ચિંતાનું જેનેટિક કનેક્શન:માતાથી પુત્રીમાં આનુવંશિક આવે છે આ ડિસઓર્ડર, 10 વર્ષ સુધી બાળકો પર રિસર્ચ થયું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચિંતા અને ગભરાટ માતા પાસેથી પુત્રીને આનુવંશિક રીતે વારસામાં મળે છે. જો કે, આ ડિસઓર્ડર પિતાથી પુત્રમાં પસાર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. વિશેષ વાત તો એ છે, કે જો પિતાને એન્ઝાઈટી ડિસઓર્ડર ન હોય તો પુત્રમાં એન્ઝાઈટી ડિસઓર્ડર હોવાની શક્યતાઓ નહિવત છે. કેનેડાની ડેલહાઉસી યુનિવર્સિટીમાં મનોચિકિત્સા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પાવલોવાના જણાવ્યા મુજબ આ સંશોધનમાં જાણવા મળ્યું છે, કે જો બાળકનાં માતા-પિતા બંનેને એન્ઝાઈટી ડિસઓર્ડરની સમસ્યા હોય તો તે બાળકોમાં ટ્રાન્સફર થવાની શક્યતા વધુ હોય છે.

એન્ઝાઈટી ડિસઓર્ડરની પેટર્ન
જો બાળકમાં મોડેલિંગને કારણે એન્ઝાઈટી ડિસઓર્ડર વિકસે છે, તો તે માતાથી પુત્રીમાં અને પિતાથી પુત્રમાં ટ્રાન્સમિશન થવાની તેની પેટર્ન જુદી-જુદી હોય છે. આ અધ્યયનમાં જાણવા મળ્યું છે, કે સમાન લિંગ ધરાવતાં બાળકોના માતા-પિતા જેમને એન્ઝાઈટી ડિસઓર્ડર હોય છે, તેમાં આ સમસ્યા ઉભી થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. આ રિસર્ચમાં ખબર પડી કે, જેમની માતાઓ એન્ઝાઈટી ડિસઓર્ડરથી પીડિત છે, તેમની પુત્રીઓમાં ચિંતાનું પ્રમાણ ઉચ્ચ સ્તર પર હોય છે. તમને જણાવી દઈએ, કે આ અભ્યાસમાં ટ્રાન્સજેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બીજું આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું, કે પિતાને એન્ઝાઈટીની સમસ્યા હોવા છતાં પુત્રમાં તે સમસ્યા હોવાની સંભાવના નહિવતપણે હોય છે.

માતા-પિતા પાસેથી એન્ઝાઈટીની આદત શીખે છે બાળકો
અન્ય એક રિસર્ચમાં જાણવા મળ્યું છે, કે બાળકો માતા-પિતા પાસેથી તેમના વર્તનનું અનુકરણ કરે છે. આવી સ્થિતિમાં તે એ જ વર્તન અપનાવે છે, જે માતા-પિતા જ્યારે ચિંતામાં હોય ત્યારે કરે છે. બીજી તરફ જ્યારે માતા-પિતાને ચિંતા હોય ત્યારે બાળકોને ચિંતા થવાની શક્યતા વધુ હોય છે.