માનસિક સમસ્યાઓની ખાનપાન ઉપર અસર:બાળકોથી લઈને વડીલોમાં આ 6 પ્રકારના ઈટિંગ ડિસઓર્ડર સૌથી કોમન છે, જાણો લક્ષણ

5 મહિનો પહેલા

વિવિધ પ્રકારની સમસ્યાઓના કારણે લોકોના ખાનપાન સાથેનો સંબંધ બદલાઇ જાય છે. તેઓ ખરાબ આદતો અપનાવવા લાગે છે. જ્યાં થોડા લોકો ભોજનથી દૂર ભાગે છે, ત્યાં જ થોડા લોકો ભોજન વિના જીવી શકતા નથી. આવી પરેશાનીઓને ઈટિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આ એક માનસિક વિકાર છે.

હેલ્થલાઇન વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, 6 પ્રકારના ઈટિંગ ડિસઓર્ડર લોકોમાં સામાન્ય રીતે મળી આવે છે. ડોકે, ઈટિંગ ડિસઓર્ડર કોઈપણ ઉંમર અને જેન્ડરના વ્યક્તિને થઈ શકે છે, પરંતુ તેનો સૌથી વધારે શિકાર ટીનએજર અને યુવા મહિલાઓ બને છે.

ઈટિંગ ડિસઓર્ડર શું હોય છે?
ઈટિંગ ડિસઓર્ડરના અનેક કારણો હોઈ શકે છે. હેલ્થલાઈન પ્રમાણે, ટ્વિન્સ અને દત્તક લીધેલાં લોકો ઉપર થયેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈટિંગ ડિસઓર્ડરનું કારણ આનુવંશિક હોઈ શકે છે. તેના સિવાય જે લોકોની પર્સનાલિટી દરેક કામને પરફેક્ટ કે ઉતાવળમાં કરનાર હોય છે, તેઓ પણ તેના શિકાર હોય છે. સંપ્રદાય, સંસ્કૃતિ અને દિમાગની સંરચના પણ ઈટિંગ ડિસઓર્ડરના કારણે હોઈ શકે છે.

ઈટિંગ ડિસઓર્ડર સૌથી કોમન

1. એનોરેક્સિયા નર્વોસા

એનોરેક્સિયા નર્વોસાના દર્દીઓને જાડા થવાની બીક લાગે છે.
એનોરેક્સિયા નર્વોસાના દર્દીઓને જાડા થવાની બીક લાગે છે.

આ ડિસઓર્ડર મોટાભાગે કિશોરાવસ્થામાં વિકસિત થાય છે અને પુરૂષો કરતા મહિલાઓને વધારે પ્રભાવિત કરે છે. તેનાથી પીડિત લોકો પોતાને હંમેશાં જાડા અનુભવ કરે છે, ભલે તેઓ દૂબળા-પાતાળા કેમ ન હોય. આવા લોકો સતત પોતાનું વજન માપે છે. તેઓ પોતાના શરીરની સાઈઝ અને આકારને લઈને પરેશાન રહે છે, જેથી તેમનો આત્મવિશ્વાસ નબળો પડે છે.

2. બુલિમિયા નર્વોસા

બુલિમિયા નર્વોસાના દર્દીઓ વજન ઉપર વધારે ધ્યાન આપવાના કારણે આત્મવિશ્વાસ ગુમાવે છે.
બુલિમિયા નર્વોસાના દર્દીઓ વજન ઉપર વધારે ધ્યાન આપવાના કારણે આત્મવિશ્વાસ ગુમાવે છે.

એનોરેક્સિયાની જેમ જ બુલિમિયા પણ કિશોરાવસ્થામાં વિકસિત થાય છે અને મહિલાઓને વધારે પ્રભાવિત કરે છે. બુલિમિયાથી પીડિત લોકોને વધારે ખાવાની આદત હોય છે. તેઓ ત્યાં સુધી ભોજન કરે છે જ્યાં સુધી બીમારી અનુભવ ન કરવા લાગે. આવા લોકો ખાનપાનમાં કંટ્રોલ કરી શકતા નથી.

બુલિમિયા નર્વોસાના દર્દીઓ ઉલટી કરીને, ઉપવાસ રાખીને, દવાઓ લઈને અને વધારે કસરત કરીને પોતાના વજનને કંટ્રોલમાં રાખે છે. વજન ઉપર વધારે ધ્યાન આપવાથી તેમનો આત્મવિશ્વાસ પણ ઘટે છે.

3. બિંજ ઈટિંગ ડિસઓર્ડર

બિંજ ઈટિંગ ડિસઓર્ડરથી પીડિત લોકો ભોજન ઉપર કંટ્રોલ કરી શકતા નથી.
બિંજ ઈટિંગ ડિસઓર્ડરથી પીડિત લોકો ભોજન ઉપર કંટ્રોલ કરી શકતા નથી.

આ ડિસઓર્ડર કિશોરાવસ્થા તથા યુવાવસ્થામાં વિકસિત થાય છે. તેના લક્ષણ બુલિમિયા નર્વોસા જેવા જ હોય છે. આ બીમારીથી પીડિત લોકો ઓછા સમયમાં વધારે ભોજન કરે છે. તેઓ પોતાના ખાનપાન ઉપર કંટ્રોલ કરી શકતા નથી. તે પછી પોતાને આ ભૂલના દોષી માનીને શરમ અનુભવે છે.

બિંજ ઈટિંગ ડિસઓર્ડરમાં લોકો વજનને નિયંત્રિત કરી શકતા નથી એટલે તેઓ ઓવરવેઇટ કે જાડા હોય છે. તેમને હ્રદયની બીમારી, ડાયાબિટીઝ, સ્ટ્રોક આવવાનો ખતરો વધારે રહે છે.

4. પાઇકા ઇટિંગ ડિસઓર્ડર

પાઇકા ઈટિંગ ડિસઓર્ડરમાં લોકો માટી, ચોક, પેપર જેવી વસ્તુઓ આરોગે છે
પાઇકા ઈટિંગ ડિસઓર્ડરમાં લોકો માટી, ચોક, પેપર જેવી વસ્તુઓ આરોગે છે

પાઇકા ઈટિંગ ડિસઓર્ડરમાં લોકો એવી વસ્તુઓ ખાય છે જેને ફૂડ માનવામાં આવતું નથી. તેમાં બરફ, ધૂળ, માટી, ચોક, પેપર, સાબુ, વાળ, કપડા, ઊન, ડિટર્જન્ટ વગેરે સામેલ છે. પાઇકા સૌથી વધારે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલાઓ અને માનસિક બીમારીઓથી પીડિત લોકોને પોતાનો શિકાર બનાવે છે.

આ લોકોમાં પોષણની ખોટ રહે છે અને થોડું પણ ઝેરીલું ભોજન કરી લેવાનો ભય રહે છે.

5. રૂમિનેશન ડિસઓર્ડર

નવજાત બાળકોમાં રૂમિનેશન ડિસઓર્ડર 3 થી 12 મહિનાની ઉંમરમાં વિકસિત થાય છે.
નવજાત બાળકોમાં રૂમિનેશન ડિસઓર્ડર 3 થી 12 મહિનાની ઉંમરમાં વિકસિત થાય છે.

રૂમિનેશન ડિસઓર્ડર નવજાત અને નાના બાળકોમાં વિકસિત થાય છે. આ એડલ્ટ્સને પણ થઈ શકે છે. તેમાં વ્યક્તિ એકવાર કરવામાં આવતા ભોજનને ફરી મોઢામાં લાવે છે અને પછી તેને ફરી ચાવી જાય છે. આ ડિસઓર્ડરમાં ચાવેલા ભોજનને ફરી ગળી જાય છે અથવા થૂકી દે છે. આ એક ગંભીર સમસ્યા છે જેમાં થેરાપીની જરૂરિયાત હોય છે.

નવજાત બાળકોમાં આ ડિસઓર્ડર 3 થી 12 મહિનાની ઉંમરમાં વિકસિત થાય છે. તે પછી આપમેળે ઠીક થઈ જાય છે.

6. અવૉઈડેન્ટ/ રિસ્ટ્રિક્ટિવ ફૂ઼ડ ઇનટેક ડિસઓર્ડર

રિસ્ટ્રિક્ટિવ ફૂ઼ડ ઇનટેક ડિસઓર્ડરમાં બાળકો ભોજનમાં વધારે આનાકાની કરે છે.
રિસ્ટ્રિક્ટિવ ફૂ઼ડ ઇનટેક ડિસઓર્ડરમાં બાળકો ભોજનમાં વધારે આનાકાની કરે છે.

આ ડિસઓર્ડર નવજાત અને નાના બાળકોમાં વિકસિત થાય છે જે એડલ્ડ થયા સુધી રહી શકે છે. આ મહિલાઓ અને પુરૂષો બંનેમાં કોમન છે. તેમાં બાળકો ભોજન કરવામાં વધારે આનાકાની કરે છે. એડલ્ટ થાય ત્યારે પણ ભોજન ઓછું કરે છે. આવા બાળકોનું વજન ઓછું જ રહે છે. તેમની અંદર પોષણની કમી રહે છે.

આ ડિસઓર્ડરના કારણે બાળકોની લંબાઈ પણ ઓછી રહે છે. તેમને ભોજનની સ્મેલ, સ્વાદ, રંગ, તાપમાન અને બનાવટથી પણ પરેશાની રહે છે.

(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ખાનપાન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી)

અન્ય સમાચારો પણ છે...