• Gujarati News
  • Lifestyle
  • Health
  • There Is A Risk Of Many Diseases Due To Lack Of Sleep, Know The Remedies From The Experts To Get Rid Of Sleep Problems.

ઊંઘની દવાની સાઇડ ઇફેક્ટ્સ!:ઊંઘ પૂરી ન થવાને કારણે અનેક બીમારીનું જોખમ રહે છે, એક્સપર્ટ પાસેથી જાણીએ ઊંઘની સમસ્યાથી છૂટવાના ઉપાયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે લોકોનો સૂવાનો કે જાગવાનો સમય નક્કી હોતો નથી, જેને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 40 લાખ પૈકી એક વ્યક્તિ એવી હોય છે કે, જે અડધી ઊંઘ કરે છે આમ છતાં પણ સ્વસ્થ રહે છે. સામાન્ય રીતે માણસ 7થી 8 કલાકની ઊંઘ લે છે, પરંતુ મોટા ભાગના લોકો 7થી 8 કલાક સુધી ઊંઘતા નથી જેને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ જ નબળી નથી પડતી, પરંતુ કેન્સર સહિત અનેક રોગોનું જોખમ વધી જાય છે. એક અઠવાડિયા સુધી દરરોજ બે કલાકની ઊંઘ ન લેવાથી વ્યક્તિ પ્રી-ડાયાબિટીસના સ્ટેજ પર પહોંચી શકે છે.

જો પૂરતી ઊંઘ લેવામાં ન આવે તો અનેક સમસ્યા થઇ શકે છે. આ તમામ સવાલના જવાબ આપી રહ્યા છે, મણિપાલ હોસ્પિટલના ન્યૂરો ફિઝિશયન ડૉ. નિતિન ગુપ્તા.

સવાલ : સંપૂર્ણ ઊંઘ કોને કહેવામાં આવે છે. ઊંઘ કેવી રીતે પૂરી કરી શકાય?
જવાબ : સંપૂર્ણ ઊંઘ પછી વ્યક્તિ હળવાશ, ઊર્જાવાન, તાજગી અને પ્રસન્નતા અનુભવે છે. ઊંઘ પૂરી કરવા માટે સ્લીપ હાઇજીનનું ધ્યાન રાખો અને તેનું પાલન કરો.

સવાલ : સવારે માથું ભારે લાગે છે. રાતે 5થી 6 કલાક અને બપોરે 1 કલાકની ઊંઘ કરું છું, કોઇ ઉપાય જણાવો.
જવાબ : ઊંઘ ન આવવી, બ્લડપ્રેશર, માઇગ્રેન અને રાતે ઊંઘ ઊડી જવી સહિત અનેક કારણ છે. જેને લીધે સવારે જાગ્યા બાદ માથું ભારે લાગે છે.

સવાલ : બપોરે 11થી 3 વાગ્યાની વચ્ચે ભારેપણું અને સુસ્તીની સમસ્યા હોય તો શું કરવું જોઇએ?
જવાબ : બપોરે 11થી 3 વાગ્યાની વચ્ચે ભારેપણું અને સુસ્તીનું કારણ ઊંઘમાં વધુ પડતાં નસકોરાં છે. જેના કારણે શ્વાસનળી થોડા સમય માટે બ્લોક થઈ જાય છે, જેથી મગજમાં સંપૂર્ણ ઓક્સિજન પહોંચતો નથી. પરિણામે, દિવસ દરમિયાન ભારેપણું અને સુસ્તી રહે છે.

સવાલ : રાત્રે સૂતી વખતે પણ મગજ ચાલતું રહે છે. સપનાં સાચાં લાગે છે. જેને કારણે સવારમાં થાક અનુભવાય છે, આ પાછળ શું કારણ છે?
જવાબ : સૂતી વખતે વિચારો આવવા એ સામાન્ય સમસ્યા છે. આ પાછળનું કારણ અતિશય મોબાઇલનો ઉપયોગ છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે દિવસ દરમિયાન મલ્ટિટાસ્કિંગ કરો અને ડૉક્ટરની સલાહ લો.

