અશ્વગંધા જેનો અર્થ છે ‘ઘોડાની દુર્ગંધ’. એક એડેપ્ટોજેન હર્બ જે આયુર્વેદમાં સૌથી વધારે પોપ્યુલર છે અને લગભગ 2500 વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. અશ્વગંધા એક એવું હર્બ છે જેને ઘોડા જેવી શક્તિ આપનાર પણ માનવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધાને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને પ્રમોટ કરનાર રસાયણ માનવામાં આવે છે.
અશ્વગંધાનો ઉપયોગ ઠંડીના દિવસોમાં સૌથી વધારે થાય છે. ઠંડીના દિવસોમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે. અશ્વગંધાના ઉપયોગથી ઉધરસનો ઇલાજ પણ કરવામાં આવે છે. અશ્વગંધાની જડને પીસીને પાણીમાં ઉકાળવામાં આવે છે. તેમાં ગોળ અને મધ સાથે મિક્સ કરીને અમુક માત્રમાં સેવન કરવાથી જૂનામાં જૂની ઉધરસની તકલીફ પણ ઠીક થઈ જાય છે.
ઇમ્યુનિટી મજબૂત થાય છે
અનેક શોધમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે અશ્વગંધાથી વ્યક્તિમાં સ્ટેમિના વધે છે. અશ્વગંધામાં એવા કંમ્પાઉન્ડ હોય છે જે શરીરની જરૂરિયાત પ્રમાણે પ્રતિરોધક ક્ષમતામાં ફેરફાર કરી શકે છે. તેનાથી રોગો સામે લડવા મદદ મળે છે.
હાઇપર થાઇરોઇડ રોગીઓએ અશ્વગંધાનું સેવન કરવું નહીં
આયુર્વેદાચાર્ય જણાવે છે કે અશ્વગંધાના ઉપયોગથી થાઇરોઇડને ઠીક કરી શકાય છે. ધ જર્નલ ઓફ અલ્ટરનેટિવ એન્ડ કંપ્લીમેન્ટરી મેડિસિનમાં જણાવવામાં આવ્યું છે કે હાઇપો થાઇરોઇડથી પીડિત લોકોને અશ્વગંધાના સેવનથી લાભ થયો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઠ સપ્તાહ સુધી અશ્વગંધાની જડનું સેવન કરવામાં આવ્યું. તેના દ્વારા TSH અને T4 લેવબમાં ઘણો સુધાર જોવા મળ્યો.
સ્ટ્રેસ અને અનિદ્રાને દૂર કરે છે
અશ્વગંધામાં એન્ટી-સ્ટ્રેસ ગુણ હોય છે જેનાથી તણાવ અને એન્ઝાઇટી ઘટાડી શકાય છે. અશ્વગંધામાં આ એન્ટી-સ્ટ્રેસ પ્રભાવ સિટોઇન્ડોસાઇડ્સ અને અસાઇલસ્ટરીગ્લુકોસાઇડ્સ બે કંમ્પાઉન્ડના કારણે હોય છે. જેથી તણાવ ઘટે છે. જેના કારણે અનિદ્રાની તકલીફ પણ દૂર થાય છે.
ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન લોકો અશ્વગંધાનું સેવન કરી શકે છે. અશ્વગંધાની જડ જ નહીં, પાન પણ ગુણકારી હોય છે. તેના પાનમાં ટ્રાઇથિલીન ગ્લાઇકોલ નામનું કંમ્પાઉન્ડ હોય છે જેનાથી સારી ઊંઘ આવે છે.
અશ્વગંધામાં એન્ટી કેન્સર ગુણ હોય છે
અશ્વગંધાનું બોટેનિકલ નામ વિથાનિયા સોમનિફેરા છે. જેમાં એન્ટી કેન્સર ગુણ છે. શોધ પ્રમાણે, તેમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પેશીજ(પ્રજાતિઓ) બનાવવાની ક્ષમતા હોય છે જે કેન્સરની કોશિકાઓને મારે છે. શોધકર્તાઓએ તેમના ટ્રાયલમાં જાણ્યું કે અશ્વગંધામાં લંગ્સ, બ્રેસ્ટ, કોલોન અને બ્રેન કેન્સર સામે લડવાની શક્તિ હોય છે.
અશ્વગંધાનું કેટલી માત્રામાં સેવન કરવું
આયુર્વેદમાં કોઈ હર્બના ત્રણ પ્રકારના ડોઝ હાઈ, મીડિયમ અને લો હોય છે. જો કોઈ યુવાન ડિપ્રેશનમાં છે, અનિદ્રાથી પીડિત છે અથવા કોઈ અન્ય ગંભીર બીમારી હોય તો તેને 15 થી 30g સુધી અશ્વગંધાની જડનો પાવડર આપવામાં આવી શકે છે. તેને દૂધ, ઘી અથવા ગોળ સાથે લેવામાં આવી શકે છે. જોકે, અશ્વગંધા લેતાં પહેલાં કોઈ આયુર્વેદાચાર્યને બતાવવું જરૂરી છે. વિવિધ ઉંમરના લોકો માટે અશ્વગંધાના ડોઝ અલગ-અલગ હોઈ શકે છે.
અશ્વગંધામાં અનેક પ્રકારના કંમ્પાઉન્ડ હોય છે
અશ્વગંધાને ખાસ બનાવે તેવા અનેક કંમ્પાઉન્ડ હોય છે. જેમ કે, ફ્લાવોનૉયડ્સ. એવું જ નહીં, અશ્વગંધાને મધર ઓફ ઓલ એન્ટીઓક્સીડેન્ટ્સ કહેવામાં આવે છે. તેમાં કેટાલેસ, સુપરઑક્સાઇડ ડિસ્મ્યૂટેજ અને ગ્લૂટાથાયોન હોય છે. તેમાં એલ્કાલૉયડ્સ, એમીનો એસડિ્સ, ન્યૂરોટ્રાંસમીટર્સ, સ્ટેરૉલ્સ, ટૈનિન, લિગનૈંસ અને ટ્રિટરપેન્સ હોય છે. આ કંમ્પાઉન્ડના કારણે જ મેડિસિન સ્વરૂપમાં અશ્વગંધાની માગ છે.
1000 mg અશ્વગંધાની જડના પાવડરમાં બીજા કેટલાં ગુણ હોય છે 2.5 કેલોરી .04 g પ્રોટીન .032 g ફાઇબર .05 mg કાર્બોહાઇડ્રેટ .03 mg આર્યન .02 mg કેલ્શિયમ .08 μg કૈરોટીન .06 mg વિટામિન C
નોંધ- આ લેખમાં આપેલી સૂચનાઓને એક્સપર્ટની સલાહથી લખવામાં આવી છે. આ આયુર્વેદ ઔષધીનો ઉપયોગ કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.