આરએમએલ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. એ.કે વાર્ષ્ણેયના જણાવ્યા પ્રમાણે, જો તમે થર્મલ સ્ક્રીનિંગ કરાવી રહ્યા છો, તો પણ કોરોનાથી બચવા માટે તમામ સાવચેતી રાખવી જરૂરી છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને આકાશવાણીને આપેલા એક્સપર્ટના જવાબ...
1) શું થર્મલ સ્ક્રીનિંગથી પણ કોરોનાનાં લક્ષણ પકડમાં આવે છે?
તે માત્ર શરીરનું તાપમાન એટલે કે તાવ છે કે નહીં તેની માહિતી આપે છે. જે સંક્રમિત છે અને લક્ષણ નથી દેખાતાં તેમનું તાપમાન સામાન્ય દેખાશે, એટલા માટે સ્ક્રીનિંગ બાદ પણ સાવધાની રાખવી જરૂરી છે. એવું ન માનવું જોઈએ કે બાજુવાળી વ્યક્તિથી ચેપ નહીં લાગે.
2) શું ભેજમાં કોરોનાવાઈરસ વધારે ફેલાય છે?
20-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને આશરે 40 ટકા હ્યુમિનીટીમાં કોરોનાવાઈરસ ઝડપી ફેલાઈ શકે છે. ઘણા માને છે કે જ્યારે વાતાવરણનું તાપમાન 40-45 ડિગ્રી હોય ત્યારે કોરોના નષ્ટ થઈ જશે પરંતુ તેને સમજવાની જરૂર છે. જો કોઈને ઉધરસ આવે છે અથવા છીંકે છે તો તેના મોંમાંથી નીકળેલા કણો વાતાવરણમાં નષ્ટ થઈ જશે. પરંતુ જો વાઈરસ શરીરની અંદર પ્રવેશ કરે છે તો તે નષ્ટ નહીં થાય કેમ કે, શરીરનું તાપમાન 37 ડિગ્રીનું આસપાસ રહે છે.
3) વૃદ્ધો બહાર જવા માટે અકળાઈ ગયા છે, આવી સ્થિતિમાં શું કરવું?
વાઈરસનો ચેપ તે લોકોને થાય છે જેમની ઈમ્યુનિટી નબળી હોય છે. તેમાં વૃદ્ધો લોકો આવે છે કેમ કે, તેમને ઉંમરની સાથે ધણી બીમારીઓ હોય છે. એટલા માટે તેમને બહાર જવાની ના પાડવામાં આવી રહી છે. જો તેઓ બહાર જવા માટે અકળાતા હોય તો તેઓ જઈ શકે છે પરંતુ ભીડ ન હોય ત્યારે જવું. પાર્કમાં જાવ તો માસ્ક પહેરવું. કોઈની સાથે ન જવું. એકલા ચાલવું. પાર્કમાં બીજા લોકોની સાથે અંતર રાખવું.
4) વાઈરસમાં વેક્સીનનું શું મહત્ત્વ હોય છે?
વેક્સીનનું કામ વાઈરસની સક્રિયાતાને ઘટાડવાનું અથવા તેને નષ્ટ કરવાનું હોય છે. એવી વેક્સીન જ્યારે ઈન્જેક્શન અથવા ડ્રોપ તરીકે આપવામાં આવે છે તો તે બીમારીની સામે શરીરમાં એન્ટિબોડી તૈયાર કરે છે. આ એન્ટિબોડી વાઈરસને નષ્ટ કરે છે. કોવિડ-19નો સામનો કરવા માટે એન્ટિબોડી બનાવવાનો પ્રયાસ ચાલુ છે. જેમના શરીરીની ઈમ્યુનિટી સારી છે તેઓ વાઈરસની સામે લડવામાં સક્ષમ છે. જેમની ઈમ્યુનિટી નબળી હોય છે તેઓ ગંભીર રીતે વાઈરસની ઝપેટમાં આવે છે.
5) વાઈરસથી રિકવરીનો દર 41 ટકા છે, તેને કેવી રીતે જોવામાં આવે છે?
જ્યારે આપણા દેશમાં સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે સંક્રમણના કેસ ઓછા હતા. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ અવરજવર શરૂ થઈ ગઈ હોવાથી કેસ વધવા માંડ્યા છે. એટલા માટે લોકોએ સંક્રમણથી બચવા માટે જાતે જ જવાબદારી લેવી પડશે. માસ્ક પહેરવાથી સંક્રમમનો દર 20 ટકા રહે છે. એટલા માટે લોકોથી અંતર રાખવું. દેશમાં કેસ વધવાની સાથે દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યા પણ વધી રહી છે. 90 ટકા લોકો દર્દીઓ સાજા થઈ રહ્યા છે. મૃત્યુ દર લગભગ 20 ટકા જેટલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.