કામના સમાચાર:કાળઝાળ ગરમીમાં સૌથી વધુ આંખોને તકલીફ થાય છે, આ રીતે બચાવો તમારી આંખોને

3 મહિનો પહેલા

ઉનાળામાં ઘણાં શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ રહે છે. ત્યારે લોકો બહાર નીકળે છે તો તડકા અને ગરમ હવાને કારણે આંખોને ઘણું નુકસાન થાય છે. ગરમ હવાને કારણે આંખ સુકાઈ જાય છે તો વધુ સમય માટે તડકામાં રહો છો તો આંખમાં એલર્જીક રિએક્શન થવાનું જોખમ પણ ઘણું વધી જાય છે.

તો બીજી તરફ અનેક લોકો ઉનાળામાં એસીમાં વધુ રહેવાનું પસંદ કરે છે. તો જે લોકો વધુ પડતો સમય એસીમાં બેસીને વિતાવો છો તો આંખો ડ્રાય થઇ જાય છે.

આજનાં કામના સમાચારમાં ધનબાદનાં સિનિયર કન્સલ્ટન્ટ આપ્થાલ્માલોજિસ્ટ, ડો, મનીષ નારાયણે જણાવ્યું હતું કે, આંખોને ગરમી અને એસીની ડ્રાયનેસથી કેવી રીતે બચાવી શકાય છે.

સવાલ : કાળઝાળ ગરમીની આંખ પર કેવી અસર થાય છે?
જવાબ : ઉનાળામાં કાળઝાળ ગરમીમાં Ultraviolet radiation ત્રણ ગણું વધું હોય છે જેની આંખ પર વધું અસર પડે છે. તડકાને કારણે UV કિરણોથી આંખની ઉપર બનેલા ટીયર સેલ એટલે કે આંખો પરના આંસુના કોષોનાં સ્તરને નુકસાન થવા લાગે છે.
આ સ્થિતિ કોર્નિયા માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આ ઋતુમાં બહાર ઉડતી ધૂળ આંખોમાં એલર્જીનું કારણ બની શકે છે. ગરમીનાં કારણે આંસુ સુકાઈ જાય છે. જેના કારણે લોકોને આંખોમાં ડ્રાયનેસની સૌથી વધુ સમસ્યા થવા લાગે છે.
સવાલ : ડ્રાયનેસની સાથે બીજી કઇ સમસ્યા થાય છે?
જવાબ : આંખમાં એલર્જિક રિએક્શન થવાનાં કારણે આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવવી જેવી અનેક બીમારીનું જોખમ વધી શકે છે.

લૂને કારણે આંખમાં થનારી સમસ્યા વિશે વિસ્તારથી જાણીએ.

આંખ લાલ થવી
ઉનાળામાં આંખ લાલ થવાની સમસ્યા સામાન્ય છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે. જે પાંપણની અંદરની સપાટી પર સ્થિત પાતળા, પારદર્શક પટલની બળતરાને કારણે થાય છે. જેમાં આંખો ગુલાબી અથવા લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે અને આંસુ પણ નીકળે છે.

જાણો કેવી રીતે બચી શકાય?

  • સાફ-સફાઈની ખાસ ધ્યાન રાખો.
  • ભીડ-ભાડવાળી જગ્યાએ ના જાઓ.
  • બીજાના નેપકીન, ટુવાલ અને ઓશીકાનો ઉપયોગ ના કરો.
  • કોઈ વસ્તુને અડતા પહેલાં હાથ અચૂક ધોવો.

સૂકી આંખ
ગરમ અને સૂકા વાતાવરણને કારણે ડ્રાય આંખની સમસ્યા થઇ જાય છે. ડ્રાય આંખને કારણે દુખાવા અને ખંજવાળની સમસ્યા થાય છે. જે લોકોને આ સમસ્યા પહેલાંથી જ હોય છે તે લોકોની સમસ્યા વધી જાય છે.

કેવી રીતે બચી શકાય?

  • લુબ્રીકેંટ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો.
  • વધારે સમય એસીમાં ના રહો.
  • પાણી અથવા બીજા પીણાંનો ઉપયોગ ના કરો.

આંખની એલર્જી
ઉનાળામાં પ્રદુષણ વધી જાય છે, જેના કારણે આંખમાં એલર્જી થવાની આશંકા વધી જાય છે. આંખ લાલ થઇ જાય છે અને આંખમાંથી પાણી નીકળે છે અને ખંજવાળની સમસ્યા થાય છે.

કેવી રીતે બચી શકાય?

