• Gujarati News
  • Lifestyle
  • Health
  • The Risk Of Coronavirus Also From Cigarettes And Waterpipes, The Central Government Informed On Twitter; WHO Has Also Been Alerted

કોરોના અલર્ટ:સિગારેટ અને હુક્કાથી પણ કોરોનાવાઈરસનું જોખમ, કેન્દ્ર સરકારે ટ્વિટર પર જાણકારી આપી; WHOએ પણ અલર્ટ કર્યા

ભારત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારના કહેવા મુજબ અનુસાર,ધૂમ્રપાન કરનારા લોકોને કોરોનાવાઈરસનું જોખમ વધારે
  • હાથ અને દૂષિત સિગારેટ હોઠના સંપર્કમાં આવવાથી વાઈરસના ચેપનું જોખમ વધી જાય છે

હેલ્થ ડેસ્ક. વોટર પાઈપ એટલે કે હુક્કા અને સિગારેટથી પણ કોરોના વાઈરસનો ચેપ લાગી શકે છે. આ વાત ખુદ કેન્દ્ર સરકારે ટ્વિટર પર કહી છે. PIB (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો)ની ટ્વીટ અનુસાર, ધૂમ્રપાન કરનાઓને કોરોના વાઈરસનું જોખમ વધારે રહે છે. જ્યારે હાથ અને દૂષિત સિગારેટ હોઠના સંપર્કમાં આવે છે તો વાઈરસના સંક્રમણનું જોખમ વધારી દે છે. આ દરમિયાન હાથમાં વાઈરસ હોય તો તે મોંમાં જઈ શકે છે.

ધૂમ્રપાન કરનારાઓનાં ફેફસાં પહેલેથી જ ખરાબ હોય છેઃ WHO
ધૂમ્રપાનથી કોરોના સંક્રમણના જોખમને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ ચેતવણી આપી છે. WHOના જણાવ્યા અનુસાર, ધૂમ્રપાન કરનાર લોકોનાં ફેફસાં પહેલેથી ખરાબ થઈ ગયેલાં હોય છે અને તેમની ક્ષમતા તંદુરસ્ત ફેફસાંની સરખામણીએ ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં ધૂમ્રપાન કરવાથી બીમારીનું જોખમ વધી જાય છે. સિગારેટ પીતી વખતે હાથ હોઠના સંપર્કમાં આવે છે, આ દરમિયાન કોરોના વાઈરસનું સંક્રમણ થઈ શકે છે. 

તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની સરકારને અપીલ 
ટ્વિટર પર આ પોસ્ટ બાદ યુઝર્સ PIBને તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સરકાર તમાકુ ઉત્પાદનો પર એક મહિના માટે પ્રતિબંધ કેમ ન લગાવી શકે છે? જેથી લોકો તેને ખાધા પછી જાહેર જગ્યાએ થૂંકે નહીં. 

અન્ય સમાચારો પણ છે...