આયુર્વેદમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક નુસ્ખાઓ અને વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યુ છે, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. ડૉ. અમિત સેન એક એવી ચટણી વિશે જણાવી રહ્યા છે કે, જે તમારા શરીરમાં થતી લોહીની ઊણપ, સુગર, મોટાપા, ગેસ, અપચો અને લિવરના રોગો સામે તમને રાહત આપશે.
મીઠો લીમડો, ફૂદીના, લીલા ધાણા, જીરા, લીંબુ અને સિંધવ નમકની ચટણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લઈને તેને તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરો અને સ્વસ્થ તથા નિરોગી જીવન જીવો.
ચટણી બનાવવાની રીત -
મીઠો લીમડો, ફૂદીનો, લીલા ધાણા એકસમાન માત્રામાં લો. તેમાં 1 ચમચી જીરું અને અડધા લીંબુનો રસ ઊમેરો. ત્યારબાદ તેમાં સિંધવ નમક મિક્સ કરો. હવે તેમાં અડધો કપ પાણી મિક્સ કરીને મિક્સરમાં આ મિશ્રણને બારીક પીસી લો.
મીઠા લીમડા ફાયદા
મીઠા લીમડાને જો તમે તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરો છો તો તમારી આંખોનું તેજ વધે છે, શરીરમાંથી આયર્નની ઊણપ દૂર થાય છે તથા લિવર અને પાચન મજબૂત થાય છે. તે શરીરમાં સોજા અને દુખાવાને દૂર કરવામાં પણ લાભદાયી સાબિત થાય છે. ડાયક્લોરોમેથેન, એર્થિલ એસિટેટ અને મહાનિમ્બાઈન જેવા તત્વોથી ભરપૂર કરી પતા ખાવાથી તમારો વજન પણ નિયંત્રણમાં રહે છે.
મીઠા લીમડામાં એન્ટિ-ઓક્સિડન્ટનો પ્રભાવ પણ ભરપૂર રહે છે, જે બેડ કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદરુપ સાબિત થશે. તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ (HDL)ની માત્રા વધારવા માટે જવાબદાર છે. મોર્નિંગ સિકનેસમાં રાહત મેળવવા માટે પણ કરી પતાનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ગર્ભાવસ્થા સમયે ઊલ્ટી થવી કે ઊબકા આવવા તેને મોર્નિંગ સિકનેસ કહેવામાં આવે છે. જો સંશોધનની વાત માનીએ તો ગર્ભાવસ્થામાં કરી પતા તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
ફૂદીનો શરદી-ઉધરસને દૂર કરે છે
ફૂદીનો પાચનમાં મદદરુપ સાબિત થાય છે. તે પેટના સ્નાયુઓને આરામ આપવાની સાથે-સાથે પાચનમાં સહાયક પિત્ત (પાચક રસ)નાં પ્રવાહને સુધારવાનું કામ કરે છે. શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં ફૂદીનાનો ઉપયોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. રિસર્ચ જનરલ ઓફ મેડિસિનલ પ્લાન્ટ મુજબ ફૂદીનામાં મળતુ મેન્થોલ શરદી-કફની સમસ્યાને દૂર કરવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. તે શરીરમાં જામેલો કફ બહાર કાઢવામાં મદદરુપ સાબિત થાય છે. એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરપૂર ફૂદીના ત્વચા સાથે સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરુપ સાબિત થાય છે.
લીલા ધાણાના ફાયદા
ધાણાની પાંદડીઓમાં વિટામિન-C હોય છે. તે શરીરમાં આયર્નનું શોષણ વધારીને એનિમિયાને અટકાવવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. આ ધાણામાં આયર્ન પણ હોય છે, જે શરીરમાં થતી લોહીની ઊણપને દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે અને એનીમિયાની સમસ્યાને પણ શરીરથી દૂર રાખે છે. ધાણાની પાંદડીઓનાં અર્કમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મોનો સમાવેશ થાય છે. તેના આ ગુણો UV કિરણોથી ત્વચાની સુરક્ષા કરવા માટે અને ઈજાના ઘા ભરવા માટે મદદરુપ બને છે. આ સાથે જ તે ત્વચા પર મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. હરસની સમસ્યાનો પણ તમે લીલા ધાણાની મદદથી ઈલાજ કરી શકો. આ સિવાય પેટના દુખાવા અને પીરિયડ્સની સમસ્યામાં રણ લીલા ધાણા રાહત અપાવે છે.
બ્રોન્કાઈટિસ, ન્યુમોનિયા અને વજન ઘટાડવા માટે લીંબુ કારગત
લીંબુમાં રહેલા પોલીફેનોલ્સ તમારા સ્થૂળતાને નિયંત્રિત કરી શકે છે. ડિટોક્સ પીણા તરીકે લીંબૂ તમારા શરીરમાંથી ફેટને ઘટાડી શકે છે. લીંબુનાં રસનું સેવન જો હૂંફાળા પાણી સાથે કરવામાં આવે તો તે તમારા પાચનને મજબૂત બનાવે છે અને તમારી ચયાપચયની ક્રિયા (મેટાબોલિઝમ રેટ) સુધારીને તમારા વજનને ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. લીંબૂમાં હાજર વિટામિન-C બ્લડપ્રેશરને સંતુલિત રાખવાનું કામ કરે છે. દમાની સમસ્યા, ઊધરસ, બ્રોન્કાઈટિસ, ન્યુમોનિયા કે બીજી ફેફસાં સાથે સંબંધિત બીમારીઓમાં પણ લીંબુ લાભદાયી સાબિત થઈ શકે છે.
અપચો, કબજિયાત, છાતીમાં બળતરા, ખાટા ઓડકારની સમસ્યા દૂર કરે છે સિંધવ નમક
સિંધવ નમકમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પૂરતી માત્રામાં હોય છે. જો કોઈ માંસપેશીઓ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે તો તે એક ટબ પાણીમાં સિંધવ નમક મિક્સ કરીને તેમાં થોડા સમય માટે બેસી શકે છે. તે સિવાય હૂંફાળા પાણીમાં થોડું સિંધવ નમક મિક્સ કરીને પીવામાં આવે તો તે પણ લાભદાયી સાબિત થઈ શકે. અપચો, કબજિયાત, છાતીમાં બળતરા, ખાટા ઓડકારની સમસ્યા અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ સિંધવ નમક લાભદાયી સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા દૂર કરવા માટે હિમાલયન સોલ્ટ એટલે કે સિંધવ નમકને ગુણકારી માનવામાં આવે છે. તણાવને રિલીઝ કરવા માટે લોકો ‘સોલ્ટ થેરાપી’ લે છે. તેમાં સિંધવ નમકનાં પાણીથી સ્નાન કરવામાં આવે છે, જેનાથી સ્ટ્રેસ દૂર કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.