ચમકતા દાંતથી આત્મવિશ્વાસ વધે છે:કૉસ્મેટિક ડેન્ટિસ્ટ્રીનો ટ્રેન્ડ વધ્યો, આ ટ્રીટમેન્ટ વ્યક્તિત્વમાં લાવે છે એક અલગ નિખાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારા મોઢા પરનું સ્માઈલ તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે તેની સ્માઈલ જોઈએ છીએ. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે, તેના દાંત મોતીની જેમ ચમકે જેથી તેના વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર જોવા મળે. કૉસ્મેટિક ડેન્ટિસ્ટ્રી એક એવી પદ્ધતિ છે કે, જે તમારા વ્યક્તિત્વને સુધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કાનપુરના ઓંર્થોડોન્ટિસ્ટ ડૉ.ઝફર ખાને વુમન ભાસ્કરને જણાવ્યું હતું કે, આ એક એવી ટ્રીટમેન્ટ છે જેનો હેતુ દાંત અને સ્માઈલ બંનેમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. દાંત પીળા હોય, ડાઘા હોય, તૂટી ગયા હોય, વાંકાચૂંકા દાંત હોય કે દાંતમાં ગેપ હોય તો કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીની મદદ લઈ શકાય. તે હાલ ખુબ જ ટ્રેન્ડમાં છે. પોતાની સ્માઈલને સારી બનાવવા માટે લોકો લગ્ન પહેલા જ આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. અમુક લોકો એમ પણ માને છે કે, કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી માત્ર દેખાવને સુંદર બનાવવા માટે છે. આ ટ્રીટમેન્ટથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. આ ટ્રીટમેન્ટ બહુ મોંઘી નથી. સામાન્ય રીતે તેની કિંમત 5 હજારથી 20 હજાર રૂપિયાની વચ્ચે હોય છે.

કોના માટે જરૂરી છે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી?

  • નાના-મોટા દાંત હોય
  • વાંકાચૂંકા દાંત
  • દાંતમાં ગેપ હોવો
  • દાંત કાળા પડી જવા
  • આગળ બહારની તરફ નીકળેલા દાંત
  • તૂટેલા દાંત
  • ફ્લોરોસિસના ડાઘવાળા દાંત
આ ટ્રીટમેન્ટથી આત્મવિશ્વાસ પણ વધે છે.
આ ટ્રીટમેન્ટથી આત્મવિશ્વાસ પણ વધે છે.

ટીથ વ્હાઇટનીંગ અથવા બ્લીચિંગ
ટીથ વ્હાઇટનીંગ અથવા બ્લીચિંગનો અર્થ દાંતને ચળકતા બનાવવાનો છે. આ દાંતમાં ત્રણ લેયર હોય છે. એક બાહ્ય સ્તર કે જે સૌથી તેજસ્વી છે જેને દંતવલ્ક કહેવામાં આવે છે, બીજું ડેન્ટિન સ્તર જે વચ્ચે હોય છે. સૌથી અંદરનું સ્તર એ કનેક્ટિંગ ટિશ્યુ છે જે દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. દાંતમાંથી પીળાશને દૂર કરીને ચમકદાર બનાવવાનો ટ્રેન્ડ હાલ ખુબ જ વધ્યો છે. ઘણીવાર અમુક માત્રામાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરીને દાંતને સફેદ કરવામાં આવે છે.

ટીથ વેનીઅર્સ
આનાથી દાંત એકદમ વાસ્તવિક દેખાય છે. સારવારના બે પ્રકાર છે, પોર્સેલિન અને બીજી રેઝિન આધારિત. જે લોકો દાંતને સફેદ કરવા કે બ્રેસિસ ટ્રીટમેન્ટ સિવાય લાંબા સમય સુધી દાંતને સુંદર બનાવવા માંગે છે, તેમના માટે આ એક સારો વિકલ્પ છે. આ ઉપચારથી દાંતમાં ગેપ, દાંતના ડાઘા, વાંકાચૂંકા દાંત વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે. પોર્સેલિન થોડું મોંઘું છે જ્યારે રેઝિન આધારિત સારવાર એકદમ સસ્તી છે.

ડેન્ટલ બોન્ડીંગ
તેમાં દાંતના કલરની પુટ્ટી જેવી રેસિન લગાવવામાં આવી છે. તે લાંબા સમય સુધી ચાલનાર પ્લાસ્ટિક મટીરીયલ છે. તે દાંત પર લગાવવામાં આવે છે અને લેસર લાઇટથી મજબૂત બનાવવામાં આવે છે. આ બોન્ડિંગથી તૂટેલા દાંતની સારવાર કરી શકાય છે.

ઈનડાયરેક્ટ ફીલિંગ
ડૉ. ઝફર ખાન જણાવે છે કે, ઈનડાયરેક્ટ ફિલિંગમાં સોના, પોર્સેલિનનો ઉપયોગ થાય છે. આ મટીરીયલ તૂટેલા દાંતમાં ભરવામાં આવે છે. તેને લેબમાં બનાવવામાં આવે છે. તે દાંતના આકારને સુધારવામાં મદદ કરે છે. તે તમારા દાંતને સીધા કરે છે અને શેપમાં લાવે છે.

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ તૂટેલા દાંતને રીપેર કરવા માટે થાય છે. તેમાં એકવાર હાડકું અને સહાયક ટીશ્યુ ઈમ્પલાન્ટ કરવામાં આવે છે.

ચમકતી સ્માઇલનું રહસ્ય કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી
ચમકતી સ્માઇલનું રહસ્ય કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી

ડેન્ટલ ક્રાઉન
ડેન્ટલ ક્રાઉન જરૂરિયાત મુજબ દાંતની આસપાસ ફીટ કરવા માટે બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ રુટ કેનાલ સર્જરી, લાર્જ ફાઈલિંગ અથવા શેપલેસ દાંતની સારવાર માટે થાય છે.

કૉસ્મેટિક ડેન્ટિસ્ટ્રી સાથે જોડાયેલા જોખમો
કેટલાક કિસ્સાઓમાં સમસ્યાને ઠીક કરવા માટે સફાઇ, રિવિઝન સર્જરીનો આશરો લેવામાં આવે છે. ગંભીર કેસોમાં રુટ કેનાલની પણ જરૂર પડે છે. કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીના કારણે જડબામાં સમસ્યા થઈ શકે છે, જેના કારણે કંઈપણ ખાવામાં તકલીફ થવી સામાન્ય બની જાય છે.