શરીર નબળું પડી જાય છે.

પિરિયડ્સની સાઈકલને નોર્મલ રાખવી જરૂરી
ડાયટિશિયન કામિની સિંહા કહે છે કે, ફાઇબ્રોઇડ્સ ગર્ભાશય પર ચરબીનું લેવલ જમા થવાથી થાય છે. આ ગર્ભાશયની લવચીકતા ઘટાડે છે. જે છોકરીઓને આ સમસ્યા હોય છે તેમને ભવિષ્યમાં PCOD અને PCOS થવાની શક્યતાઓ હોય છે.

ફાઈબ્રોઈડ દૂબળી અને જાડી બંને છોકરીઓમાં થઈ શકે છે. જેમાં પિરિયડ્સ સાઇકલને સામાન્ય રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય સમયગાળા માટે દૂધમાં હળદર અથવા અશ્વગંધા ભેળવીને પીવી જોઈએ.

જેમને ફાઈબ્રોઈડની સમસ્યા છે. તેમના માટે જીવનશૈલી બદલવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે ક્યારેક ફાઈબ્રોઈડને ઠીક કરે છે.

અન્ય સમાચારો પણ છે...