તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • The Risk Of Prostate Cancer Is Reduced By 10% If You Drink Coffee Every Day, 16% Faster Recovery If You Are Sick

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર અને કોફીનું કનેક્શન:જો તમે દરરોજ કોફી પીઓ છો તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 10% સુધી ઘટી જાય છે, બીમાર છો તો 16% ઝડપી રિકવરી આવે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોફી લિવર, બ્રેસ્ટ અને આંતરડાંના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે
  • કોફીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ફ્રી-રેડિકલ બનતાં અટકાવે છે, જે કેન્સરનું કારણ બને છે

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 10 ટકા સુધી ઓછું કરવું હોય તો કોફી પીવો. આ દાવો ચીનની મેડિકલ યુનિવર્સિટીએ કર્યો છે. ચીનના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેન્સરની સામે લડી રહ્યા છો અને કોફી પીઓ છો તો 16 ટકા ઝડપી રિકવરી આવે છે. આ અગાઉ થયેલા રિસર્ચમાં સાબિત થઈ ગયું છે કે કોફી લિવર, બ્રેસ્ટ અને આંતરડાંના કેન્સરનું જોખમ ઘટાડે છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ રિસર્ચના અનુસાર, ઓછો અને વધુ કોફીનો ઉપયોગ કરતા લોકો પર પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સંશોધકોએ સમજ્યું. તેમાં એવા લોકો સામેલ હતા જે દરરોજ એક અથવા બે કપ અથવા તેનાથી વધારે કોફી પી રહ્યા હતા. રિસર્ચમાં પ્રોસ્ટેટ કેન્સરના 57,732 દર્દીઓનો ડેટા પણ સામેલ કરવામાં આવ્યો.

તેથી કેન્સરથી બચાવે છે
સંશોધક ડૉ. વૈંગના જણાવ્યા પ્રમાણે, કોફી બ્લડ સુગરનું લેવલ સુધારે છે. કોફી સોજા સાથે સંબંધિત સમસ્યાથી બચાવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાં એવા ફ્રી રેડિકલની રચનાને અટકાવે છે જે કેન્સરનું કારણ બને છે.

શું હોય છે પ્રોસ્ટેટ કેન્સર
તે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષોમાંમાં બનતું કેન્સર છે. પ્રોસ્ટેટ ગ્રંથિને પૌરુષ ગ્રંથિ પણ કહેવામાં આવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ એક ઘટ્ટ પદાર્થને રિલીઝ કરવાનું છે. તે વીર્યને પ્રવાહી બનાવે છે અને શુક્રાણુના કોષોને પોષણ આપે છે.

પ્રોસ્ટેટ કેન્સર ધીરે ધીરે વધે છે. મોટાભાગના દર્દીઓમાં તેના લક્ષણો નથી દેખાતા. જ્યારે તે એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે તો લક્ષણ દેખાવાના શરૂ થાય છે. તેના મોટાભાગના કેસ દિલ્હી, કોલકાતા, પુણે, તિરુવનંતપુરમ, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં જોવા મળ્યા છે.

કેટલી કોફી પીવી
ડાયટીશિયન સુરભિ પારીકના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં એક કપ કોફી લેવી યોગ્ય છે. તેનાથી વધારે લો છો તો શરીરમાં કેફીનની માત્રા વધી જાય છે. દિવસમાં 300થી 400mgથી વધારે કેફીન ન લેવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser