દુખાવાના પણ ઘણા પ્રકાર હોય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ આની કેટેગરી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પેઈન એટલે કે લાંબા સમય સુધી થતો દુખાવો 9 પ્રકારનો હોય છે. આ સમજવા માટે બોડી પેઈનનો એક મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
રિસર્ચ કરનારા પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, દર્દીને આ 9માંથી જ કોઈ એક પ્રકારનો દુખાવો હોય છે. આ સ્ટડી 21,500 લોકો પર કરવામાં આવી.
કયો દુખાવો વધારે જોખમી, તે જાણી શકાય છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કમ્પ્યુટર ક્લસ્ટ્રીંગ એનાલિસિસ દ્વારા શરીરના અલગ-અલગ ભાગમાં થતા દુખાવાની સ્ટડી કરવામાં આવી. તેને 9 ભાગમાં વહેચવામાં આવી. આ ભાગમાં થતા દુખાવાથી જણાવી શકાય છે કે, પીડા કેટલી તીવ્ર છે, તેની અસર શરીર પર શું અસર થશે અને તેની શરીરની એક્ટિવિટી, મૂડ અને ઊંઘ પર શું અસર પડે છે.
જેમ કે પીઠના નીચેના ભાગથું શરુ થઈને ઘૂંટણ સુધીનો દુખાવો, ગળા અને ખભાનો દુખાવો વધારે તકલીફ આપે છે. આવા લોકોને હરવા-ફરવામાં તકલીફ પડે છે પરંતુ તેમનામાં ગભરામણ, ડિપ્રેશન અને ઊંઘની તકલીફ અન્ય પ્રકારના દુખાવા સહન કરતા લોકોની સરખામણીએ ઓછી હોય છે.
ક્રોનિક પેઈનની અવગણના ના કરો
સંશોધકોએ જણાવ્યું કે, ક્રોનિક પેઈનની ક્યારેય અવગણના ના કરવી જોઈએ. તેનાથી બીમારીઓનું જોખમ વધે છે. ભવિષ્યમાં આ પેઈન મેપ સારવારમાં મદદ કરશે. લાંબા સમય સુધી દુખાવો રહે તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.