  • બહુ જ તડકો, ધૂળ અને પ્રદુષણવાળી જગ્યા પર જવાથી બચો.
  • ઘરથી બહાર જતા સમયે સન ગ્લાસીસ પહેરો.
  • દિવસમાં 2થી 3 વાર ઠંડા પાણીથી આંખ ધૂઓ.

Pterygiumનું જોખમ
વધુ તાપમાન હોય તો આંખમાં નુકસાન થાય છે. ઘણાં દર્દીઓને ફોટોફેબિયા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. Pterygium જેવી સમસ્યા થઇ શકે છે. જેમાંઆંખના સફેદ ભાગની પેશીઓ વધુ પડતી વધી જાય છે અને આંખના કાળા ભાગ સુધી પહોંચે છે. હીટ સ્ટ્રોકને કારણે ડીહાઈડ્રેશનને કારણે આંખોમાં દુખાવો અને બળતરા થઈ શકે છે.

લૂથી આંખને બચાવવા માટે આ ઉપાય કરી શકો છો.
આંખોને લૂથી બચાવવા માટે સનગ્લાસિસ, કેપ, સ્કાર્ફ અથવા છત્રીનો અવશ્ય ઉપયોગ કરો. ઉનાળામાં બહાર નીકળતા સમયે સનગ્લાસિસ પહેરો જેથી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા આંખ સુધી ના પહોંચી શકે. ઉનાળામાં બહાર જતા સમયે ટોપી અચૂક પહેરો. ટોપી ફક્ત માથાની પણ સુરક્ષા નથી કરતી પરંતુ આંખને પણ લૂથી બચાવે છે.

લુબ્રીકેંટ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો
ઉનાળાની ઋતુમાં આંખમાંથી કુદરતી આંસુ ઓછા થવા લાગે છે, ત્યારે જરૂરી છે કે, આંખમાં ભીનાશ રાખવા માટે લુબ્રીકેંટ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો.

ડીહાઇડ્રેશનથી બચો
ડિહાઇડ્રેશનને કારણે આંસુ ગ્રંથીઓ પૂરતા પ્રમાણમાં આંસુ બનાવી શકતી નથી, જે આપણી આંખોમાં ભેજ જાળવી રાખવા માટે જરૂરી છે. સૂકી આંખને કારણે આંખની અન્ય સમસ્યાઓ પણ થાય છે. જો જરૂરી હોય તો ઇલેક્ટ્રોલાઇટ્સ સાથે પુષ્કળ પાણી પીવો.

સાફ-સફાઈ રાખો
ઉનાળામાં વધુ પરસેવો થાય છે, તેથી પેરાસાઇટ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવવાનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં જો તમે ગંદા હાથથી આંખોને ઘસશો, તો પેરાસાઇટ આંખોના સંપર્કમાં આવશે. જેનાથી એલર્જી અને ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી આંખોને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો તમારા હાથ થોડા પણ ગંદા હોય તો તરત જ ધોઈ લો.

હેલ્ધી ડાયટ લો
આંખને સ્વસ્થ રાખવા માટે ખાવા-પીવામાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આંખના કોષો અને રેટિનાને મજબૂત બનાવવામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન તત્વો મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી રસદાર ફળો અને શાકભાજી જેમ કે તરબૂચ, તરબૂચ, કાકડી ભરપૂર પ્રમાણમાં ખાઓ. આ સિવાય ડેરી ઉત્પાદનો પૂરતા પ્રમાણમાં ખાઓ.

ઊંઘ લો
છથી આઠ કલાકની આરામદાયક ઊંઘ લો, જેનાથી આંખને કુદરતી રીતે તાજી રાખવામાં સહાયતા મળે છે.

સવાલ : ACમાં વધુ રહેવાથી આંખ પર શું અસર થાય છે?
જવાબ : લોકો ગરમીથી બચવા માટે એસીનો સહારો લે છે, પરંતુ તેમાં લાંબો સમય બેસી રહેવાથી આંખોમાં શુષ્કતા આવી જાય છે. ACનાં કારણે હવામાં ભેજ ખતમ થઈ જાય છે જેના કારણે આંખોમાં શુષ્કતા આવે છે. લાંબા સમય સુધી તાપમાન ખૂબ ઓછું હોય તો આંખોમાંથી આંસુ આવવા પણ મુશ્કેલ છે. આ સાથે આંખોના સ્નાયુઓ સંકોચાઈ જવાને કારણે તેમને ખંજવાળ આવવા લાગે છે. આનાથી આંખોમાં શુષ્કતા, લાલાશ, ખંજવાળ, બળતરા, ડાઘ, માથાનો દુખાવો અને આંખોની દ્રષ્ટિ નબળી પડે છે.