રિસર્ચ / તમે શું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો તેનાથી પણ ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે

The risk of developing type 2 diabetes increases with what you eat and how you eat

Divyabhaskar.com

Jun 11, 2019, 01:07 PM IST

હેલ્થ ડેસ્કઃ જો તમે એવું વિચારતા હો કે તમે આહારમાં ઓછી માત્રામાં ખાંડનું સેવન કરો છો તો તમને ડાયાબિટીસ નહીં થાય. આ માન્યતા ખોટી છે. તમારી લાઇફસ્ટાઇલ કેવી છે, તમે શું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો આ 3 મહત્ત્વનાં ફેક્ટર્સ છે, જે નક્કી કરે છે કે તમને ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ કેટલું છે.


હજારો લોકોનાં ડાયટ પર લાંબાગાળા સુધી નજર રાખવામાં આવી
અમેરિકાના મેરિલેન્ડ સ્થિત બાલ્ટીમોરમાં થયેલી ન્યુટ્રિશન 2019ની મીટિંગમાં એક અભ્યાસનાં પરિણામો સામે મૂકવામાં આવ્યા, જેમાં એ જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિ આહારમાં શું ખાય છે અને કેવી રીતે તે આહારનું સેવન કરે છે તેની અસર પણ ટાઇપ-2 ડાયાબિટીસ થવાનાં જોખમ પર પડે છે. આ અભ્યાસમાં અમેરિકાના 2,717 યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમનાં ડાયટ પર લાંબા સમય સુધી નજર રાખવામાં આવી હતી અને સાથે સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવ્યું હતું.


ફળ, શાક અને નટ્સ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું
જે લોકોએ આશરે 20 વર્ષ સુધી ફળ, શાકભાજી, અનાજ, નટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને વેજિટેબલ ઓઇલ પોતાનાં ડાયટમાં સામેલ કર્યું તેમને ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 60% ઓછું થઈ ગયું. અભ્યાસનાં પરિણામો જણાવે છે કે, જો લાંબા સમય સુધી પ્લાન્ટ બેઝ્ડ ડાયટનું શક્ય એટલું વધુ સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું કરી શકાય છે.


વિટામીન B12, B6નું વધુ માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું
જે લોકો પોતાનાં ડાયટમાં આહાર અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા વિટામીન B12 અને B6નું વધુ માત્રામાં સેવન કરે છે તેમને પણ ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. અભ્યાસમાં 2 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેના પરિણામોમાં એ વાત બહાર આવી કે ફૂડ આઇટમ્સ દ્વારા વિટામીન B12નું વધુ માત્રામાં સેવન ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. જેનો સીધો અર્થ એ છે કે એનિમલ બેસ્ડ પ્રોડક્ટનું વધુ માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.

X
The risk of developing type 2 diabetes increases with what you eat and how you eat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી