ફિટ બોડીનો ફંડા:રોજ દોડવાથી સ્ટ્રોકનું જોખમ 40 ટકા ઓછું થઇ જાય છે, પરંતુ રનિંગની આ યોગ્ય રીત જાણી લો

એક વર્ષ પહેલા
  • જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો અઠવાડિયાંમાં 5 દિવસ જ દોડો
  • તમે રેગ્યુલર રનિંગ કરતા નથી તો દોડવાની શરૂઆત જોગિંગની જેમ ધીમી ઝડપે કરો
  • એવી જગ્યા પર ના દોડો જ્યાં વાહનોની અવર-જવર વધારે હોય

ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઇ છે કે, દોડવાથી હાર્ટની કામગીરી સારી રહે છે. જે લોકો નિયમિત રૂપે રનિંગ કરે છે, તેમનામાં કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક (ધમનીઓમાં બ્લોકેજથી હાર્ટ પ્રોબ્લેમ) થવાની શક્યતા 30થી 40 ટકા ઓછી થઇ જાય છે.

દોડવાથી આપણા શરીરની ફાસ્ટ હાર્ટ બીટ સાથે તાલમેલ બેસે છે, આથી સ્ટ્રોક સમયે જ્યારે હાર્ટ બીટ ઝડપી થઇ જાય છે ત્યારે આપની કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર નેગેટિવ અસર પડતી નથી. જો કે, રનિંગના ફાયદા તો છે જ, પણ તેની સાથે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ ઘણું જરૂરી છે, નહિ તો અન્ય મુશ્કેલીઓ વધી શકે છે. હેલ્થ રાઈટર ડૉ. એસ. એસ સિબિયા પાસેથી જાણો દોડવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે..

દોડવા માટે આ ટિપ્સને ફોલો કરો:
1. ધીમી ઝડપે શરુઆત કરો
જો તમને દોડવાની આદત નથી તો તેની શરુઆત કરતા પહેલાં ડોક્ટરની સલાહ લો. ડોક્ટર હા પાડે એ પછી જ શરુઆત બ્રિસ્ક વોકિંગથી કરો અને એ પછી રનિંગ શરુ કરો. પ્રથમ વખત દોડતી વખતે તમારા અનુભવોને બુકમાં લખો કે તમે કેટલી સ્પીડે દોડ્યા, કેટલા અંતર સુધી દોડ્યા અને તમે શું અનુભવ કર્યું. શરૂઆત ધીમી ઝડપે જ કરો, જોગિંગની જેમ. એ પછી આ જ સ્પીડ એક અઠવાડિયા સુધી મેન્ટેન રાખો. એ પછી ધીમે-ધીમે સ્પીડ બદલતા જાઓ, પરંતુ તેની સીમા નક્કી રાખવી.

2. અઠવાડિયાંમાં 5 દિવસ જ દોડો
જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો અઠવાડિયાંમાં 5 દિવસ જ દોડો અને બાકીના બે દિવસે શરીરને આરામ આપો. આ બે દિવસે તમે વોક કે ઘરમાં કસરત કરી શકો છો. લોકોને એક પ્રશ્ન ઘણીવાર હોય છે કે, અમારે કેટલું દોડવું જોઈએ? તેના માટે કોઈ નિયમ નથી. તમારા શરીરનું સાંભળો. તે જ તમને જણાવશે કે કેટલું દોડવું અને કઈ સ્પીડે દોડવું યોગ્ય છે. જો દોડતી વખતે થાક લાગે કે અન્ય કોઈ તકલીફ થાય તો તરત જ આરામ કરી લો. વધારે તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક કરતા પણ સંકોચ ન કરવો.

3. આ ટેસ્ટ ચોક્કસ કરાવો
જે લોકોને હૃદય સંબધિત કોઈ પણ પ્રકારની તકલીફ છે, તેમણે જાણવું ઘણું જરૂરી છે કે તેઓ રનિંગ કરી શકે છે કે નહિ. આ માટે અમુક ટેસ્ટ કરાવવા જોઈએ. જેમ કે ટ્રેડ મિલ ટેસ્ટ, ECG ટેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી. હૃદય રોગથી પીડિત લોકો જો વધારે રનિંગ કરે તો હાર્ટ અટેક કે હાર્ટ ફેલ્યોર થઇ શકે છે. જે લોકો નિયમિત રૂપે કસરત કરતા નથી તેમને આ શક્યતા વધારે છે. જેમને BPની સમસ્યા છે, ડાયાબિટીઝ છે કે સ્મોકિંગ કરે છે તેમનામાં દોડવાથી જોખમ વધી જાય છે.

4. આટલી વાતોનું ધ્યાન રાખો
ઋતુ પ્રમાણે સાવધાની રાખો, જેમ કે ગરમીમાં પાણીની અછત ન થાય અને ઠંડીમાં તમારા મસલ્સને વોર્મઅપ માટે ગરમ રાખો. રનિંગ પહેલા હંમેશાં વોર્મઅપ કરો. શૂઝ વગર દોડો નહિ. તમારા પગને સપોર્ટ મળે અને યોગ્ય સાઈઝના શૂઝ ખરીદવા જોઈએ.

એવી જગ્યા પર ના દોડો જ્યાં વાહનોની અવર-જવર વધારે હોય કારણકે તેમાંથી નીકળતા ધુમાડાથી કાર્ડિયોવસ્કુલર અને શ્વસન તંત્ર સંબધિત તકલીફ થઇ શકે છે.

જો તમે સાંજના સમયે રનિંગ કરવા માગો છો તો ઇવનિંગ સ્નેક્સ અને રનિંગ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખો. સ્નેક્સમાં કાર્બોહાઈડ્રેટ હોય તો આ વાતનું ખાસ રાખવું. આમ ન કરવાથી ખાધેલા ભોજનનું વ્યવસ્થિત પાચન થતું નથી.

અન્ય સમાચારો પણ છે...