આજના સમયમાં ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગને વજન ઓછો કરવા માટે એક શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. ઘણાં ડોક્ટર્સ પોતાનાં દર્દીઓને આ ડાયટ રુટિન ફોલો કરવાની સલાહ આપે છે. એમ તો તે ઘણા બધા લોકો માટે લાભદાયી સાબિત થાય છે પરંતુ, એક વર્તમાન સ્ટડી મુજબ આ ડાયટનાં કારણે મહિલાઓનાં હોર્મોન પર નકારાત્મક પ્રભાવ પડી શકે.
પહેલા જાણી લો, શું છે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ?
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે કે IF ડાયટિંગની એક એવી વિધિ છે, જેમાં 24 કલાકને બે ભાગમાં વેચાય છે. આ ફાસ્ટિંગ ભોજનના સમયને સીમિત કરી દે છે. તેને કોઈપણ વ્યક્તિ પોતાની સુવિધા પ્રમાણે ફોલો કરી શકે. તેમાં ‘શું ખાવું’ તેની જગ્યાએ ‘ક્યારે ખાવું’ એ બાબત પર મહત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ ફાસ્ટિંગમાં લોકો દરરોજનાં 12 થી 16 કલાક ફાસ્ટ કરે છે.
આ રીતે રિસર્ચ થઈ
અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો મોટાપાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનાં કારણે સ્ત્રીઓમાં થતાં ફેરફારો વિશે જાણ થઈ. આ અભ્યાસમાં મેનોપોઝ પહેલાં અને પછીની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બધી જ મહિલાઓ મોટાપાની શિકાર હતી. 8 અઠવાડિયા સુધી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રજનન હોર્મોનની માત્રામાં ઘટાડો નોંધાયો
આ ફાસ્ટિંગ કરતાં ઉમેદવારોએ દરરોજ ફક્ત 4 કલાકની અંદર જ ભોજન કરવાનું. તે પછી તેમનાં બ્લડ સેમ્પલ્સ લઈને હોર્મોન્સની તપાસ કરવામાં આવી હતી. પરિણામોમાં જોવા મળ્યું કે, મહિલાઓનાં એગની ક્વોલિટીને મજબૂત કરનારા ડીહાઈડ્રો એપિયનડ્રોસ્ટેરોન (DHEA)ની માત્રા ઓછી થઈ ગઈ. આ ઘટાડો 14% સુધી નોંધવામાં આવ્યો. મેનોપોઝ પછી એમ પણ એસ્ટ્રોજનની માત્રા એકાએક ઓછી થઈ જાય. જો કે, અભ્યાસ દરમિયાન આ મહિલાઓમાં સેક્સ્યુ્લ ડિસફંકશન કે સ્કિનમાં બદલાવ જોવા ન મળ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.