બૂસ્ટર ડોઝ જ બચાવશે!:વેક્સિનનો ત્રીજો ડોઝ ઓમિક્રોન સામે 88% સુધી કારગર, બીજો ડોઝ 6 મહિના પછી 48% અસરકારક

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UK હેલ્થ સિક્યોરિટી એજન્સીના રિપોર્ટ પ્રમાણે, બીજો ડોઝ લીધાના 6 મહિના બાદ તેની અસર 52% સુધી ઓછી થઈ જાય છે
  • બૂસ્ટર ડોઝ લેવાથી ઓમિક્રોનથી પીડિત દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 81% સુધી ઓછું થાય છે

કોરોના વાઈરસના નવાં વેરિઅન્ટ 'ઓમિક્રોન'ને લીધે ચોતરફ ભયાવહ સ્થિતિ છે. નવાં વેરિઅન્ટની એન્ટ્રી થતાં જ બૂસ્ટર ડોઝની માગણીના સૂર મજબૂત બન્યા છે. બ્રિટનના એક રિસર્ચ પ્રમાણે, કોરોના વાઈરસની રસીનો ત્રીજો ડોઝ ઓમિક્રોન સામે ઈમ્યુનિટી 88% વધારી શકે છે. UKHSA (UK હેલ્થ સિક્યોરિટી એજન્સી)ના રિપોર્ટ પ્રમાણે, બીજો ડોઝ લીધાના 6 મહિના બાદ તેની અસર 52% સુધી ઓછી થઈ જાય છે. તેથી કોરોના સંક્રમણ અને ગંભીર લક્ષણોથી બચવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે.

બૂસ્ટર ડોઝ હોસ્પિટલમાં દાખલ થતાં બચાવશે
UKHSAના રિપોર્ટ પ્રમાણે ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીએ બૂસ્ટર ડોઝ ઓમિક્રોન પર ઓછો અસરકારક છે. બૂસ્ટર ડોઝ દર્દીને ગંભીર લક્ષણોથી અને હોસ્પિટલાઈઝેશનથી બચાવી શકે છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ICUમાં દાખલ 90% કોરોના દર્દીઓએ બૂસ્ટર ડોઝ લીધો નહોતો.

રિપોર્ટ પ્રમાણે, ત્રીજો ડોઝ લેવાથી વેક્સિનની અસરકારકતા 52%થી 88% સુધી વધી જાય છે. બૂસ્ટર ડોઝ લીધા પછી ઓમિક્રોનનું સંક્રમણ ગંભીર થતું નથી. લોકોમાં ના બરાબર લક્ષણો જોવા મળે છે. તેથી દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ 81% સુધી ઓછું થઈ જાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દર્દીમાં કોરોનાના લક્ષણો જણાય તો તેમને બૂસ્ટર ડોઝ આપવાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 68% ઓછું થાય છે.

કોવિશીલ્ડના 2 ડોઝ ઓમિક્રોન સામે અસરકારક નહિ
રિસર્ચમાં ખુલાસો થયો કે ભારતમાં કોવિશીલ્ડના 2 ડોઝ ઓમિક્રોન સામે કારગર નથી. કોવિશીલ્ડના બીજા ડોઝના 5 મહિના પછી શરીરમાં કોરોના વિરુદ્ધ ઈમ્યુનિટી ઘટવા લાગે છે. તો ફાઈઝર અને મોડર્નાના બીજા ડોઝથી વધેલી ઈમ્યુનિટી 6 મહિના પછી 70% અને 10% થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...