સવાલ : શું રાત્રે 5 કલાક અને દિવસમાં 2 કલાક ઊંઘવાથી સંપૂર્ણ ઊંઘ મેળવી શકાય? શું તેની કોઈ આડઅસર છે?
જવાબઃ રાત્રે 6 કલાકની ઊંઘ તો જરૂર લો. તમે દિવસમાં 1 કલાકની ઊંઘ અથવા પાવર નેપ લઈ શકો છો

સવાલ : મને રાત્રે ઘણાં સપનાં આવે છે. સપનાં ન આવે તે માટે શું કરવું?
જવાબ : રાતના સમયે મોબાઈલ ઓછો વાપરો અને બેડરૂમમાં ટીવી ન રાખો.

સવાલ : છેલ્લાં 4 વર્ષથી મારી ઊંઘ દરરોજ સવારે 3-4 વાગ્યાની વચ્ચે ઊડી જાય છે. હું રાત્રે 11 વાગ્યે સૂઈ જાઉં છું. શું મારે ઊંઘની દવા લેવી જોઈએ? હું નિયમિત એક કલાક કસરત કરું છું
જવાબ : ઊંઘની સમસ્યા માટે ડૉક્ટરની સલાહ લીધા પછી જ દવા લઈ શકાય.

સવાલ : ડૉક્ટરની સલાહ મુજબ હું છેલ્લાં 14 વર્ષથી ચિંતા અને ઊંઘની ગોળીઓ લઉં છું.પરંતુ બંધ કરવા માટે શું કરી શકાય?
જવાબ : જો ઊંઘ ન આવવાના કારણો જાણીને ઊંઘનો સમય જાળવવામાં આવે તો દવા પણ બંધ કરી શકાય છે.

સવાલ : દરરોજ રાતે 2થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ લગભગ ઊડી જાય છે. આ પાછળ શું કારણ છે?
જવાબ: મધ્યરાત્રિએ ઊંઘ ઊડી જવાનાં મુખ્ય કારણોમાં વધુ પડતાં નસકોરાં, શ્વાસ લેવામાં તકલીફ અને ચિંતા અથવા શરીરનો દુખાવો છે.

સવાલ : સારી ઊંઘ માટે ડાયટમાં શું સામેલ કરવું જોઈએ?
જવાબ : સારી ઊંઘ માટે ચા, કોફી, આલ્કોહોલનું સેવન ટાળવું જોઇએ. મસાલેદાર ખોરાક ઓછો ખાઓ. પૂરતો ખોરાક લેવો જેથી ભૂખને કારણે ઊંઘની સમસ્યા ન થાય

સવાલ : રાતે અચાનક ઊંઘતા સમયે 2થી 3 સેકન્ડ માટે શ્વાસ રોકાઈ જાય છે જેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ?
જવાબ આ પાછળ ઊંઘ ન આવવી અને નસકોરાંની બીમારી હોઈ શકે છે. આ માટે સ્લીપ સ્ટડી કરો.

સવાલ : ઊંઘની દવાઓની સાઇડ ઇફેક્ટ્સ શું છે? ઊંઘની દવા ન લેવી પડે તે માટે શું કરવું જોઈએ?
જવાબ : ઊંઘની દવાની સાઇડ ઇફેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન ચક્કર, થાક, મગજ સુન્ન થઇ જવું વગેરે છે. ઊંઘની દવા ન લેવી પડે તે માટે સ્લીપ- હાઇજીનને જાળવી રાખો.

સવાલ : સારી ઊંઘ આવે તે માટે શું કરવું જોઈએ?
જવાબ : સારી ઊંઘ આવે તે માટે દરરોજ ચાલવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. વધારે તળેલું ન ખાવું જોઈએ, ટીવી વધારે ન જજોવું જોઈએ, ઊંઘ આવે ત્યારે બેડરૂમમાં જતું રહેવું જોઈએ.