આ વર્ષે વર્લ્ડ સ્લીપ ડે 18 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. તેનું લક્ષ્ય સ્લીપ ડિસઓર્ડર્સ એટલે કે ઊંઘની સમસ્યા વિશે લોકોને જાગૃત કરવાનો છે. આંકડાના અનુસાર, આપણે આપણા જીવનનો એક ત્રીજા ભાગનો સમય ઊંઘમાં વિતાવીએ છીએ. ખાવાનું અને પાણીની જેમ ઊંઘ પણ આપણી જરૂરિયાત છે, પરંતુ અત્યારની ભાગ-દોડની લાઈફસ્ટાઈલના કારણે ઊંઘ સાથે સંબંધિત સમસ્યા વધી રહી છે.
વર્લ્ડ સ્લીપ સોસાયટીના અનુસાર, સ્લીપ ડિસઓર્ડર એક સાઈલેન્ટ મહામારી છે. ઓછામાં ઓછા 35% લોકો માને છે કે ઊંઘમાં ખલેલ પહોંચવાના કારણે તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે. તેમજ ભારતની વાત કરીએ તો 2021માં કરવામાં આવેલા ઈન્ડિયા સ્લીપ સર્વેના અનુસાર, 25% લોકો પોતાની સ્લીપિંગ પેટર્નથી ખુશ નથી.
જાણો તે 5 પ્રકારના સ્લીપ ડિસઓર્ડર્સ વિશે, જેનાથી લોકો સૌથી વધારે પ્રભાવિત થાય છે...
1. ઈન્સોમ્નિયા
ઈન્સોમ્નિયા એક એવી બીમારી છે જેમાં મનુષ્યને ઊંઘ નથી આવતી. તે જેટ લેગ, ચિંતા, એન્ક્ઝાઈટી, હોરમોન્સ અને પાચનની સમસ્યાના કારણે થઈ શકે છે. આજના યુગમાં ઊંઘ ન આવવી તે સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેનાથી ડિપ્રેશન, મેદસ્વિતા, ચીડીયાપણું અને ફોકસ ન કરવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
ઈન્સોમ્નિયા 30%થી 45% અડલ્ટ વસ્તીને અસર કરે છે. આ વખતે કરવામાં આવેલા સંશોધનના અનુસાર, ઈન્સોમ્નિયાના દર્દીઓને નોર્મલ લોકોની તુલનામાં એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થવાનું અથવા મૃત્યુનું જોખમ 7 ગણું વધારે હોય છે. ઊંઘ ન આવવાની બીમારી મોટાભાગની મહિલાઓ અને વધુ ઉંમરના એડલ્ટ્સને હોય છે.
2. સ્લીપ એપનિયા
તાજેતરમાં પ્રખ્યાત બોલિવૂડ ગાયક/સંગીતકાર બપ્પી લાહરીનું મૃત્યુ ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી થયું હતું. આ સ્લીપ એપનિયાનો જ એક પ્રકાર છે. આ બીમારીમાં સૂતા સમયે મનુષ્યને ખબર નથી પડતી અને તેનો શ્વાસ બંધ થઈ જાય છે. તેનાથી તેના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે.
શ્વાસ બંધ થઈ જવાની આ સમસ્યા 10 સેંકડથી લઈને 1 મિનિટ સુધીની હોય શકે છે. આવું એક કલાકમાં સરેરાશ 5 વખત થઈ શકે છે. વજન વધારે હોવા પર સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે. સૂઈને જાગ્યા પછી મોં સૂકાઈ જવું અને રાત્રે પરસેવો આવવો તેના જ કેટલાક લક્ષણો છે.
3. પેરાસોમ્નિયા
ઊંઘમાં ખલેલ પહોંચાડતા ઘણા ડિસઓર્ડર્સના સેટને પેરાસોમ્નિયા કહેવામાં આવે છે. તેમાં ઊંઘમાં ચાલવું, ઊંઘમાં બોલવું, ખરાબ સપના આવવા, પથારી ભીની કરવી, શરીર સુન્ન થઈ જવું અને જડબા જકડાઈ જાય છે.
પેરાસોમ્નિયા મોટાભાગે બાળકો અને વૃદ્ધને જાય છે. ઊંઘ પૂરી ન થવાથી, સારી ઊંઘ વચ્ચે તૂટી જવી અને મેડિકેશન્સના કારણે પેરાસોમ્નિયા થઈ શકે છે. તેની સાથે જ વધારે ચિંતા, પ્રેગ્નન્સી, મગજમાં ઈજા, દારૂ અથવા ડ્રગ્સનું સેવન અને પરિવારમાં કોઈને આ બીમારી હોવાથી તમે પણ તેનો ભોગ બની શકો છો.
4. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (RLS)
રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાનો પગ હલાવતો રહે છે. તેના પગ પર કંટ્રોલ નથી રહેતો, એટલે કે ધ્યાન હટી ગયું તો પગ હલવાનું શરૂ. સતત પગ હલાવવાની આ આદતના કારણે લોકોને પગમાં ઝણઝણાટી થવા લાગે છે. આ લક્ષણ દિવસમાં જોવા મળી શકે છે, તેમજ રાતમાં તે ભાયનક સ્વરૂપ ધારણ કરી લે છે. તેનાથી લોકોની ઊંઘ ખરાબ થાય છે.
RLS હોવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી. તેને અન્ય બીમારીઓ સાથે જોડીને જોઈ શકાય છે. તેના મોટાભાગના દર્દી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) અથવા પાર્કિન્સન બીમારીથી પીડિત હોય છે.
5. નાર્કોલેપ્સી
નાર્કોલેપ્સીને સ્લીપ અટેક પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને જાગતી વખતે અચાનક થાક લાગે છે, જેનાથી તે તરત સૂઈ જાય છે. આ ડિસઓર્ડર લોકોમાં સ્લીપ પેરાલિસિસની સમસ્યા વિકસાવી શકે છે. તેના કારણે તમે ઊંઘમાંથી ઉઠ્યા પછી થોડો સમય તમારું શરીર મૂવ નથી કરી શકતા.
આમ તો નાર્કોલેપ્સી તેની જાતે થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને કેટલાક ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર્સ સાથે લિંક કરી શકાય છે. તેમાં મલ્ટિપલ સ્કલેરોસિસ સામેલ છે.
(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ઊંઘ સાથે સંબંધિત કોઈપણ સમસ્યા થવા પર ડૉક્ટરની સલાહ જરૂરથી લો) 25% ભારતીય પોતાની સ્લિપિંગ પેટર્નથી નાખુશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.