ઓમિક્રોન Vs ડેલ્ટા:કોરોનાનાં બંને વેરિઅન્ટ વચ્ચેનું અંતર આ 5 લક્ષણોથી સમજો, કોઈ પણ લક્ષણ જણાય તો કોરોના ટેસ્ટ કરાવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટા વેરિઅન્ટનાં સંક્રમણમાં ભારે તાવ જ્યારે ઓમિક્રોનમાં હળવો તાવ આવે છે
  • ઓમિક્રોનનાં સંક્રમણમાં ફેફસાંને ના બરાબર નુકસાન થાય છે

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. દેશમાં સતત 2 દિવસથી નવાં કેસનો આંકડો 1 લાખને પાર આવી રહ્યો છે. ઓમિક્રોનના મોટાભાગના કેસમાં દર્દીને માઈલ્ડ લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસમાં તો દર્દીમાં કોઈ લક્ષણો જ નથી હોતા. તો પણ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ ઓમિક્રોન વેરિઅન્ટને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' અર્થાત ચિંતાજનક વેરિઅન્ટ જાહેર કર્યો છે. આ પહેલાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટને પણ 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' જાહેર કરાયો હતો.

નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન વેરિઅન્ટ એટલો ગંભીર નથી. તો પણ ભવિષ્યમાં થતી શારીરિક સમસ્યાથી બચવા માટે સાવચેત રહેવું જરૂરી છે. બંને વેરિઅન્ટનાં મોટાભાગનાં લક્ષણો ફ્લૂ જેવાં જ છે, પરંતુ બંનેની પોતાની વિશેષતાઓ છે. આ બંને વેરિઅન્ટનાં લક્ષણો વચ્ચેનું અંતર સમજો....

આ લક્ષણો ડેલ્ટા અને ઓમિક્રોનને અલગ કરે છે....

  • ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો શરીરમાં 10 દિવસ સુધી રહે છે જ્યારે ઓમિક્રોનનાં લક્ષણો 4-5 દિવસમાં જતા રહે છે.
  • ડેલ્ટાના દર્દીને ભારે તાવ આવી શકે છે. જ્યારે માઈલ્ડ ઓમિક્રોનમાં હળવો તાવ આવી શકે છે.
  • ડેલ્ટા વેરિઅન્ટ આપણાં ફેફસાંને નુકસાન કરી શકે છે. તેનાથી શ્વસનતંત્ર પર નકારાત્મક અસર પડે છે. ડેલ્ટાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ઓમિક્રોન સંક્રમણ થવા પર ફેફસાંને ના બરાબર નુકસાન થાય છે.
  • ડેલ્ટાને કારણે બીજી લહેર આવી હતી. તે સમયે વેક્સિનેશન શરૂ જ થયું હતું અને મોટા ભાગની વસતી અનવેક્સિનેટેડ હતી. તેને કારણે લોકો ડેલ્ટાની ઝપેટમાં આવી ગંભીર રીતે બીમાર પડ્યા હતા. હાલથી સ્થિતિ અલગ છે. અડધી વસતી વેક્સિનેટેડ છે. જોકે વેક્સિનેટેડ લોકોને પણ ઓમિક્રોનનું સંક્રમણ થઈ રહ્યું છે.
  • ડેલ્ટા વેરિઅન્ટના મુખ્ય લક્ષણોમાં શરદી-ઉધરસ, ભારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્વાદ અને ગંધ ન આવવી સામેલ છે. અત્યાર સુધીના ડેટા પ્રમાણે ઓમિક્રોનનાં શરૂઆતનાં લક્ષણોમાં ગળામાં દુખાવો, માથાનો દુખાવો, ઉધરસ, ચામડી પર ચકામા, માંસપેશીઓમાં દુખાવો સામેલ છે.