• Gujarati News
  • Lifestyle
  • Health
  • The Third Wave Of Corona Will Soon Become The Truth, But The Whole World Including India Is Still Not Ready To Deal With The Epidemic.

ઓમિક્રોનનો કહેર:કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં હકીકત બનશે, પરંતુ ભારત તેનો સામનો કરવા માટે તૈયાર નથી રિપોર્ટમાં દાવો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્લોબલ હેલ્થ સિક્યોરિટી ઈન્ડેક્સમાં ભારત 42.8 સ્કોર સાથે 66મા ક્રમે
  • આ રિપોર્ટમાં ઓગસ્ટ 2020થી જૂન 2021 સુધીની હેલ્થ સિક્યોરિટીનો ડેટા સામેલ

ગ્લોબલી કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન'ના કેસ વધી રહ્યા છે. ભારતમાં મંગળવારે કુલ દર્દીની સંખ્યા 670 થઈ. બીજી લહેરની ભયાવહ સ્થિતિ બાદ હવે આપણે ત્રીજી લહેર માટે કેટલા તૈયાર છે તે જાણવું જરૂરી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં દાવો કર્યો છે કે ઓક્સીજન સપ્લાયથી લઈને ICU બેડ સહિતની તમામ મેડિકલ જરૂરિયાતો દેશમાં પૂરતી છે, પરંતુ સરકારના દાવાથી વિપરિત 2021ના GHS (ગ્લોબલ હેલ્થ સિક્યોરિટી) ઈન્ડેક્સના આંકડા કંઈક બીજું જ દૃશ્ય બતાવે છે.

GHSના આંકડા ભયભીત કરે તેવા

GHS ઈન્ડેક્સ પ્રમાણે, દુનિયા કોરોના મહામારી પાસેથી કશું શીખી નથી. ભારત સહિત તમામ ઈન્કમ લેવલના દેશ ભવિષ્યમાં મહામારીના જોખમનો સામનો કરવા માટે તૈયાર નથી. 2019 પછી ભારતનો આંકડો ઈન્ડેક્સમાં 11.8 પોઈન્ટ ગગળ્યો છે. 42.8 ઈન્ડેક્સ સ્કોર સાથે ભારત 66મા ક્રમે છે. GHS ઈન્ડેક્સ બનાવવા માટે 6 વસ્તુનું આંકલન થાય છે. તેમાં અગમચેતી પગલાં, ડિટેક્શન, રિસ્પોન્ડ, સ્વાસ્થ્ય પ્રણાલી, આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈનનું પાલન અને જોખમ સામેલ છે.

આ રિપોર્ટ ઓગસ્ટ 2020થી જૂન 2021 સુધીનો છે. આ સમયગગાળામાં જ ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી. એપ્રિલથી જૂન 2021 સુધી દેશના હેલ્થકેર સિસ્ટમ પર ઘણું પ્રેશર હતું. આ સમયગાળામાં દવાઓ અને ઓક્સિજન સપ્લાયની અછત વર્તાઈ હતી.

કેન્દ્રનો દાવો- ભારત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયાર

IIT કાનપુરે તેની એક સ્ટડીમાં કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરનો પીક 3 ફેબ્રુઆરી, 2022એ આવશે. આ સ્ટડી પ્રમાણે દેશમાં ત્રીજી લહેર ટૂંક સમયમાં આવશે.

સરકારે ઘણા રિપોર્ટ જાહેર કરી દાવો કર્યો છે કે હેલ્થકેર સિસ્ટમ મજૂબત કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ભારતની મેડિકલ ઓક્સીજન ક્ષમતામાં 28%નો વધારો થયો છે. સાથે જ 1563 ઓક્સીજન જનરેશન પ્લાન્ટ્સને મંજૂરી અપાઈ છે. આ પ્લાન્ટ્સ દરરોજ 1 લાખથી વધારે હોસ્પિટલ બેડને સપોર્ટ આપી શકે છે.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે 2 વેક્સિન કોબ્રેવેક્સ અને કોવેવેક્સને મંજૂરી આપી છે. સાથે જ એન્ટિ વાઈરલ ડ્રગ મોલનુપિરાવિરના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ સિવાય 10 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી ઉપરના લોકોને ત્રીજો ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...