હેલ્થ ટિપ્સ:ગર્ભમાં વિકસિત બાળક માટે આ 4 ટેસ્ટ જરૂરી છે, બાળકને જન્મજાત બીમારીઓ નહીં થાય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા બનવાનો અહેસાસ એટલો સુખદ હોય છે જે એક મહીલા જ સમજી શકે છે. આ અહેસાસ જિંદગીમાં અનેક બદલાવ લઈને આવે છે જેમાં શારીરિક અને માનસિક બદલાવ હોય છે. આવો જાણીએ એ પળો વિશે.

ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર
પ્રેગ્નેન્સીના પહેલા ત્રણ મહિનાને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહે છે. આ સમય દરમિયાન ગર્ભમાં ભ્રુણનો વિકાસ થાય છે. મહિલાઓને શરીરમાં ઘણા પ્રકારના બદલાવથી પસાર થવું પડે છે. આ મહિનામાં સૌથી વધુ સંઘર્ષ કરવો પડે છે. આ મહિનાઓમાં એબોર્શનના ચાન્સ સૌથી વધુ રહે છે. આ દરમિયાન ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ના લો. જેનાથી બાળક સ્ટ્રકચરલ ડિસઓર્ડરથી બચાવે છે. ડોક્ટર આ સમયે મહિલાઓને ફોલિક એસિડ અને યોગાસનની સલાહ આપે છે.

આ વાતોનું રાખો ધ્યાન
ડો. રંજન ગુપ્તાની વાત માનીએ તો, પ્રેગ્નેન્સીની શરૂઆતમાં કોઈ મહિલાએ વધુ ભીડ-ભાડ વાળી જગ્યા, ઉબડખાબડ રસ્તાઓ, પ્રદુષણ અને રેડિએશન વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ટાઈટ કપડા ના પહેરવા જોઈએ.

ડાયટનું પણ રાખો ધ્યાન
ડો. રંજનના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાઓએ સમયાંતરે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. આ ત્રણ મહિનામાં બાળકના અંગ બનવાનું શરૂ થાય છે તેથી આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.

રૂટિન ચેકઅપ
એન્ટિ નેટલ સ્ક્રિનિંગ ટેસ્ટ જેમાં બ્લડ ગ્રુપ અને આરએચ, હિમોગ્લોબિન, બ્લડ સુગર, HIV, સિફિલિસ, રૂબેલા, હેપેટાઇટિસ સી, હિમોગ્લોબિન પેથોલોજીનું રૂટિન ચેકઅપનો સમાવેશ થાય છે. USG એટલે તમારી ડિલિવરીની તારીખ સાથે તમને એ પણ ખબર પડે કે ગર્ભમાં એક અથવા વધુ બાળકો છે કે નહીં. 7માં અને 12માં અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં ડબલ માર્કર ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં બાળકમાંનસોથી જોડાયેલી બીમારી ડાઉન્સ સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રોમની ખબર પડે છે. આ ટેસ્ટ પ્રેગ્નેન્સીનાં 10માં અને 14માં અઠવાડિયે કરવામાં આવે છે.

પ્રેગ્નેન્સીનો સેકન્ડ ટ્રાઇમેસ્ટર 13માં અઠવાડીયાથી લઈને 27માં અઠવાડિયા સુધી હોય છે. આ સમય દરમિયાન બાળક મોટું થવા લાગે છે. ઘણી મહિલાઓનું પેટ બહાર નીકળે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની સરખામણીએ સેકન્ડ ટ્રાઇમેસ્ટર આસાન હોય છે. આ દરમિયાન મહિલાઓ પ્રેગ્નેન્સીના સમયનો આનંદ લે છે.

બાળકનો વિકાસ
આ દરમિયાન બાળકના અંગોનો વિકાસ થાય છે. બાળક મુવમેન્ટ સાથે સાંભળવા અને સ્વાદ લેવાનું શરૂ કરે છે. માતાને બાળકનો સુવાનો અને જાગવાનો સમયનો પણ અહેસાસ કરી શકે છે.

ડોક્ટરને ક્યારે દેખાડશો

સેકન્ડ ટ્રાઇમેસ્ટર
સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 15 દિવસે એક વાર ડોક્ટર પાસે ચેકઅપ માટે જવું જોઈએ. ડોક્ટર બ્લડપ્રેશરની અને વજન ચેક કરવાની સાથે-સાથે અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ અને જેનેટિક ડિસઓર્ડર તપાસ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો. આ દમય દરમિયાન મિસકેરેજનો ખતરો ઓછો થાય છે. પરંતુ આમ છતાં પણ સંભાવના રહે છે.

સમય પહેલાં પ્રસુતિ
જો 38માં અઠવાડિયા પહેલા લેબર પેઈન હોય તો તેને પ્રી-ટર્મ લેબર કહેવામાં આવે છે. જે મહિલાઓનું પહેલું બાળક પણ પ્રી-ટર્મ હતું તેને વધુ જોખમ રહે છે. બીજી તરફ જોડિયા બાળકો હોય તો પણ સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રસુતિ થઇ શકે છે.

થર્ડ ટ્રાઇમેસ્ટર
ગર્ભાવસ્થા 40 અઠવાડિયાની હોય છે. મહિલાઓ માટે આ સમય ઘણો પડકારજનક છે. 37માં અઠવાડિયા સુધીમાં બાળક સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયું છે અને હવે જન્મ લેવા માટે તૈયાર છે. માતા અને બાળક માટે આ નિર્ણાયક સમય છે.

બાળકનો વિકાસ
32માં અઠવાડિયે બાળકના હાડકાં સંપૂર્ણ રીતે બની જાય છે. જે આયરન અને કેલ્શિયમ જેવા ખનિજોનો સ્ટોર કરવાનું શરૂ કરે છે. 36માં અઠવાડિયા સુધીમાં, બાળકનું માથું યોનિ તરફ નીચે આવવું જોઈએ. જો ના આવે તો ડૉક્ટરો સિઝેરિયન ડિલિવરીની ભલામણ કરે છે. 37માં અઠવાડિયા પછી બાળકને ફૂલ ટર્મ માનવામાં આવે છે અને તેના અંગો કામ કરવા માટે તૈયાર થઇ જાય છે.

ડોક્ટરને કયારે દેખાડો
થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ચેક-અપ કરાવવું જોઈએ. 36માં અઠવાડિયામાં ડૉક્ટર હાનિકારક બેક્ટેરિયાની તપાસ કરવા માટે ગ્રુપ B સ્ટ્રેપ ટેસ્ટ કરે છે. 20માં અઠવાડિયા પછી ગર્ભવતી મહિલાઓને આ સમસ્યા થઈ શકે છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો એટેક આવી શકે છે અથવા એક્લેમ્પસિયા અથવા કિડની ફેઈલ થઇ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં માતા અને બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.