વજન ઓછું કરવાની સૌથી સારી રીત ડાયટમાં ફ્રૂટને સામેલ કરવા. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, એટલા માટે આ ફળ મેદસ્વિતા કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે. દિલ્હીમાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શૈલી તોમરના જણાવ્યા પ્રમાણે, ફળ ખાવાથી માત્ર મેદસ્વિતા ઓછી થતી નથી, પરંતુ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કેન્સર અને હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઘટી જાય છે. ફ્રૂટ વિટામિન, ફાઈબર, અને અન્ય પોષક તત્ત્વોના રેડિમેડ સ્નેક હોય છે જે હેલ્ધી ડાયટનો ભાગ બને છે. ડૉ. શૈલી જણાવી રહ્યાં છે કે ગરમીની સિઝનમાં તમારે કયાં ફળ ખાવાં જોઈએ જેનાથી મેદસ્વિતા ન વધે અને વજન કંટ્રોલમાં રહે.
તરબૂચ
ગરમીની સિઝન આવતાં જ માર્કેટમાં તરબૂચ જોવા મળે છે. રંગોથી ભરપૂર આ ફળ તમારા સ્વાસ્થ્યને પણ રંગોથી ભરી દે છે. તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. સાથે જ તેમાં વિટામિન એ, સીની સાથે ફાઈબરનો સારો સ્રોત હોય છે. તરબૂચ ખાવાથી પાણીની તરસ ઓછી લાગે છે અને ભૂખ પણ નથી લાગતી. તરબૂચમાં ગ્લાઈસમિક ઈન્ડેક્સ વધારે હોય છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન સંભાળીને કરવું જોઈએ.
ખીરા-કાકડી
ખીરા અને કાકડીમાં સારા પ્રમાણમાં પાણી હોય છે, એટલા માટે તે વજન ઓછું કરવા માટે સૌથી અસરકારક છે. ખીરામાં 95 ટકા પાણી હોય છે. આ બંને ફળ ગરમીમાં ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે. સાથે જ તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. ફાઈબર ધીમે ધીમે પચે છે, તેથી ખીરા અને કાકડી વજન ઓછું કરવાનો અસરકારક ઉપાય છે.
અનાનસ
અનાનસ પણ વજન નિયંત્રણ કરવામાં અસરકારક સાબિત થાય છે. તેમાં વિટામિન સી અને ફાઈબર હોય છે. તે શરીરમાં પાણીની ઊણપ પૂરી કરે છે અને વજન પણ નથી વધતું. તેને જ્યુસ અથવા સલાડની જેમ તમે ઈચ્છો એ રીતે ઉપયોગ કરી શકો છો.
નારંગી
નારંગી વિટામિન સીનો સારો સ્રોત છે. તેને ખાવાથી ઈમ્યુનિટી તો સ્ટ્રોન્ગ થાય છે. સાથે જ મેટાબોલિઝ્મ પણ વધારે છે. તે પોટેશિયમનો પણ સારો સ્રોત હોય છે. નારંગી ખાવાથી મોડે સુધી ભૂખ નથી લાગતી. વારંવાર ખાવાની આદત દૂર થાય છે, તેથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
કિવી
અંદરથી લીલું અને બહારથી બ્રાઉન કલરનું આ ફળ કિવી વિટામિન સી, ઈ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ ફળને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું રહે છે. આ પ્રકારે આ ફળ વેઇટ લોસ કરવામાં મદદગાર સાબિત થાય છે.
પપૈયું
પપૈયામાં સારી માત્રામાં ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ફળને ખાવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. સાથે મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, જેનાથી તમે આખો દિવસ ઊર્જાવાન રહો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.