હેલ્થની વાત:30 વર્ષની ઉંમરનો આંકડો વટાવી ચૂકેલી મહિલાઓ માટે જરૂરી છે આ 4 બ્લડ ટેસ્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હો તો થાઈરોઇડ પ્રોફાઈલ જરૂરી છે
  • થાઇરોઇડ લેવલ નોર્મલ ના હોય તો દર 3 મહિને ટેસ્ટ કરાવો

દરેક મહિલાને હેલ્ધી લાઈફસ્ટાઈલ રૂટિનની જરૂર છે, તેમાં સ્વસ્થ ખાણીપીણી, કસરત, મેડિટેશન, પ્રોપર સ્લીપ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રૂટિન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. જી હા, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સાંભળવામાં થોડું અટ્ટ-પટ્ટુ લાગશે, પણ આ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. આ ટેસ્ટથી શરીરની હેલ્થ વિશે જાણી શકાય છે. દિલ્હીના નનામી લાઈફમાં ન્યૂટ્રીશનિસ્ટ શૈલી તોમરે કહ્યું કે, 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ ઘણા પ્રકારના હોર્મોનલ ચેન્જમાંથી પસાર થાય છે. આને લીધે તેઓ ઘણી બધી બીમારીઓની ઝપેટમાં આવી જાય છે, પણ જો રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે તો તમારું શરીર સ્વસ્થ રહેશે અને બીમારીઓથી બચી જશે.

થાઇરોઇડ પ્રોફાઈલ

થાઇરોઇડ પ્રોફાઈલ બ્લડ ટેસ્ટના માધ્યમથી થાય છે. આ ટેસ્ટ તમારા બ્લડમાં T3, T4 અને TSHના લેવલ ચેક કરે છે. જો કે, થાઇરોઇડ ડિસઓર્ડર પુરુષોને પણ પ્રભાવિત કરે છે, પરંતુ મહિલાઓમાં આ કોમન તકલીફ છે. T3, T4નું ઓછું લેવલ અને TSHના હાઈ લેવલનો અર્થ છે કે, તમારું થાઇરોઇડ ગ્લેન્ડ્સ અંડરએક્ટિવ છે, તેને લીધે વજન વધે છે. T3, T4ની હાઈ લેવલ અને TSH લો લેવલનો અર્થ છે તમારું થાઇરોઇડ ગ્લેન્ડ્સ ઓવરએક્ટિવ છે, તેને લીધે વજન ઘટે છે. થાઇરોઇડ ડિસઓર્ડરને લીધે એક્ને, હેરફૉલ, કબજિયાત અને સ્કિન ડ્રાય થાય છે. જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હો તો થાઈરોઇડ પ્રોફાઈલ જરૂરી છે. જો થાઇરોઇડ નોર્મલ રેન્જમાં છે તો, દર વર્ષે એક ટેસ્ટ કરાવો. થાઇરોઇડ લેવલ નોર્મલ ના હોય તો દર 3 મહિને ટેસ્ટ કરાવો.

હિમાગ્લોબિન
હિમોગ્લોબિન બ્લડ ટેસ્ટ તમારા બ્લડમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચેક કરે છે. હિમોગ્લોબિન એક પ્રોટીન ટાઈપ છે, તેમાં આયરન હાજર હોય છે અને શરીરના દરેક સેલ્સમાં ઓક્સિજન સપ્લાય કરે છે. શરીરમાં હિમાગ્લોબીન ઓછું હોવાને લીધે એનિમિયા થાય છે, જ્યારે વધારે હિમોગ્લોબિન હાઈ લેવલ પોલિસિમેથિયાનું કારણ બને છે. મહિલાઓ માટે સામાન્ય હિમોગ્લોબિનની રેન્જ 12-15 gm/dl (grams per decilitre) છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં બ્લડની ઊણપ થાય છે તેનાથી હિમોગ્લોબિનનું લેવલ ઓછું થાય છે. 7થી ઓછું હિમોગ્લોબિન જોખમી માનવામાં આવે છે અને આ લેવલ વધારવા માટે બ્લડ ચઢાવવું પડે છે.

વિટામિન B12
B12 ટેસ્ટ શરીરમાં વિટામિન B12નું પ્રમાણ ચેક કરે છે. આ ટેસ્ટને ‘કોબાલ્મિન’ પણ કહેવાય છે. વિટામિન B12 બ્રેન હેલ્થ અને રેડ બ્લડ સેલ્સ માટે જરૂરી છે. આ ડિપ્રેશન ઓછું કરવામાં મદદ કરે છે. વિટામિન B12 ચિકન, માછલી અને ડેરી પ્રોડક્ટ્સમાં હોય છે. જો તમે વેજિટેરિયન છો તો તમારા શરીરમાં વિટામિન B12ની ઊણપ હશે. પ્રેગ્નન્ટ મહિલાઓમાં વિટામિન B12ની ઊણપથી બાળકમાં સિરિયસ બર્થ ડિફેક્ટ થઈ શકે છે. એટલું જ નહીં, મિસકેરેજ, પ્રીમેચ્યોર બર્થનું કારણ પણ બની શકે છે. શરીરમાં વિટામિન B12ની નોર્મલ રેન્જ 211 - 911 pg/mL હોય છે. 200 pg/ml થી ઓછી રેન્જનો અર્થ થાય છે શરીરમાં વિટામિન B12ની ઊણપ.

વિટામિન D
વિટામિન D હાડકાઓ અને જોઈન્ટ હેલ્થ માટે જરૂરી છે. કેલ્શિયમ લેવલ પણ રેગ્યુલેટ કરે છે. શરીરમાં વિટામિન Dની કમી જોઈન્ટ પેન, માંસપેશીઓનો દુખાવો, નબળી ઇમ્યુનિટી અને ડિપ્રેશનની રિસ્ક વધારી દે છે. જે મહિલાઓ ઘરમાં જ રહે છે, તેમનામાં વિટામિન Dની ઊણપ હોય છે. કારણકે તેઓ સૂર્યપ્રકાશમાં જતી નથી. સૂર્યપ્રકાશ શરીરમાં વિટામિન Dના પ્રોડક્શનમાં મદદ કરે છે. પ્રેગ્નન્સીમાં વિટામિન Dનું લેવલ ઓછું હોવાથી ડાયાબિટીસ અને પ્રી-એક્લેમ્પસિયા થાય છે, આ વધારે જોખમી હોય છે. સામાન્ય વિટામિન D લેવલ 20 અને 40 ng/mL હોય છે.

મહિલાઓ જેમ તેમની રૂટિન લાઈફના કામ માટે ચિંતા કરે છે તેમ તેમણે પોતાનું ધ્યાન રાખવા માટે આ 4 બ્લડ ટેસ્ટ ચોક્કસ કરાવવા જોઈએ.