ડ્રાયફ્રૂટ્સ ખાઓ, એનર્જી વધારો:કાજુ, બદામ, પિસ્તા ખાવાના અઢળક ફાયદા છે, પરંતુ જો વધુ પડતાં ખાઇશું તો નુકસાન થશે,

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડ્રાયફ્રૂટ્સમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ સૂકોમેવો ખાવાની સલાહ આપે છે. ડ્રાયફ્રૂટ્સના ઘણા પ્રકાર છે. ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલ જણાવે છે, કાજુ, બદામ, પિસ્તાં અને અખરોટના ચમત્કારિક ફાયદા છે.

કાજુ, બદામ, પિસ્તા અને અખરોટને એકસાથે લેવાથી તમામ પોષણ એકસાથે મળી જાય છે. આ સાથે જ વ્યક્તિ આખો દિવસ ઊર્જા અનુભવે છે, થાક દૂર કરે છે અને રોગોથી બચે છે.

ડ્રાયફ્રૂટ્સ ખાવાના છે અઢળક ફાયદા

કાજુ :
કાજુમાં ફેટ, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તો હાર્ટ કાજુ માટે સારું માનવામાં આવે છે. કાજુ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. કાજુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બદામ :
બદામને રાત્રે પલાળીને રાખવાથી અને સવારે એની છાલ કાઢીને ખાવાથી ફાયદો થશે. બદામની છાલમાં ટેનીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન, ફેટ, વિટામિન અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. બદામમાં કેલ્શિયમ, વિટામિન-ઈ, બી6, નિયાસિન, થાઈમીન, ફોલેટ અને પેન્ટોથેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય એમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક અને પોટેશિયમ જેવા ઘણા ખનિજો પણ હોય છે. તો બદામ બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પિસ્તા :
પિસ્તામાં ચરબી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. પિસ્તા ખાવા એ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. પિસ્તામાં મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે.

અખરોટ :
અખરોટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અખરોટમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર, મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો હોય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. તે અસ્થમાને રોકવામાં, કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. તે મગજના ન્યૂરોન્સને હેલ્ધી બનાવીને અલ્ઝાઇમર્સ જેવી બીમારીઓથી પણ બચાવે છે.

આ ડ્રાયફ્રૂટ્સને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. એ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ દિવસભર એનર્જી પણ જાળવી રાખે છે. આઈસક્રીમ, મીઠાઈઓ અને લસ્સીમાં મિક્સ કરીને એનું સેવન કરી શકાય છે.

ડ્રાયફ્રૂટ્સ ફાયદાકારક
ડ્રાયફ્રૂટ્સનું સેવન હંમેશાં યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ. એક દિવસમાં 4-5 બદામ, 2-3 કાજુ, 1-2 પિસ્તા અને 1 અખરોટ જ ખાવું જોઈએ. દરરોજ આટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ ખાવાથી તમે હંમેશાં ફિટ અને હેલ્ધી રહેશો.

ડ્રાયફ્રૂટ્સ ખાવાનો આ છે સાચો સમય
કહેવામાં આવે છે કે સવારના સમયે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી આ ફાયદો થાય છે, જેનાથી તમને આખો દિવસ એનર્જી મળશે, નબળાઈ દૂર થશે અને થાક પણ નહીં લાગે.

નોર્મલ ડિલિવરી આ બદામ ખાવાથી ફાયદો થાય છે
નોર્મલ ડિલિવરી પછી શરીર નબળું પડી જાય છે, તેથી હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. ડ્રાયફ્રૂટ્સ એટલે કે બદામ, કાજુ, પિસ્તાં અને અખરોટમાં વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે.

ડ્રાયફ્રૂટ્સમાં ગેરફાયદા પણ છે
ડ્રાયફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી પેટ સાફ થઇ જાય છે,. તેથી જો ડ્રાયફ્રૂટ્સનું વધારે સેવન કરવામાં આવે તો પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. ડ્રાયફ્રૂટ્સમાં પોષણ અને શક્તિનો ભંડાર છે, પરંતુ જો તમે એનું વધારે સેવન કરો છો તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જો તમે કિડની, હાઈ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટેરોલ અને પાચનસંબંધી બીમારીઓથી પીડિત છો, તો તમારા ડાયટ ચાર્ટમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરતાં પહેલાં ન્યૂટ્રિશનિસ્ટની સલાહ લો.

દરરોજ પાંચ બદામ ખાઓ
ન્યૂટ્રિશનિસ્ટ્સ અનુસાર, દરરોજ નાસ્તામાં 5 બદામ શરીર માટે ફાયદાકારક છે. જો તમે એનું વધુ સેવન કરવા ઇચ્છો છો તો ધીરે-ધીરે પ્રમાણ વધારવું જોઈએ.

વજન વધે છે

  • ડ્રાયફ્રૂટ્સના સેવનથી ઝડપથી વજન વધે છે. 3500 કેલરી ખાવાથી 1 પાઉન્ડ વજન વધે છે. ડાયટ ચાર્ટમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવાથી તમે 250 કેલરી વધુ ખાઓ છો તો એક મહિનામાં 2 પાઉન્ડ વજન સરળતાથી વધે છે.
  • અસ્થમાના દર્દીઓ માટે ડ્રાયફ્રૂટ્સ નુકસાનકારક છે, સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે કરવામાં આવે છે, જેથી એ બગડે નહીં. આ કેમિકલ અસ્થમાના દર્દીઓ માટે નુકસાનકારક છે.

ડ્રાયફ્રૂટ્સને આ રીતે સ્ટોર કરો, લાંબા સમય સુધી ખરાબ નહીં થાય

કાચના વાસણમાં રાખો
ડ્રાયફ્રૂટ્સને લાંબા સમય સુરક્ષિત રાખવા માટે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. કાચનું કન્ટેનર આ માટે બેસ્ટ છે.

ફ્રીઝરમાં 48 કલાક રાખો
કન્ટેનરને 48 કલાક માટે ફ્રીઝરમાં મૂકો. આ પછી એને બહાર કાઢીને ઠંડી અને એવી જગ્યાએ રાખો, જ્યાં સૂર્યપ્રકાશ ન આવે. જે કન્ટેનરમાં બદામ રાખવામાં આવે છે એમાં ભેજ ન હોવું જોઈએ. આ રીતે તમે ડ્રાયફ્રૂટ્સને લગભગ 4 મહિના સુધી ફ્રેશ રાખી શકો છો.