અમેરિકામાં 80 લાખ લોકો પીડાય છે:ઘરમાં ચાલવાનું પણ અશક્ય બનાવી દેતી બીમારી ‘એપિસોડિક મોબિલિટી’, બ્રિટનનાં મહારાણીને પણ ભરખી ગઈ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં નિધન થઈ ગયું. મહારાણી 96 વર્ષનાં હતાં અને ગયા વર્ષે જ તેમને કોવિડ-19 અને બીજી હેલ્થ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

મહારાણી એલિઝાબેથ લાંબા સમયથી એપિસોડિક મોબિલિટીની સમસ્યાથી પીડાતાં હતાં. ગઈ 10 મે ના રોજ આ બીમારીના કારણે મહારાણી પાર્લામેન્ટના શરુઆતના સેશનમાં જઈ શક્યાં નહોતાં. તેમની જગ્યાએ તેમના દીકરા પ્રિન્સ ચાર્લ્સે સ્પીચ વાંચી અને સત્રની શરુઆત કરી. આ બીમારીના કારણે મહારાણીએ ઘણીવાર બીજા કાર્યક્રમો પણ રદ્દ કરવા પડ્યા. ચાલો, આ નિમિત્તે જાણીએ કે, એપિસોડિક મોબિલિટીની સમસ્યા એક્ઝેક્ટ્લી છે શું? અને એવું તો શું થાય છે કે, આ બીમારીમાં વ્યક્તિ ક્યાય બહાર આવવા-જવાની સ્થિતિમાં પણ ના રહે.

એપિસોડિક મોબિલિટી પ્રોબ્લેમની બીમારીથી પીડાતા હોવાને કારણે જ્યારે પણ ક્વીન એલિઝાબેથને શરીરમાં દુખાવો થતો હતો ત્યારે તેમના માટે ચાલવું મુશ્કેલ બની જતું હતું.
એપિસોડિક મોબિલિટી પ્રોબ્લેમની બીમારીથી પીડાતા હોવાને કારણે જ્યારે પણ ક્વીન એલિઝાબેથને શરીરમાં દુખાવો થતો હતો ત્યારે તેમના માટે ચાલવું મુશ્કેલ બની જતું હતું.

એપિસોડિક મોબિલિટી સમસ્યા શું છે?
આ બીમારીના નામથી જ સ્પષ્ટ થાય છે કે, મોબિલિટી એટલે હરવું-ફરવું. તેથી આ બીમારીના કારણે લોકોને ઊઠવા-બેસવાથી લઈને ચાલવા સુધીની સમસ્યા રહે છે. આ બીમારીની પકડમાં મોટાભાગે એવા લોકો આવે છે કે, જેમનું શરીર નબળું હોય છે અથવા જેમના હાડકાં નબળાં હોય છે. હવે જાણીએ તેમાં એપિસોડિકનો અર્થ શું છે? એપિસોડિક એટલે અહીં એક નિશ્ચિત સમયમર્યાદા. આ ઉપરાંત આ બીમારી એક દીર્ઘકાલીન બીમારી છે, જે હવામાન બદલાય ત્યારે પણ આ તકલીફ ઊથલો મારે છે.

તેના કારણે ચાલવામાં તકલીફ, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નબળાઈ આવી જાય છે. અહીં સુધી કે. ઊઠવા-બેસવાનું પણ અશક્ય બની જાય છે. તેના કારણે ન્યુરોલોજિકલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ બીમારી સામાન્ય રીતે વૃદ્ધોમાં જોવા મળે છે. ક્યારેક આ કારણે જ વ્યક્તિને એટલી તકલીફ થાય છે કે, તેના માટે હરવું-ફરવું અને બેડ પરથી ઊઠવું મુશ્કેલ બની જાય છે.

અમેરિકામાં 80 લાખથી વધુ લોકોને સીડી ચડવામાં મુશ્કેલી થાય છે
‘સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 80 લાખ લોકોને સીડી ચડવામાં તકલીફ પડે છે. ‘નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ હેલ્થ’ (NIH) મુજબ દુનિયામાં લગભગ 1.9 કરોડ લોકોને ચાલવામાં તકલીફ પડે છે. જેમાંથી 32 ટકા લોકો એવા છે, જેમને 50 વર્ષની ઉંમરે આ સમસ્યા છે. આ સાથે જ પુરુષો કરતાં લગભગ 3 ટકા વધુ મહિલાઓ આ બીમારી સાથે એડજસ્ટ થઇને તેની પીડા સહન કરી શકે છે.

ઈજા થાય તો પીડા વધે છે
ન્યુરોલોજિસ્ટ ડૉ. જ્યોતિ શર્માના જણાવ્યા મુજબ એપિસોડિક મોબિલિટીની સમસ્યાનો કોઈ કાયમી કે સચોટ ઇલાજ નથી. બદલાતા હવામાનને કારણે ગળા, કમર, પીઠ અને સાંધામાં સોજો અને દુખાવો થવાની શક્યતા રહે છે.

વિશ્વમાં 19 મિલિયન લોકો એપિસોડિક મોબિલિટીથી પીડાય છે.
વિશ્વમાં 19 મિલિયન લોકો એપિસોડિક મોબિલિટીથી પીડાય છે.

સાવચેતી રાખવી એ જ તેનો ઈલાજ છે

  • નિયમિત કસરત ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમને મજબૂત બનાવે છે અને એપિસોડિક મોબિલિટીના હુમલાની શક્યતાને ઘટાડે છે.
  • આ બીમારીમાં વ્યક્તિના શરીરમાં એટલો દુખાવો થાય છે કે, તે ગમે ત્યારે ચાલતાં ચાલતાં નીચે પડી શકે છે. તેના કારણે ભોગ બનનાર સાથે નાના અકસ્માત અને ઇજા થવાની શક્યતા રહે છે.
  • આ બીમારીમાં યોગ્ય આહાર લેવો જરૂરી છે, જેથી નબળાઈ ન આવે અને સાંધા મજબૂત રહે.