સંતાન સુખ:પતિ-પત્નીમાં કોઈ શારીરિક ખામી ન હોવા છતાં ગર્ભધારણ નથી થઈ રહ્યો તો સમસ્યા માનસિક હોઈ શકે, એક્સપર્ટ પાસેથી જાણો તેનાં કારણો

કમલા બડોની13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શારીરિક રીતે કોઈ ખામી ન હોવા છતાં આજકાલ સંતાન સુખ ન મળવાની કપલ્સની સમસ્યા વધી રહી છે. આમ થવા પાછળનું કારણ માનસિક પણ હોઈ શકે છે. આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહ અને રિલેશનશિપ કાઉન્સેલર નમ્રતા જૈન પાસેથી જાણો કયા કારણોસર કપલ્સ પેરેન્ટ્સ નથી બની શકતા...

પતિ બાળકની જવાબદારી માટે તૈયાર નથી
આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહે એક કપલની સ્ટોરી શેર કરી. આ કપલ સંતાનસુખ મેળવવા ઈચ્છતું હતું, પરંતુ પત્નીને ડાયાબિટિસની બીમારી હતી. પતિ 27 વર્ષનો અને પત્ની 26 વર્ષની હતી. કપલે ડૉક્ટરને જણાવ્યું કે તેમનો પરિવાર બાળક માટે પ્રેશર કરી રહ્યો છે. નેચરલી પ્રયાસ કર્યા હોવા છતાં પ્રેગ્નન્સી ન રહેતા તેમણે IVFનો સહારો લીધો જોકે તે પણ સફળ રહ્યું નહિ. IVF ટ્રીટમેન્ટ દરમિયાન પત્નીને ગ્લાઈકોમેટ દવા આપવામાં આવી. ત્યારબાદ તેને ડાયાબિટીસ ડિટેક્ટ થયું હવે તે માતા નથી બની શકતી.

કાઉન્સેલિંગ બાદ સમાધાન થયું
ડૉ. મારવાહે કપલની વાત સાંભળી અને તેમને સમજાયું કે શારીરિક સમસ્યા કોઈ છે જ નહિ. ખરેખર સમસ્યા માનસિક છે. પતિ સરકારની નોકરી કાયમી બને ત્યારે બાળક ઈચ્છતો હતો પરંતુ તેનો પરિવાર બાળક માટે દબાણ કરી રહ્યો હતો. પરિવારનું પ્રેશર એ હદે વધી ગયેલું કે આટલી નાની વયે કપલને IVF કરાવવાનો વિચાર આવ્યો. પત્નીનું ડાયાબિટિસ કન્ટ્રોલ કરવામાં આવ્યું. બંનેને સમજાવવામાં આવ્યું કે સ્વસ્થ સંતાન માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવું જરૂરી છે. બાળકનું હૃદયથી સ્વાગત કરવું જોઈએ પ્રેશરમાં આવીને નહિ. કાઉન્સેલિંગ બાદ મેન્ટલી રેડી થઈ કપલે બેબી પ્લાનિંગ કર્યું અને પત્નીએ નેચરલી ગર્ભ ધારણ કરી સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

મહિલાનું શરીર સાથ નથી આપતું
પતિ સાથે ઘરની મહિલા પણ ઘરની જવાબદારી લઈ રહી છે. પતિ પત્ની બંને નોકરિયાત હોવાથી તેઓ સંતાન સુખ માટે મેન્ટલી તૈયાર હોતા નથી. ઘણી વખત પતિ ફાઈનાન્શિયલી સ્ટેબલ ન હોવાથી કપલ બાળક અંગે કોઈ નિર્ણય લઈ શકતા નથી. મહિલાઓનું ધ્યાન પણ કરિયર પર હોય છે.

એન્ઝાયટી વધે ત્યારે બોડી ફાઈટ, ફ્લાઈટ અને ફ્રીઝ અવસ્થામાં આવી જાય છે. આ શરીરની એક મિકેનિઝમ હોય છે. મહિલાનું મન માતા બનવા માટે તૈયાર ન હોય તો તેની બોડી ફાઈટ કરશે. જ્યારે બોડી ફ્લાઈટ મોડ પર હોય તો મહિલા સેક્સ માટે તૈયાર નહિ હોય. બોડી ફ્રીઝ મોડ પર હશે ત્યારે મન કહેશે તારે જે કરવું હોય એ કર મેં તો પોતાને લોક કરી દીધું છે. આ ત્રણેય સ્થિતિમાં મહિલા માતા નથી બની શકતી. માતા બનવા માટે પતિ પત્ની બંનેનું તન અને મન તૈયાર હોય તે જરૂરી છે. તે સિવાય સંતાન સુખ મળતું નથી.

પુરુષોમાં જવાબદારીનું પ્રેશર હોય છે
પુરુષો માટે ફાઈનાન્શિયલ સ્ટેટસ ખૂબ મહત્ત્વનું હોય છે. ફાઈનાન્શિયલ સિક્યોરિટી ન હોય ત્યાં સુધી પુરુષ પિતા બનવા માટે તૈયાર હોતા નથી. તેથી તેઓ સક્ષમ હોવા છતાં પિતા નથી બની શકતા.

ડિપ્રેશન દેખાતું નથી
ઘણી વખત મહિલા ડિપ્રેશ્ડ હોય છે, પરંતુ બહારથી તે સામાન્ય દેખાય છે. આવી સ્થિતિમાં પહેલાં મહિલાના ડિપ્રેશનની સારવાર થવી જોઈએ ત્યારબાદ જ તે માતા બની શકે છે.