ફિટનેસ:દિવાળીમાં મનભરી મીઠાઈ ખાધા બાદ આ રીતે મેદસ્વિતાથી બચો, એક્સપર્ટ પાસેથી જાણો ડીટોક્સિફિકેશન પ્લાન

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 3 દિવસ ડીટોક્સિફિકેશન પ્લાન ફોલો કરી ફિટ રહી શકાય છે
  • શાકભાજી અને ફ્રુટ્સનું વધારે સેવન કરો
  • ડાયટમાં ચોખા અને રોટલી લેવાથી બચો

દિવાળી અને બેસતાં વર્ષ નિમિત્તે જો તમે સેલિબ્રેશનના નામે કે પછી મહેમાનનું મન રાખવા માટે ઠુસી ઠુસીને મીઠાઈ અને તળેલી વાનગી ખાધી છે તો હવે તમારા ડીટોક્સિફિકેશનનો સમય આવી ગયો છે. દિવાળીમાં મન ભરીને મીઠાઈની મજા લઈ લીધા બાદ તમારા મનમાં ડર છે કે તમે મેદસ્વિતાથી ઘેરાઈ ન જાઓ તો તમે 3 દિવસનો ડીટોક્સિફિકેશન પ્લાન ફોલો કરી શકો છો. ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલ જણાવે છે કે માત્ર 3 દિવસ ડીટોક્સિફિકેશન પ્લાન ફોલો કરી ફિટ રહી શકાય છે.

3 દિવસનો ડીટોક્સિફિકેશન પ્લાન
દિવાળી બાદ મેદસ્વિતાથી બચવા માટે પ્લાનિંગ અને મોટિવેશનની જરૂર છે. 3 દિવસ ડીટોક્સિફિકેશન ફોલો કરી તમે ફિટનેસની શરૂઆત કરી શકો છો. મિત્તલ જણાવે છે કે, આપણું શરીર ડીટોક્સિફિકેશન આપમેળે કરી લે છે. જોકે સારાં રિઝલ્ટ માટે તમે 3 દિવસ ડીટોક્સિફિકેશન પ્લાન ફોલો કરો તો સારું રહેશે. તેની મદદથી તમે જૂનાં ફિટનેસ રૂટિનમાં આવી શકો છો.

આ પ્લાનમાં 3 દિવસ સુધી ભોજનમાં માત્ર વેજિટેબલ જ્યુસ, સૂપ, સલાડ, ફ્ર્ટ્સનું જ સેવન કરે. આ ડાયટ ફોલો કરવાથી શરીર ડીટોક્સિફિકેશન કરશે અને ઝેરી તત્વો બહાર નીકળશે. ભોજનમાં ચોખા અને રોટલી ઓછી ખાઓ. દાળ, શાક, દહીં અને સલાડની માત્રા વધારી દો. આમ કરવાથી તમારી ફિટનેસ જળવાઈ રહેશે અને તમે મેદસ્વી થતાં બચી જશો.

મેદસ્વી નથી બનવું તો સલાડ ખાઓ

મેદસ્વિતાથી બચવા માટે કાકડી, ટમેટાં, પપૈયું, કોબીજ, ઝુકિની લો. પ્રોટીન સલાડમાં પનીર અને સ્પ્રાઉટ્સ લઈ શકો છો. સલાડમાં મેક્સિમમ રંગ સામેલ કરવાથી તમે મેક્સિમમ ન્યૂટ્રિઅન્ટ્સ લઈ શકો છો.

ડીટોક્સિફિકેશન માટે સૂપ બેસ્ટ

સૂપમાં ટમેટાં, સ્વીટ કોર્ન, દૂધી, પાલક લઈ શકો છો. ડીટોક્સિફિકેશન માટે તમે ગાજર, બીટ અને ટમેટાંનો જ્યુસ લઈ શકો છો. આ રીતે આમળા, પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો અને દૂધીનો જ્યુસ પી શકો છો. તેમાં દહીં ઉમેરી તમે સ્મૂધી પણ લઈ શકો છો.