તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથ ધોવા જરૂરી:હાથના માત્ર 15 સેમી ભાગમાં જ 1500 બેક્ટેરિયા હોય છે, દરરોજ હાથ ધોવાથી દર વર્ષે 10 લાખ લોકોનો જીવ બચાવી શકાય

એક મહિનો પહેલા

કોરોનાથી બચવું હોય તો એક્સપર્ટ્સની સલાહ છે કે દિવસમાં વારંવાર હાથ ધોતા રહો. અમેરિકન જર્નલ ઓફ ઇન્ફેક્શન કંટ્રોલના અભ્યાસમાં જણાવ્યા મુજબ, ઘરે રહેવા છતાં સમયસર વારંવાર હાથ ધોવાથી પરિવારમાં ચેપ ફેલાવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

રિસર્ચમાં જણાવ્યા મુજબ, દરવાજાના હેન્ડલ, બાથરૂમના નળ અને ફ્લશ હેન્ડલ્સ એ ચેપના મુખ્ય સ્ત્રોત છે. આ કિસ્સામાં તેમની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જોઇએ. એક રિસર્ચ મુજબ, વિવિધ પ્રકારના ચેપ હાથ દ્વારા જ ફેલાય છે.

ગ્લોબલ હેન્ડવોશિંગ ઓર્ગેનાઇઝેશન જણાવે છે કે, હાથના 15 સેમી ભાગમાં લગભગ 1500 બેક્ટેરિયા હોય છે. જો લોકો નિયમિત અને યોગ્ય રીતે હાથ ધોઈ લે તો દર વર્ષે લગભગ 10 લાખ લોકોના જીવ બચાવી શકાય છે.

બેક્ટેરિયા હેન્ડ સેનિટાઇઝર પ્રત્યે રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી રહ્યા છે
જનરલ સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં વર્ષ 2018માં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં સંશોધકોએ મેલબોર્નની 2 હોસ્પિટલોના 139 બેક્ટેરિયલ સેમ્પલનું વિશ્લેષણ કર્યું. તેમાં જાણવા મળ્યું કે, બેક્ટેરિયાએ આલ્કોહોલ માટે રોગપ્રિતકારક શક્તિ પેદા કરી લીધી છે. તેઓ આલ્કોહોલિક હેન્ડ રબ્સ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવા છતાં બચી રહ્યા છે. તેમ છતાં સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે, આ હોસ્પિટલોમાં જોવા મળતા બેક્ટેરિયાને લાગુ પડે છે, અન્ય બેક્ટેરિયા માટે અભ્યાસ કરવો જરૂરી છે.

ડોકટર્સનું માનવું છે કે, હાથને સારી રીતે સાફ કરવા માટે સાબુ અને પાણી એ વધુ સારો વિકલ્પ છે. સૂક્ષ્મજંતુઓ આંખો, નાક અને મોં દ્વારા પહોંચે છે. હાથ ન ધોવાથી પેદા થતા જીવાણુઓ ખોરાક અને પીણાને પણ ચેપ લગાડી શકે છે.

2023 સુધીમાં 12,867 કરોડ રૂપિયાનું હેન્ડ સેનિટાઇઝર માર્કેટ હશે
એલાઈડ માર્કેટના રિસર્ચ અનુસાર, વર્ષ 2016 સુધી હેન્ડ સેનિટાઇઝરનું ગ્લોબલ માર્કેટ 6,736 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2023 સુધીમાં 12,867 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. વર્ષ 2016 સુધીમાં ઉત્તર અમેરિકા પાસે આ માર્કેટનો લગભગ 35% ભાગ હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો