નવરાત્રિ સ્પેશિયલ:ખાવા-પીવાની આ ટિપ્સ તમારું વજન કન્ટ્રોલ કરશે અને ઉપવાસમાં પણ તમને રાખશે એનર્જેટિક

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજ 12-14 ગ્લાસ પાણી પીઓ
 • દરેક મીલમાં મરી પાઉડર, તજ પાઉડર અને જીરું પાઉડર સામેલ કરો

નવરાત્રિ દરમિયાન દેવી સાધના, આરાધના અને ઉપાસના દરમિયાન દુનિયાભરમાં કરોડો શ્રદ્ધાળુઓ વ્રત કરે છે. વ્રત એટલે સંયમિત ખોરાક અને અનહેલ્ધી ભોજનથી દૂર રહેવું. આખું વર્ષ આપણે મનપસંદ ભોજન ખાઈએ છીએ, પણ નવરાત્રિમાં શું ખાવું અને શું ના ખાવું તેને લઈને કન્ફ્યુઝન હોય છે. આ 9 દિવસના ઉત્સવમાં પોતાને ફિટ અને એનર્જેટિક રાખવા જરૂરી છે. જેથી આપણે તહેવારની મજા પણ માણી શકીએ અને તંદુરસ્ત પણ રહી શકીએ. નવરાત્રિને માટે અમુક જરૂરી ટિપ્સ જણાવી રહ્યા છે ન્યૂટ્રિશનિસ્ટ હિમાંશુ રાય..

નવરાત્રિ દરમિયાન આ ફૂડ્સ ખાઓ:

 • રોજ 12-14 ગ્લાસ પાણી પીઓ.
 • ડાયટમાં ફુદીનો સામેલ કરો.
 • તેલ, મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો.
 • લંચ અને ડિનર પછી એક ચમચી વરિયાળી ખાઓ.
 • ભોજનમાં સિંધાલૂણ મીઠું અને સુગર ફ્રીનો ઉપયોગ કરો.
 • એનર્જી ઓછી લાગે ત્યારે એક ટેબલ સ્પૂન ગોળ ખાઈ લો.
 • શાક અને પરોઠામાં ઓછું તેલ વાપરો. ભોજન નોન-સ્ટિક વાસણમાં બનાવો.
 • ભોજનમાં દેશી ઘીનો ઉપયોગ કરો, પરંતુ ક્વોન્ટિટીનું ધ્યાન રાખો.
 • દરેક મીલમાં મરી પાઉડર, તજ પાઉડર અને જીરું પાઉડર સામેલ કરો.
 • નવરાત્રિમાં ડાયટ ઓછું કરીને વજન પણ ઓછું કરી શકો છો, પરંતુ ભૂખ્યા ના રહો, ખાવાનું ના છોડો.
 • જો ભૂખ લાગી હોય તો ડ્રાય રોસ્ટ મખાના, ખીરા કાકડી, છાશ, નારિયેળ પાણી, 1/2 કપ ટોન્ડ મિલ્ક, 1 સફરજન કે 1 ટેબલ સ્પૂન સનફ્લાવર સીડમાંથી કઈ ખાઈ શકો છો.

વ્રત દરમિયાન અને વ્રત પછી આટલી ભૂલ ના કરો:

 • જો કોઈ દવા લેતા હો તો ચાલુ રાખો.
 • વ્રત દરમિયાન વ્રતમાં ખવાય તેવું પ્રોસેસ્ડ કે પેક્ડ ફૂડ ના ખાવું જોઈએ.
 • વ્રત દરમિયાન કે તેના પછી તળેલું ભોજન ના કરવું જોઈએ.
 • વ્રત પૂરું થતાની સાથે જંક ફૂડ તરફ ડોટ ના મૂકવી.

વજન ઘટાડવા માટે ઉપવાસ કરતા હોય તેમના માટે આ સ્ટડી
જો તમે ભોજન ઘટાડવા ઈચ્છતા હો તો પૂરતી ઊંઘ લો. યુનિવર્સિટી ઓફ શિકાગોમાં થયેલી એક સ્ટડી પ્રમાણે, ઓવર વેટ મહિલાઓને સલાહ આપી હતી કે, બેલેન્સ ડાયટ લેશે, કેલરી પર કન્ટ્રોલ રાખશે અને રોજ રાતે 8થી સાડા 8 કલાકની ઊંઘ લેશે તો એક અઠવાડિયાંની અંદર વજનમાં ઘણો ફર્ક દેખાશે. સંશોધકોએ જણાવ્યું કે, જો તમારી ઊંઘ પૂરી નથી થતી તો તમારામાં બોડી ગ્રેલિંગ હોર્મોન બનવા લાગે છે. આ હોર્મોન તમારી ભૂખ સાથે જોડાયેલું છે. ચટ્ટ-પટ્ટુ ખાવાની આદતથી બચવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...