નવમા નહીં પરંતુ ચોથા મહિને જોડિયા બાળકોનો જન્મ:દુનિયાના સૌથી નાના અને હથેળી જેટલા નાના જોડિયા બાળકો, હાલમાં સેલિબ્રેટ કર્યો પહેલો બર્થડે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે બાળકનો જન્મ 9 મહિના બાદ થતો હોય છે. જો આ પહેલાં બાળકનો જન્મ થાય તો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં બાળકોનું બચવું મુશ્કેલ હતું. એક મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોનું વજન 330gm અને 420gm હતું. આ બાળકોનું કદ હથેળી જેટલું જ હતું. ગર્ભાવસ્થાના માત્ર 4 મહિના પછી જન્મેલા આ બાળકો જીવિત રહેશે કે નહીં તે અંગે કહેવું મુશ્કેલ હતું. ડોકટરોએ કહ્યું કે આ બાળકોની જીવવાની શક્યતા 0% છે. પરિવાર અને સંબંધીઓએ પણ બાળકોને બચાવવાની આશા છોડી દીધી હતી.

આમ છતાં પણ માતા અને પિતાએ હિંમત ગુમાવી ન હતી અને બાળકોને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસ કર્યા હતા. આજે બાળકો સુરક્ષિત છે. બહેન અને ભાઈનું નામ અદિયા અને એડ્રિયલ રાખવામાં આવ્યું છે. હાલમાં જ આ બાળકોએ પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે, તેનું નામ ગિનીસ બુકમાં વિશ્વના સૌથી પૂપ્રિ-મેચ્યોર જોડિયા બાળક તરીકે દાખલ થયું.

સમયથી પહેલાં જન્મેલા આ બાળકોની ચર્ચા હાલ આખી દુનિયામાં થઇ રહી છે.

જોડિયા બાળકોને શરૂઆતના ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું.
જોડિયા બાળકોને શરૂઆતના ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું.

શરીરના અંગનો વિકાસ પણ થયો ન હતો
કેનેડાની એક મહિલાને પ્રેગ્નન્સીના 22માં અઠવાડિયાંમાં લેબર પેઈન શરૂ થયો હતો. જ્યારે સામાન્ય રીતે પ્રેગ્નન્સી 40-42 અઠવાડિયાંની હોય છે. હોસ્પિટલમાં જતા ડોકટરોએ પણ કહ્યું કે બંને બાળકોમાંથી કોઈ એકનું જીવવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, બાળકોના શરીરના અંગો હજુ સુધી યોગ્ય રીતે વિકસિત થયા નથી. તેથી તેઓ બાળકોને બીજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. તો બીજા ડોક્ટરોએ પણ આ જ વાત કરી હતી.
એક બાદ એક ઘણી હોસ્પિટલોએબાળકોને બચાવવા માટે હાથ ઊંચા કરી દીધા હતા. પરંતુ ટોરોન્ટોની એક હોસ્પિટલે બંને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

માતાના ગર્ભ જેવો અનુભવ બહાર પણ થયો
ગર્ભાવસ્થાના માત્ર 22 અઠવાડિયા પછી જન્મેલા બાળકોએ હોસ્પિટલમાં લાંબો સમય સુધી રહેવું પડ્યું હતું. શરૂઆતમાં બાળકોની આંખને પણ ઢાંકીને રાખવામાં આવી હતી કારણ કે બાળકોનો યોગ્ય રીતે વિકસિત થયો ન હોય અને હોસ્પિટલ લાઇટિંગથી આંખ ખરાબ થઇ શકે તેમ હતી. આ ઉપરાંત બાળકોના નાજુક અંગોને પણ ખાસ પ્લાસ્ટિકમાં લપેટીને રાખવામાં આવ્યા હતા. જેથી તેમને માતાના ગર્ભાશયની જેમ જ રક્ષણ મળે.

વારંવાર જીવ બચાવવામાં આવ્યો
જોડિયા બાળકના પિતા કેવિન નાદરાજાએ જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન ઘણીવાર એવું લાગતું હતું કે, બે બાળકો જીવવું મુશ્કેલ થઇ ગયુંછે. ઘણી વખત તેમના જીવન બચાવી લેવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે બીમાર થયા બાદપણ મોતને હાથ તાળી આપીને પરત ફરતા હતાં.

ધીમે ધીમે આ બે ભાઈ-બહેનો સાજા થવા લાગ્યા. તેમનો વિકાસ પણ સામાન્ય બાળકોની જેમ થવા લાગ્યો, તેઓએ પણ પોતાની પાસેથી માતાનું દૂધ પીવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા.

આજે પણ આ બાળકો ડોક્ટરની દેખ-રેખમાં છે
હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ અને એક વર્ષ પૂરું કર્યા પછી પણ આદિયા અને એડ્રિયલને ડોકટરો દ્વારા નજીકની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓ નિયમિતપણે તપાસવામાં આવે છે. એડ્રિયલને શ્વાસની ઘણી સમસ્યાઓ છે.