લૉન્ગ કોવિડને ઓળખો:સંક્રમણનાં પ્રથમ અઠવાડિયાંમાં થાક, માથાનો દુખાવો અને શ્વાસ સંબંધિત સમસ્યા જેવાં 5 લક્ષણો દેખાય તો લૉન્ગ કોવિડનું જોખમ, બ્રિટિશ સંશોધકોનો દાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19થી સ્વસ્થ થયાં બાદ પણ લક્ષણો લાંબા સમય સુધી રહે તેને લૉન્ગ કોવિડ કહેવાય છે
  • માંસપેશીઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સાંધામાં દુખાવો, ડાયેરિયા, છાતીમાં દુખાવો સહિતનાં લક્ષણો લૉન્ગ કોવિડના છે

કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પણ લૉન્ગ કોવિડ નામનું જોખમ યથાવત રહે છે. કયાં લક્ષણો લૉન્ગ કોવિડથી શિકાર હોવાનું જણાવે છે તેનાં પર વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સંક્રમણ થયા બાદ પ્રથમ અઠવાડિયાંમાં કોરોનાથી જોડાયેલા 5 લક્ષણો દેખાય તો દર્દીને લૉન્ગ કોવિડ થવાનું જોખમ રહે છે. આ 5 લક્ષણોમાં થાક, માથાનો દુખાવો, શ્વાસ સંબંધિત સમસ્યા, તાવ અને પેટથી જોડાયેલી સમસ્યા સામેલ છે.

રિસર્ચ કરનારી બ્રિટનની બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે કોરોના પીડિતોના ડેટાની મદદથી લૉન્ગ કોવિડના 10 લક્ષણ જણાવાયા છે. તેમાં માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સાંધામાં દુખાવો, ડાયેરિયા, છાતીમાં દુખાવો, સ્વાદ અને સુગંધ જતી રહેવી જેવાં લક્ષણો સામેલ છે.

શું છે લૉન્ગ કોવિડ
લૉન્ગ કોવિડની કોઈ મેડિકલ પરિભાષા નથી. સરળ ભાષામાં તેનો અર્થ એ છે કે શરીરમાંથી વાઈરસ નાબૂદ થયા બાદ પણ તેનાં કોઈકને કોઈક લક્ષણ જણાતાં રહે છે. કોવિડ-19ના દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યાના મહિનાઓ બાદ પણ સમસ્યાઓ થઈ રહી છે. કોવિડ-19થી સ્વસ્થ થયાં બાદ પણ લક્ષણો લાંબા સમય સુધી રહે તેને લૉન્ગ કોવિડ કહેવાય છે.

લૉન્ગ કોવિડનું કારણ સમજવું જરૂરી
સંશોધક ઓલાલેકન લી કહે છે કે, લૉન્ગ કોવિડથી પીડિત લોકો પોતાની જાતને એકલા મહેસૂસ કરે છે. તે પોતાની જાતને બીમાર સમજે છે. સંશોધક શમિલ હરુનીનું કહેવું છે કે, અત્યાર સુધી એ નથી સમજી શકાયું કે લોકો શા માટે લૉન્ગ કોવિડથી પીડિત બની રહ્યા છે.

ફેફસાંની કાર્યક્ષમતા ઘટે છે
વૈજ્ઞાનિકો જણાવે છે કે, એવું જોવા મળ્યું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ SARS અને MERSના દર્દીઓમાંથી 25% લોકોના ફેફસાં યોગ્ય રીતે કામ કરતા નહોતા. તેમની એક્સર્સાઈઝ કરવાની ક્ષમતામાં ઘટાડો આવ્યો છે. સંશોધક મિલેની કાલવર્ટના જણાવ્યા પ્રમાણે, લૉન્ગ કોવિડથી પીડિત દર્દીઓમાં જણાતાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સને ઊંડાણ પૂર્વક સમજવું જરૂરી છે.

લૉન્ગ કોવિડ પર યુનિવર્સિટી કોલેજ લંડનના ન્યુરોસાયન્ટિસ્ટ એથેના અક્રમી કહે છે કે, આવા દર્દીઓમાં આગળ કેવાં લક્ષણો જોવાં મળશે તેની ખુબ ઓછી માહિતી મળી છે. આવું એટલા માટે છે કારણ કે જેમ જેમ સમય પસાર થાય છે તેનાં લક્ષણો જણાવા લાગે છે. તે કેટલા ગંભીર હશે અને તેની અસર રૂટિન લાઈફ પર કેવી થશે તે પણ થોડા સમય બાદ માલુમ પડે છે.

અન્ય સમાચારો પણ છે...