રિસર્ચ / નેચરલ શુગરયુક્ત પીણાંનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ

The risk of diabetes from consuming natural sugary drinks

  • ખાંડ રહિત ચા કોફીનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસનાં જોખમને 2થી 10% ઘટાડી શકાય છે
  • ચરલ શુગરનું સેવન કરવાથી પણ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું હોય છે

Divyabhaskar.com

Oct 08, 2019, 05:30 PM IST

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખાંડ અને આર્ટિફિશિયલ સ્વીટનરથી ડાયાબિટીસનું જોખમ વધે છે પરંતુ, નેચરલ ફળોનું જ્યૂસ પીવાથી પણ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. ‘ડાયાબિટીસ કેર’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

નેચરલ શુગરથી પણ ડાયાબિટીસ થવાનું જોખમ
આ રિસર્ચમાં સામે આવ્યું છે કે ડાયટ સોફ્ટ ડ્રિન્ક્સ, જેમાં આર્ટિફિશિયલ શુગર હોય છે તેની સાથે નેચરલ શુગરયુક્ત પીણાંનું સેવન કરવાથી પણ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. હાર્વર્ડ ટી એચ એન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં પુરવાર થયું છે કે ખાંડ રહિત ચા કોફીનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસનાં જોખમને 2થી 10% ઘટાડી શકાય છે.

3 અલગ અલગ રિસર્ચ કરવામાં આવ્યાં
નેચરલ શુગરયુક્ત પીણાં પીવાથી શરીર પર થતી તેની અસરનું અવલોકન કરવા માટે 3 અલગ અલગ રિસર્ચ કરવામાં આવ્યા હતા. તેમાં ‘નર્સીસ હેલ્થ સ્ટડી’, ‘ધ નર્સીસ હેલ્થ સ્ટડી 2’ અને ‘ધ હેલ્થ પ્રોફેશનલ ફોલોઅપ’ સામેલ છે. રિસર્ચમાં 1 લાખથી વધારે મહિલાઓ અને પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ નેચરલ શુગરયુક્ત પીણાં પીવાથી ડાયાબિટીસ પર તેની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કર્યો હતો.

આ રિસર્ચના પરિણામ દર્શાવે છે કે નેચરલ શુગરનું સેવન કરવાથી પણ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું હોય છે. તેથી નેચરલ શુગરયુક્ત પીણાનું સેવન પણ યોગ્ય માત્રામાં કરવું જોઈએ.

X
The risk of diabetes from consuming natural sugary drinks

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી