• Gujarati News
  • Lifestyle
  • Health
  • The Reason For Becoming A Mother At The Age Of Grandmother Is Emotional, Social Taunts, Fear Of Divorce And Death Of Children Is The Reason For Older Pregnancy

મોડી ગુડ ન્યૂઝ:દાદીની ઉંમરે માતા બનવાના અનેક કારણ, સમાજના ટોણા, છૂટાછેડાની ધમકી, સંતાનનું નાની ઉંમરે મૃત્યુ અને એકલતાને લીધે વૃદ્ધ મહિલાઓ તેમનો જીવ જોખમમાં મૂકે છે

નિશા સિંહાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ પ્રેગ્નન્ટ ના થવું જોઈએ
  • IVFથી મોટી ઉંમરે પ્રેગ્નન્ટ થતી મહિલાઓએ ન્યૂટ્રિશન પર ધ્યાન આપવું જોઈએ

ગુજરાતમાં 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો. આ વાત વાયુવેગે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ. આની પહેલાં પણ આવા કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મોટી ઉંમરે માતા બનવાનું સુધી કનેક્શન ભાવનાઓ સાથે છે. જો કે, મેનોપોઝ પછી માતા બનવાને લીધે ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ થાય છે.

જુવાન દીકરા-દીકરીનું મૃત્યુ થઈ જાય છે
ત્રણ દાયકા સુધી આર્મીમાં મેડિકલ સેવા આપનારા એક ડૉક્ટરે જણાવ્યું કે, મોટી ઉંમરે માતા બનવાની વાત ઘણી ઈમોશનલ છે. ઘણીવાર મહિલાઓની મજબૂરી સાંભળીને ડૉક્ટરની આંખો પણ ભીની થઈ જાય છે. મારી પાસે ઘણા પેરેન્ટ્સ આવ્યા, જેમના જુવાન દીકરાઓ દેશની સેવ કરતી વખતે શહીદ થયા. એક આધેડ પેરેન્ટ્સના પાઈલટ દીકરાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું. એક માતાના ડૉક્ટર દીકરાનું અકસ્માતમાં નિધન થયું. એક માતાએ કહ્યું કે, મારો શહીદ દીકરો સપનાંમાં આવે છે અને તે ફરીથી મારી કોખે જન્મ લેવા માગે છે. મહિલા ડૉક્ટરે જણાવ્યું કે, એક મહિલા પેશન્ટ પ્રેગ્નન્ટ ના થવાને લીધે પતિએ ડિવોર્સની ધમકી આપી. મમતા સાથે દરેક સ્ત્રીનો ઊંડો સંબંધ છે. તેઓ બાળકો વગર પોતાનું જીવન અધૂરું સમજે છે.

વધતી ઉંમરે માતા બનવાની ચાહ
વર્ષ 2016માં દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં પોસ્ટ-મેનોપોઝ પ્રેગ્નન્સી કેસ પર સ્ટડી થઈ. મેનોપોઝ પછી પ્રેગ્નન્સીમાં ઘણી બધી તકલીફો આવે છે. ઉજાલા સિગ્નલ ગ્રુપ ઓફ હોસ્પિટલની સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. એકતા બજાજે કહ્યું કે, મોટી ઉંમરે ગર્ભ ધારણ કરવાથી ઘણી તકલીફો થાય છે. ડાયાબિટીસના ચાન્સ વધી જાય છે. હાઈ બીપીને લીધે મહિલાને આંચકી આવી શકે છે. જન્મ પછી બાળકોમાં પણ ડાયાબિટીસનું જોખમ રહે છે. બાળકોનું વજન જરૂર કરતાં વધારે હોય છે. પ્રી ટર્મ કે સ્ટિલ બર્થની શક્યતા રહે છે. ડૉ. એકતા બજાજે સ્વીકાર્યું કે, ગામની મહિલાઓની સાથોસાથ શહેરની મહિલાઓ પર પણ માતા બનવાનું પ્રેશર હોય છે. સોશિયલ પ્રેશર પણ વધી જાય છે.

આ ગુડ ન્યૂઝ છે
યુનિસેફના રિપોર્ટ પ્રમાણે, વર્લ્ડમાં છોકરીઓ અને મહિલાઓમાં પ્રેગ્નન્સી કે બાળકોને જન્મ આપતી વખતે થતા મૃત્યુમાં 38% ઘટાડો આવ્યો છે. માતાના મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. તેમાં ફ્રીમાં દેખભાળ અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં તપાસની વ્યવસ્થા છે.આ ઉપરાંત જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં પણ માતા અને બાળકોની દેખભાળ પર વધારે ભાર મૂકવામાં આવ્યો.

બિરલા ફર્ટિલિટી એન્ડ IVFમાં મેડિકલ સર્વિસના હેડ ડૉ. પંકજ તલવારે કહ્યું કે, 50 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ પ્રેગ્નન્ટ ના થવું જોઈએ. કારણકે મહિલાનું શરીર આ માટે રેડી હોતું નથી. આ ઉંમરમાં કેલ્શિયમની ઉણપને લીધે મહિલાઓના હાડકાં ઘણા નબળા હોય છે. પ્રેગ્નન્સી પહેલાં હાઇપરટેંશન, બીપી, ડાયાબિટીસની તકલીફ ના હોય પણ પ્રેગ્નન્સી પછી આ બધી તકલીફોની શક્યતા વધી જાય છે. IVFથી મોટી ઉંમરે પ્રેગ્નન્ટ થતી મહિલાઓએ ન્યૂટ્રિશન પર ધ્યાન આપવું જોઈએ. વિટામિન સી, ડી, ઈ, આયર્ન, કેલ્શિયમ યોગ્ય માત્રામાં લેવું જોઈએ. બીપી કન્ટ્રોલમાં રાખવું. સારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવી જોઈએ.

  • ભોજનમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાઓ. તડકામાં બેસવાથી હાડકાં મજબૂત થશે
  • IVF પછી મહિલાઓને મેન્ટલ પ્રેશર રહે તો પ્રાણાયામ કરો.
  • વજન કન્ટ્રોલમાં રાખવું. ઘીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો.
  • ભોજનમાં સુગરનું પ્રમાણ કન્ટ્રોલમાં રાખવું.