• Home
  • Lifestyle
  • Health
  • The toothache that the woman ignored ignored increased the infection to the brain, making it impossible to move around with memory loss.

નાની બેદરકારીનું મોટું પરિણામ / મહિલાએ જે દાંતનો દુખાવો અવગણ્યો તેનો ચેપ વધીને મગજ સુધી પહોંચી ગયો, યાદશક્તિ ઘટવાની સાથે હરવા-ફરવાનું પણ અશક્ય બન્યું

The toothache that the woman ignored ignored increased the infection to the brain, making it impossible to move around with memory loss.
X
The toothache that the woman ignored ignored increased the infection to the brain, making it impossible to move around with memory loss.

  • બ્રિટનનો કિસ્સો, માર્ચ મહિનામાં દાંતમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર થઈ અને ત્યારબાદ શરીરમાં ફેરફાર દેખાવાના શરૂ થયા
  • બેક્ટેરિયલ ચેપ મગજ સુધી પહોંચ્યો અને હાર્ટ-લિવરમાં પણ તેની અસર જોવા મળતા 5 મહિના હોસ્પિટલમાં વિતાવવા પડ્યા

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 09:29 AM IST

ઘણીવાર આપણે દાંતના નાના-મોટા દુખાવાને અવગણી નાખીએ છીએ. પરંતુ આ નાની બેદરકારી ક્યારેક ગંભીર સ્વરૂપ લઈ શકે છે. દાંતનો દુખાવો ચેપ પણ હોઈ શકે છે અને તે ચેપ વધીને મગજ સુધી પણ પહોંચી શકે છે. આ વાતને પૂરવાર કરતો એક કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે.

35 વર્ષની રેબેકા ડોલ્ટનને ચાલવામાં તકલીફ થઈ અને ધીમે-ધીમે યાદશક્તિ ગુમાવ્યા બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ટેસ્ટ કર્યો તો મગજમાં બેક્ટેરિયલ ચેપ જોવા મળ્યો. ડોક્ટર્સે પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. રેબેકાને સતત 5 મહિના હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા. ડિસ્ચાર્જ થયા બાદ તેણે કહ્યું કે, મને નવો દૃષ્ટિકોણ મળ્યો છે. મને મળેલી શીખ દર્શાવે છે કે તમારે કોઈપણ વસ્તુને હળવાશમાં ન લેવી જોઇએ.

દાંતની સારવાર બાદ હરવા-ફરવામાં સમસ્યા આવી અને યાદશક્તિ ઘટી
રેબેકાની સારવાર કરનાર ડોક્ટરના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2019માં તેના દાંતમાં બેક્ટેરિયલ ચેપ લાગ્યો હતો. જેને તેણે ઘણી વખત અવગણ્યો. આ જ બેક્ટેરિયા દાંત દ્વારા મગજમાં પહોંચ્યા. માર્ચ મહિનામાં તેની દાંતની સમસ્યાઓની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સમસ્યા થોડા દિવસો પછી શરૂ થઈ જ્યારે રેબેકાને ચાલવામાં તકલીફ થઈ. યાદશક્તિ ઓછી થવા લાગી. ત્યારબાદ તે હોસ્પિટલમાં આવી અને તેનો ટેસ્ટ કરવામાં આવ્યો.

ચેપ મગજ સુધી પહોંચ્યો અને હાર્ટ-લિવરમાં પણ તેની અસર જોવા મળી
​​​​​​​ડોકટર્સના જણાવ્યા અનુસાર, મહિલાના ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું કે બેક્ટેરિયાનો ચેપ મગજમાં પહોંચ્યો હતો. ટેસ્ટ રિપોર્ટમાં તેની અસર હૃદય અને લિવરમાં પણ જોવા મળી હતી. તે હરવા-ફરવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ડોકટર્સે રેબેકાનો કેસ રોયલ ઇન્ફર્મરીના ન્યુરોલોજી વિભાગમાં ટ્રાન્સફર કર્યો. બચવાની સંભાવના બહુ ઓછી હતી એવું રેબેકાની માતાને કહેવામાં આવ્યું હતું.

કોરોનાના 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા અને વજન 30 કિલો ઘટી ગયું
​​​​​​​કોરોના દર્દીઓની વચ્ચે રેબેકાની સારવાર ચાલી રહી હતી. પરંતુ તેના 12 વખત ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવ્યા. સતત 5 મહિનાની સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગઈ. ગયા અઠવાડિયે તેને રજા આપવામાં આવી અને આ સાથે તેના વજનમાં લગભગ 30 કિલોનો ઘટાડો પણ નોંધાયો.

શીખ મળી કે નાનામાં નાની વસ્તુને પણ અવગણવી ન જોઈએ
​​​​​​​રેબેકા ચાર બાળકોની માતા છે. સારવાર દરમિયાન પોતાનો અનુભવ જણાવતા તેણે કહ્યું કે, આ બધું એક આઘાત જેવું હતું. તેમાંથી સ્વસ્થ થવું ખૂબ મુશ્કેલ હતું. મને એક નવો દૃષ્ટિકોણ મળ્યો છે. આ શીખ દર્શાવે છે કે તમારે કોઇપણ વસ્તુને હળવાશમાં ન લેવી જોઇએ. નાનામાં નાની વસ્તુ પણ જીવનને જોખમમાં મુકી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી