• Gujarati News
  • Lifestyle
  • Health
  • These Two Things Found In The Investigation Can Confuse You, Understand The Difference Between Them With The Expert

બ્રેસ્ટ કેન્સર સ્ટેજ VS ગ્રેડ:કેન્સરની તપાસમાં સામે આવતી 2 બાબતો જે તમને કન્ફ્યુઝ કરી શકે છે, એક્સપર્ટ પાસેથી સમજો તેનું અંતર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રેસ્ટ (સ્તન) કેન્સર ભારતમાં મહિલાઓમાં થતું સૌથી કોમન કેન્સર છે. આંકડા પ્રમાણે, દેશમાં દર ચોથી મિનિટે એક મહિલા બ્રેસ્ટ કેન્સરનો શિકાર બને છે અને દર આઠમી મિનિટે આ કેન્સર દ્વારા એક મહિલાનું મૃત્યુ થાય છે. એવામાં આ જીવલેણ બીમારીની તપાસ સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ સ્ટેજને સમજવા ખૂબ જ જરૂરી છે.

બ્રેસ્ટ કેન્સરની તપાસમાં આપણને બે વસ્તુઓની જાણ થાય છે. પહેલી- કેન્સરનો સ્ટેજ અને બીજી- કેન્સરનો ગ્રેડ. લોકો મોટાભાગે આ બંને શબ્દોમાં કન્ફ્યુઝ થઈ જાય છે. તેના અંતરને વિસ્તારથી સમજવા માટે આપણે કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સના પેથોલૉજી લેબ ઓપરેશન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. મનીષ દત્તાત્રેય કારેકર સાથે વાત કરી.

સવાલઃ બ્રેસ્ટ કેન્સર ગ્રેડ શું છે?
જવાબઃ સ્વસ્થ સેલ્સ (કોશિકાઓ) પ્રમાણે કેન્સર સેલ્સ કેટલાં અસામાન્ય છે, તેનું આંકલન કેન્સર ગ્રેડ સાથે થાય છે. માઇક્રોસ્કોપમાં જે કેન્સર સેલ્સ સ્વસ્થ સેલ્સ જેવા જોવા મળે છે, તેમનો કેન્સર ગ્રેડ લો હોય છે. ત્યાં જ જે કેન્સર સેલ્સ સ્વસ્થ સેલ્સથી ખૂબ જ અલગ જોવા મળે છે, તેનો કેન્સર ગ્રેડ હાઈ હોય છે.

સવાલઃ કેન્સરનો કયો ગ્રેડ કેટલો ખતરનાક હોય છે?
જવાબઃ ગ્રેડ 1ને લો ગ્રેડ નંબર કહેવામાં આવે છે. જેનો અર્થ છે કે કેન્સર ધીમે-ધીમે વધી રહ્યું છે અને તેના ફેલાવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ગ્રેડ 2ને ઇન્ટમીડિએટ ગ્રેડ નંબર કહેવામાં આવે છે. જેનો અર્થ છે કે કેન્સર ગ્રેડ 1થી ઝડપી અને ગ્રેડ 3થી ધીમે વધી રહ્યું છે. ગ્રેડ 3ને હાઈ ગ્રેડ નંબર કહેવામાં આવે છે. જેનો અર્થ છે કે કેન્સર ઝડપથી વધી રહ્યું છે અને તેના ફેલાવાની શક્યતાઓ વધારે છે.

સવાલઃ કેન્સર સ્ટેજ શું છે?
જવાબઃ કેન્સરનો સ્ટેજ જણાવે છે કે મુખ્ય ટ્યૂમર કેટલું મોટું છે અને શરીરમાં કેટલું વધારે ફેલાઈ ગયું છે. કેન્સર સ્ટેજની જાણકારી મેળવવા માટે મોટાભાગના ડોક્ટર્સ TNM સિસ્ટમનો ઉપયોગ કરે છે.

ટ્યૂમર(T): બ્રેસ્ટમાં મુખ્ય ટ્યૂમર કેટલું મોટું છે, તેની જાણકારી મળે છે
નોડ(N): ટ્યૂમર લિન્ફનોડ્સ સુધી ફેલાયેલું છે કે નહીં, જો ફેલાયેલું છે તો ક્યાં અને કેટલું, તેની જાણકારી મળે છે.
(લિન્ફનોડ્સ અમારા ઇન્યૂન સિસ્ટમનો ભાગ છે. તેનું કામ ઇન્ફેક્શન, ઈજા કે કેન્સર જેવા ફેરફારનો જાણ લગાવવા માટે શરીરની ચારેય બાજુ ફરતા તરલ પદાર્ષોનો નમૂનો આપે છે)

મેટાસ્ટાસિસ(M): કેન્સર શરીરના બીજા ભાગમાં ફેલાયેલ છે કે નહીં, તેની જાણકારી મળે છે

સવાલઃ કેન્સરનો કયો સ્ટેજ કેટલો ખતરનાક હોય છે?

જવાબઃ

સવાલઃ બ્રેસ્ટ કેન્સર ગ્રેડ અને સ્ટેજમાં શું અંતર છે?

જવાબઃ સરળ ભાષામાં, જ્યાં ગ્રેડ કેન્સર સેલ્સની બનાવટ જણાવે છે, ત્યાં જ, સ્ટેજથી એ જાણકારી મળે છે કે બ્રેસ્ટમાં મુખ્ય ટ્યૂમર કેટલું મોટું છે અને કેન્સર શરીરના કેટલાં ભાગમાં ફેલાઈ ગયું છે.

(NOTE: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કેન્સરની તપાસ/ઇલાજ ડોક્ટરની સલાહ લઈને શરૂ કરશો)